Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના વાડજ વિસ્તારમાં ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાડ ઝડપાયું

ગેસ સિલિન્ડરમાંથી (Gas Cylinder) બારોબાર ગેસનું કટીંગ અન્ય બાટલાઓમાં એટલે કે રિફિલિંગ કરવાનું કૌભાંડ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં સામે આવ્યું છે. તમારા ઘરમાં ઘરેલુ ગેસ ની બોટલ હોય અને તેનું વજન જરૂરિયાત કરતા ઓછું અનુભવાય તો તમે ચેતી જજો કારણ કે, ગેસના સિલિન્ડમાંથી થોડો થોડો ગેસ કાઢી અન્ય ખાલી બાટલામાં ભરી બારોબાર વેચવાનું કૌભાડ ચાલી રહ્યું છે.ગેસ રિફિલિંગ કરતો શખ્સ રંગેહાથ ઝડપાયોàª
10:20 AM Nov 23, 2022 IST | Vipul Pandya
ગેસ સિલિન્ડરમાંથી (Gas Cylinder) બારોબાર ગેસનું કટીંગ અન્ય બાટલાઓમાં એટલે કે રિફિલિંગ કરવાનું કૌભાંડ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં સામે આવ્યું છે. તમારા ઘરમાં ઘરેલુ ગેસ ની બોટલ હોય અને તેનું વજન જરૂરિયાત કરતા ઓછું અનુભવાય તો તમે ચેતી જજો કારણ કે, ગેસના સિલિન્ડમાંથી થોડો થોડો ગેસ કાઢી અન્ય ખાલી બાટલામાં ભરી બારોબાર વેચવાનું કૌભાડ ચાલી રહ્યું છે.
ગેસ રિફિલિંગ કરતો શખ્સ રંગેહાથ ઝડપાયો
જુના વાડજ વિસ્તારમાં નરસિંહ ભાઈની ચાલી સામે ખુલ્લી જગ્યામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીની બાતમી વાડજ પોલીસને (Vadaj Police) મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા એક ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફીલીંગ કરતો શખ્સ રંગેહાથ ઝડપાયો હતો. આરોપી પાસેથી અલગ અલગ 11 ગેસના સિલિન્ડર કબ્જે કરવાના આવ્યા છે. આ મામલે વાડજ પોલીસે ભરત પરમાર નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
સિલિન્ડર રિફિલ કરી બારોબાર વેચી દેતો
પકડાયેલો આરોપી ભરત પરમાર શાસ્ત્રીનગરમાં આવેલી ઇન્ડિયન ગેસની અર્જુન ગેસ એજન્સીમાં 2 વર્ષથી પેટા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ખાલી બાટલામાં ગેસ રિફિલ કરી 1100 રૂપિયામાં વેચી નાખતો હતો ત્યારે આરોપી કેટલા સમયથી ગેસ કટિંગ કરીને વેચતો હતો અને ગેસ એજન્સીના કર્મીની આ મામલે સંડોવણી છે કે કેમ તેમજ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - ચૂંટણી ટાણે રોકડની હેરફેર, સુરતની એક કારમાંથી પકડાયા રૂપિયા 75 લાખ રોકડા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCrimeCrimeNewsGasCylinderGujaratFirstpoliceScam
Next Article