Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હાઈવે પર વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગ ઝડપાઈ, સરનામું પુછવાના ચાલકોને બહાને રોકતા હતા

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અંધારાનો લાભ લઈને રાહદારીઓ અને વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગ ઝડપાઈ છે. ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપીઓની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં એક બે નહિ પરતુ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. - હોટલમાંથી ઝડપાયા 4 આરોપીઓઝોન 7 LCB ના PSI આર.પી વણઝારા સહિતના સ્ટાફે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપૂત, વિકાસ રાજપૂત અને મતà«
09:54 AM Sep 11, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અંધારાનો લાભ લઈને રાહદારીઓ અને વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગ ઝડપાઈ છે. ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપીઓની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં એક બે નહિ પરતુ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. 
- હોટલમાંથી ઝડપાયા 4 આરોપીઓ
ઝોન 7 LCB ના PSI આર.પી વણઝારા સહિતના સ્ટાફે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપૂત, વિકાસ રાજપૂત અને મત્સ્યેન્દ્રસિંધ ઉર્ફે ગબ્બર મીણાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ રાત્રીના સમયે હાઈવે પર ફરીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને અલગ અલગ સરનામા પુછવાના બહાને તેમજ વાહન અથડાવી આંતરીને છરી બતાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લેપટોપની લૂંટ ચલાવતા હતા. પોલીસે બાતમીના આધારે કાલુપુર વિસ્તારની એક હોટલમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
- અમદાવાદ અને ગાંધીનગરના 6 ગુનાનો ભેદ ઉકેલાયો
પકડાયેલા આરોપીઓમાં એક આરોપી નેપાળનો, એક ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ અને એક અમદાવાદનો છે. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે નેપાળી આ ગેંગ સાથે લૂંટ અને ધાડના ગુનાને રાત્રે અંજામ આપી દિવસે અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અમદાવાદના આનંદનગર, સરદારનગર, ચાંદખેડા, નરોડા, અને ગાંધીનગરના ઈન્ફોસિટી અને અડાલજ પોલીસ સ્ટેશનના લૂંટ, સ્નેચિંગ, મારમારી, ચોરી જેવા ગુનાઓમાં સામેલ હોવાથી આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. તેવામા આ ગુનામાં આરોપીઓ સાથે સામેલ અન્ય બે આરોપીઓ જેમાં કુલદિપ ઉર્ફે દિપુ તોમર અને સચિન વોન્ટેડ હોવાથી તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે.
- લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબ્જે કરાયો
આ મામલે ઝોન 7 LCB એ આરોપીઓ પાસેથી છરો, એપલનુ લેપટોલ, બે મોબાઈલ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે. તેવામાં આરોપીઓએ તેઓની સામે નોંધાયેલા 6 ગુના સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પુછપરછ શરૂ કરી છે.
Tags :
GujaratFirsthighwaysraidingmotoristsstoppingmotorists
Next Article