બંધ પડેલા સી પ્લેનને ફરી શરુ કરવા સરકારની મથામણ
દેશમાં સૌ પ્રથમ વખત સી પ્લેન (Sea Plane)ની સેવા શરૂ થવાનું ગૌરવ ગુજરાત ( Gujarat) પાસે હતુ પરંતુ મરણ પથારીએ પડેલા સી પ્લેન ને ફરી એકવાર શરૂ કરવા કવાયત કરાઈ છે.સી પ્લેન મેઇન્ટેનન્સ માટે મોકલાયુ હતુંઅમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વડાપ્રધાનના હસ્તે સ્પેશિયલ સી પ્લેનની સેવા શરૂ કરાઈ હતી પરંતુ માડ થોડા દિવસ જ સી પ્લેન ચાલ્યા બાદ તે મરણ પથારીએ હતુ. ફરી એકવાર હવે à
દેશમાં સૌ પ્રથમ વખત સી પ્લેન (Sea Plane)ની સેવા શરૂ થવાનું ગૌરવ ગુજરાત ( Gujarat) પાસે હતુ પરંતુ મરણ પથારીએ પડેલા સી પ્લેન ને ફરી એકવાર શરૂ કરવા કવાયત કરાઈ છે.
સી પ્લેન મેઇન્ટેનન્સ માટે મોકલાયુ હતું
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વડાપ્રધાનના હસ્તે સ્પેશિયલ સી પ્લેનની સેવા શરૂ કરાઈ હતી પરંતુ માડ થોડા દિવસ જ સી પ્લેન ચાલ્યા બાદ તે મરણ પથારીએ હતુ. ફરી એકવાર હવે સી પ્લેનને શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ છે.2020માં શરૂ થયેલા સી પ્લેન કે જે થોડા દિવસમાં જ બંધ કરીને તેને મેઇન્ટેનન્સ માટે મોકલી દેવામાં આવ્યુ હતુ.
2021માં ફરી શરુ થયું હતું
ત્યારબાદ ફરી 2021માં થોડા દિવસ સી પ્લેનની સેવા શરૂ કર્યા બાદ ફરી તે સેવા બંધ કરાઈ છે. આખરે 2022માં હવે રાજ્ય સરકારની આંખ ઉઘડી છે અને હવે વધુ એક નવુ સી પ્લેન ખરીદવાની કવાયત હાથ ધરી છે જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા છે. સી પ્લેન ચલાવવા માટે સ્ટેટ એવીએશન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ પાછળ 7.70 કરોડનો ખર્ચ
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બંધ સી પ્લેન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ એવા સી પ્લેનનો ફરી તાયફો ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.મરણ પથારીએ પડેલ આ સી પ્લેન ફરી ક્યારે કાર્યરત થશે એ મોટો પ્રશ્ન છે. આ પ્રોજેક્ટ પાછળ 7.70 કરોડના ખર્ચ કરવામાં આવ્યો હતો..પરંતુ હવે સ્થિતિ એવી છે કે સી પ્લેનના મેઇન્ટેનન્સ ખર્ચ ખુબ વધારે હોવાથી કોઈ પણ કંપની બીડિંગ પ્રક્રિયામાં ભાગ લેતી નથી. હવે જોવુ રહ્યુ કે ફરી એકવાર ક્યારે આ સેવા શરૂ થશે અને સહેલાણીઓ આ સેવાનો લાભ ઉઠાવી શકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement