Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના ઈન્ચાર્જ DGPએ લીધેલી અમદાવાદ CP ઓફિસની મુલાકાત ચર્ચાઓમાં

રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સહાય (In-charge DGP Gujarat) આજે ગુરૂવારે સવારે અચાનક જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. એક્સટેન્શન પર રહેલા DGP આશિષ ભાટિયા (IPS Ashish Bhatiya) 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થતાં રાજ્ય સરકારે DGPનો ચાર્જ વિકાસ સહાય (IPS Vikas Sahay) ને સોંપ્યો હતો.1989ની બેચના IPS વિકાસ સહાયે પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ સિનિયર અધિકારી સંજય શ્રીવાસ્તવને કોલોન (Call On) માટે અમદાવાદ પોલીસ à
રાજ્યના ઈન્ચાર્જ dgpએ લીધેલી અમદાવાદ cp ઓફિસની  મુલાકાત ચર્ચાઓમાં
રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સહાય (In-charge DGP Gujarat) આજે ગુરૂવારે સવારે અચાનક જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. એક્સટેન્શન પર રહેલા DGP આશિષ ભાટિયા (IPS Ashish Bhatiya) 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થતાં રાજ્ય સરકારે DGPનો ચાર્જ વિકાસ સહાય (IPS Vikas Sahay) ને સોંપ્યો હતો.
Advertisement

1989ની બેચના IPS વિકાસ સહાયે પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ સિનિયર અધિકારી સંજય શ્રીવાસ્તવને કોલોન (Call On) માટે અમદાવાદ પોલીસ કમિશનર ખાતે આવી પહોંચ્યા હતા. વિકાસ સહાયની મુલાકાત બાદ ખાટી-મીઠી વાતો ચર્ચામાં આવી છે. સંયુકત પોલીસ કમિશનર (JCP) અજયકુમાર ચૌધરી (IPS Ajaykumar Chaudhary) નો આજે બર્થ ડે હોવાથી ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયની હાજરીમાં કેક કાપી જન્મ દિવસની ઊજવણી પણ કરાઈ હતી.
1987ની બેચના IPS સંજય શ્રીવાસ્તવ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે લગભગ અઢી વર્ષથી કાર્યરત છે. આજે સવારે ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય અમદાવાદ કમિશનર ઓફિસ ખાતે આવી પહોંચતા તેમને સન્માન ગાર્ડ (Guard of Honour) આપવામાં આવી હતી. વિકાસ સહાયના આગમનની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પહેલેથી જ હતી અને એટલે જ નાયબ પોલીસ કમિશનર (DCP)થી લઈને પોલીસ કમિશનર સુધીના તમામ અધિકારીઓ હાજર હતા.  બે બેચ જુનિયર હોવા છતાં ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આવકાર્યા હતા. મુદ્દુ ભાષી વિકાસ સહાય અને અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પ્રથમ શુભેચ્છાઓની આપ-લે થઈ હતી. પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ રૂમમાં વિકાસ સહાયે પોલીસ અધિકારીઓે સાથે ઔપચારિક વાતચીત કરી હતી.
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ડીસીપી, એડીશનલ સીપી અને જોઈન્ટ સીપી કક્ષાના તમામ અધિકારીઓ વિકાસ સહાયની મુલાકાતથી ખૂબ ખુશ જોવા મળ્યા હતા. કારણ કે, અમદાવાદના સિનિયર પોલીસ અધિકારીઓ ગાંધીનગર ખાતે કોલોન (સલામી) કરવા જવાના ધક્કામાંથી બચી ગયા. અમદાવાદ શહેરના સિનિયર પોલીસ અધિકારીઓએ વિકાસ સહાયને પોત પોતાનો પરિચય પણ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન સાઈબર ક્રાઈમના ગુનાઓને લઈને પણ નાની અમથી ચર્ચા થઈ હતી.
વિકાસ સહાયની મુલાકાતને લઈને પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ ઊઠી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સિનિયર હોવા છતાં સરકારે તેમને રાજ્ય પોલીસ વડાનો ચાર્જ સોંપવાના બદલે બે બેચ જુનિયર વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી બનાવ્યા છે. વિકાસ સહાય તેમના સિનિયર અધિકારી સંજય શ્રીવાસ્તવને કોલોન કરવા ભલે આવ્યા હોય, પરંતુ આ ઘટનાને લઈને તરેહ તરેહની વાતો થઈ રહી છે. 1989ની બેચના IPS વિકાસ સહાય આવવાના હોવાના સમાચાર મળતા 1987ની બેચના IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રેડ કાર્પેટ પાથરી તેમનું સ્વાગત કર્યું હતું. વિકાસ સહાયની મુલાકાતને લઈને પોલીસ કમિશનર કચેરી અને પ્રાંગણમાં સવારથી જ સફાઈ કરાવી દેવામાં આવી હતી. પોલીસ કમિશનર કચેરીમાં એકાદ કલાકથી વધુ જેટલો સમય રોકાયેલા વિકાસ સહાયે પોલીસ કમિશનર કચેરી કંટ્રોલ રૂમ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઈલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમાં, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.