Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GCS હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લુડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિબળો પૈકી ઘણા પરિબળોને સમયસર ઓળખી તેને નિયંત્રિત કરવા
gcs હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ
છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લુડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. 
આ પરિબળો પૈકી ઘણા પરિબળોને સમયસર ઓળખી તેને નિયંત્રિત કરવાથી હૃદયરોગથી બચી શકાય છે. હૃદયરોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને સુરક્ષિત રીતે તપાસ અને સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 8 ઓક્ટોબર સુધી મફત કાર્ડીઓલોજી કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિઃશુલ્ક ઈ.સી.જી., ઇકો, બેઝીક લોહીની તપાસ, અન્ય તપાસ-ટેસ્ટ રાહતદરે કરી આપવામાં આવશે.
જીસીએસ હોસ્પિટલમાં હૃદય રોગની સુરક્ષિત રીતે તપાસ, સારવાર, ઓપરેશન માટે નિષ્ણાત કાર્ડીઓલોજીસ્ટસ ડો. જિત બ્રહ્મભટ્ટ, ડો. ઝીશાન મન્સૂરી અને ડો. રૂપેશ સિંઘલ તેમજ કાર્ડીઓથોરાસિક સર્જન ડો. અનિતેશ શંકરની ટીમ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ મળશે. અત્યાધુનિક કેથલેબ અને કાર્ડીઓથોરાસિક ઓપેરેશન થિયેટરથી સુસજ્જ કાર્ડિયાક વિભાગમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને પણ નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે જે સામાન્ય માણસની કોઈ પણ પ્રકારની હેલ્થકેર જરૂરિયાત પુરી કરવા સક્ષમ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
Advertisement
Tags :
Advertisement

.