Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

10 મહિનામાં 275 થી વધારે સાયલેન્સર ચોર્યાં, દિલ્હી અને UPમાં કરતા હતા વેચાણ

ફરાર બે આરોપી સહિત 5 લોકોની ગેંગ10 મહિનામાં 275થી વધારે સાયલેન્સરની ચોરીક્રાઇમ બ્રાંચે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરીઅમદાવાદમાં છેલ્લા 10 જ મહિનામાં 250 જેટલા ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની ક્રાઇમ બ્રાંચે ઝડપી છે..જેમાં આશરે અઢી કરોડો રૂપિયાના સાયલેન્સર ની ચોરી કરી હતી. એમાંથી 65 જેટલી ગાડીમાંથી સાયલેન્સર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી ગાડીમાંથી સાયલેન્સર ચોરી કરà
11:44 AM Nov 25, 2022 IST | Vipul Pandya
  • ફરાર બે આરોપી સહિત 5 લોકોની ગેંગ
  • 10 મહિનામાં 275થી વધારે સાયલેન્સરની ચોરી
  • ક્રાઇમ બ્રાંચે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી
અમદાવાદમાં છેલ્લા 10 જ મહિનામાં 250 જેટલા ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની ક્રાઇમ બ્રાંચે ઝડપી છે..જેમાં આશરે અઢી કરોડો રૂપિયાના સાયલેન્સર ની ચોરી કરી હતી. એમાંથી 65 જેટલી ગાડીમાંથી સાયલેન્સર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી ગાડીમાંથી સાયલેન્સર ચોરી કરવાના સાધનો અને ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
રાત્રીના સમયે કરતા હતા ચોરી
ક્રાઇમ બ્રાંચની ગીરફતમાં રહેલ ત્રણ શખ્સોની ગેંગએ અસંખ્ય ગાડીઓની સાયલેન્સર ચોરી કરી તરખાટ મચાવ્યો છે. જેમાં અમદાવાદ શહેર સહિત અલગ અલગ જીલ્લાઓમાં રાત્રીના સમયે રોડ પર પાર્ક કરેલ ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમની બાતમી મળી હતી કે જેના આધારે આસિફ ઉર્ફે રૂપાલ વોરા, ઉવેશમિયા ઉર્ફે ટકો અનવરમિયા મલેક અને સરફરાજ ઉર્ફે સફો બસીર મલેકની ઘરપકડ કરી.
10 મહિનામાં 275થી વધુ ચોરી
આરોપીઓ પાસેથી 15 સાયલેન્સર, લોંખડના સળિયા, કોસ, હથોડી, પકકડ, કટર મળીને કુલ 15.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્રણેય આરોપી પુછપરછમાં અન્ય ફરાર બે આરોપી સહિત 5 લોકોની ગેંગ ફેબ્રુઆરી 2022થી આજદિન સુઘીમાં એટલે કે છેલ્લા 10 મહિનામાં અમદાવાદમાં 250 સાયલેન્સર તેમજ આણંદ અને બોરસદમાંથી 25 સાયલેન્સર મળી 275થી વધુ સાયલેન્સરની ચોરી કરી હતી. જેમાં આરોપીઓ 65 જેટલી ગાડીના સાયલેન્સર ચોરીની કબૂલાત કરી છે.
દિલ્હી, ઉત્તરપ્રદેશમાં વેચતા
પકડાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે રાતના સમયે આ ટોળકી સાયલેન્સર ચોરી કરવા નીકળે એટલે ઇકો ગાડીમાંથી સાયલેન્સર કાઢીને તેની જગ્યાએ પથ્થર વગરનુ સાયલેન્સર ફીટ કરી દેતા હતા. ઇકો ગાડીના સાયલેન્સરમાંથી નીકળતો ત્રણ ધાતુ વાળો મિશ્રિત પથ્થર આ ટોળકી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં વેચી દેતા હતા.
65 ગુન્હાઓ નોંધાયા
સાઈલેન્સરમાં ત્રણ ધાતુ વાળા પથ્થરમાં પેલેડિયમ, પ્લેટીનમ અને રોડીયમ ધાતુનો પથ્થર જેવો પ્રદાર્થ હોય છે જેની કિંમત 12 થી 15 હજાર રૂપિયા આવે છે. આરોપીની પૂછપરછમાં છેલ્લા 10 મહિનામાં આ ટોળકીએ અમદાવાદમાં 143 જગ્યાએ થી જ 250 સાયલેન્સરની ચોરી કરી હતી. જેમાંથી અમદાવાદમાં 55 અને આંણદ-બોરસદમાં 10 મળીને કુલ 65 ગુના નોંધાયેલ છે. જ્યારે બાકી કિસ્સાઓમાં કાર માલિકે ફરિયાદ કરી ન હોવાનું સામે આવ્યું છે..
અન્ય બે આરોપી ફરાર
પ્રદુષણ ઓછું થાય તે માટે કાર બનાવતી કંપની ઇકો ગાડીના સાયલેન્સર (Eeco Silencer) માં ત્રણ ધાતુ વાળો પથ્થર ફિટ કરે છે. પરતું ચોર ટોળકીઓ સાયલેન્સરમાંથી આ પથ્થરની ચોરી કરે છે ત્યારે પકડાયેલ આરોપી પૂછપરછ કહેવું છે કે સાયલેન્સર ચોરી કરવામાં અન્ય 2 આરોપી સામેલ હતા. જેમાં આરોપી સાયલેન્સરમાં રહેલ પથ્થર કાઢીને આ લોકો ઉત્તરપ્રદેશના આઝમગઢના રહેવાસી નવાબ અને ફૈઝાન મારફતે UP અને દિલ્હી મોકલતા હતા. ક્રાઇમ બ્રાંચે બન્ને ફરાર આરોપીની શોધખોળ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - આચારસંહિતા લાગૂ થયાં બાદ આટલા કરોડ રોકડ અને આટલો કરોડનો દારૂ ઝડપાયો, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabadCrimeBranchAhmedabadPoliceCrimeGujaratFirst
Next Article