Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રીની હાલત ગંભીર, ચેન્નઈમાં સારવાર હેઠળ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાને નાદુરસ્ત તબિયતના કારણે ચેન્નઇ ખસેડવામાં આવ્યા છે.જોષીયારા 1 મહિનાથી કોરોના સંક્રમિત થયા હતા અને સ્થાનિક સારવાર બાદ તેમને અમદાવાદની CIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પણ ૧૦ દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ તબિયતમા કોઈ સુધારો નહિ આવતા અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવાયા છે. તેમના ફેફસાં કામ ન કરી શકતા તેમને એર એમ્àª
રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રીની હાલત ગંભીર  ચેન્નઈમાં સારવાર હેઠળ
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાને નાદુરસ્ત તબિયતના કારણે ચેન્નઇ ખસેડવામાં આવ્યા છે.જોષીયારા 1 મહિનાથી કોરોના સંક્રમિત થયા હતા અને સ્થાનિક સારવાર બાદ તેમને અમદાવાદની CIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પણ ૧૦ દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ તબિયતમા કોઈ સુધારો નહિ આવતા અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવાયા છે. તેમના ફેફસાં કામ ન કરી શકતા તેમને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નઈ ખસેડાયા છે. જ્યાં એકમો ટેકનિકથી તેમની સારવાર કરાશે.જે સારવાર અંદાજિત 1 માસ સુધી ચાલશે.
ચેન્નઇની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 
ડો. અનિલ જોશીયારાને ચેન્નઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યાં દેશના ટોચના ફેફસાંના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.કે.આર. બાલક્રિષ્નન અને તેની ટીમે સારવાર કરી રહી છે. કોરોના મહામારીમાં દર્દીઓ માટે ECMO(એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન) ટેકનિકનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ECMO એક લાઇફ સપોર્ટ સિસ્ટમ છે. જેમાં એક આર્ટિફિશિયલ હાર્ટ અને ફેફસાંની જોડી બહારથી કામ કરે છે. જ્યારે દર્દીના ફેફસાં અને હ્રદય કામ કરવાનું બંધ કરી દે ત્યારે આ સિસ્ટમ બહારથી કામ કરે છે. આ મશીન મારફતે બ્લડમાંથી કાર્બન ડાયોક્સાઇડને હટાવીને બ્લડમાં શુદ્ધ ઓક્સિજન ભરે છે. આ સારવાર અંદાજિત એક મહિના સુધી ચાલે છે જેમાં અંદાજિત 50 થી 70 યુનિટ બ્લડની જરૂર દર્દીને પડતી હોય છે.  
જાણો કોણ છે અનિલ જોશીયારા?
ડૉ.અનિલ જોશીયારાની રાજકીય કારકિર્દીનો ઉદય વર્ષ 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995 થી 1997 સુધી આરોગ્ય મંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998 થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.