Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્પેક્ટ્રમ ટેલિકોમના નામે છેતરપીંડી આચરનાર યુવક ઝડપાયો, માત્ર 76 ડોલરમાં આપતો અનલિમિટેડ પ્લાન

અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી સ્પેક્ટ્રમ ટેલીકોમ કંપનીની ઓળખ આપી ઈન્ટરનેટ અને અનલિમીટેડ કોલ માત્ર 76 ડોલરમાં  આપવાનું જણાવી છેતરપીંડી કરતો હતો.અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દિલીપ ચૌધરી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. આરોપી દિલીપ ટાઇટનિયમ
10:32 AM Sep 10, 2022 IST | Vipul Pandya
અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી સ્પેક્ટ્રમ ટેલીકોમ કંપનીની ઓળખ આપી ઈન્ટરનેટ અને અનલિમીટેડ કોલ માત્ર 76 ડોલરમાં  આપવાનું જણાવી છેતરપીંડી કરતો હતો.
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દિલીપ ચૌધરી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. આરોપી દિલીપ ટાઇટનિયમ હાઇટ્સમાં 114 નંબરની ઓફિસ ધરાવી કેપિટલ કેરના નામે બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. જેમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી કોઈપણ પ્રકારના ટેક્સ વિના માત્ર 76 ડોલરમાં ફાઇબર ઓપ્ટિકલ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ આપવાના બહાને છેતરપિંડી આચારતો હોવાનું ખુલાસો થયો છે. જે અંગે સાઇબર ક્રાઇમએ ગુનો નોધી આરોપી દિલીપ ચૌધરીની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમે આરોપી દિલીપ ચૌધરીની ઓફિસમાં રેડ કરી તેની પાસેથી એક લેપટોપ, એક કોમ્પ્યુટર, 6 મોબાઇલ, એક મેજિક જેક ડિવાઇસ, બે હાર્ડડિસ્ક, 5 POS મશીન, 9 સીમકાર્ડ કબજે કર્યા છે. સાથે સાથે અલગ અલગ બેંકોની 12 ચેકબુક અને 31 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબજે કર્યા છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે અમેરિકન નાગરિકો પાસેથી મેળવેલા રૂપિયા હવાલા તેમજ બીટકોઈન મારફતે મેળવતો હતો. જે અંગે સાઇબર ક્રાઇમએ વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી દિલીપની તપાસ કરતા વર્ષ 2014માં નવરંગપુરા પોલીસે છેતરપિંડી અને કોલ સેન્ટરના ગુનામાં તેની ધરપકડ કરી હોવાનું તેમજ તે હિસ્ટ્રીશીટર હોવાનું પણ સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઇમએ આરોપી કોની કોની સાથે જોડાયેલો છે અને હવાલાના રૂપિયા મેળવવામાં કોની મદદ લેતો હતો તે અંગે તપાસ તેજ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
Tags :
GujaratFirstSpectrumTelecom
Next Article