Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં સૌપ્રથમવાર શરીરના વિવિધ સાંધાના દુ:ખાવાની સર્જરી-ટાંકા વિના ઉપલ્બધ થઈ

જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલાથી ઘૂંટણ, કોણી, ખભો અને પગની એડી સહિત શરીરના( BODY)વિવિધ સાંધાના દુખાવાની (Joint pain)સર્જરી-ટાંકા વિના ઉપલ્બધ થઈ શક્ય બની છે. આ ટેકનોલોજીની મદદથી  વેરિકોઝ વેઇન અને યુટ્રાઇન ફાઇબ્રોઇડ એન્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલિઝમની સારવાર પણ શક્ય છે. આ  સારવાર માટે દર્દી સવારે દાખલ થઇને સારવાર બાદ સાંજે ઘરે જઈ શકે છે.બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલના (Bankers Vascular Hospital) ડાયરેàª
ગુજરાતમાં સૌપ્રથમવાર શરીરના વિવિધ સાંધાના દુ ખાવાની સર્જરી ટાંકા વિના ઉપલ્બધ થઈ
જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલાથી ઘૂંટણ, કોણી, ખભો અને પગની એડી સહિત શરીરના( BODY)વિવિધ સાંધાના દુખાવાની (Joint pain)સર્જરી-ટાંકા વિના ઉપલ્બધ થઈ શક્ય બની છે. આ ટેકનોલોજીની મદદથી  વેરિકોઝ વેઇન અને યુટ્રાઇન ફાઇબ્રોઇડ એન્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલિઝમની સારવાર પણ શક્ય છે. આ  સારવાર માટે દર્દી સવારે દાખલ થઇને સારવાર બાદ સાંજે ઘરે જઈ શકે છે.
બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલના (Bankers Vascular Hospital) ડાયરેકટર ડો.મોહલ બેન્કર(Mohal Banker) જણાવે છે કે  ઘુંટણ, કોણી, ખભો અને પગની એડી સહિત શરીરના વિવિધ સાંધાની તકલીફમાં હવે સર્જરી કે ટાંકા લેવાની જરૂર નથી.  જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલાથી ટાંકા અને સર્જરી વિના સારવારથી દર્દી દર્દ મુક્ત બની શકે છે અને ઓરીજનલ તેના શરીરના પાર્ટસ સાથે જ તે દર્દ મુક્ત જીવન જીવી શકે છે. 
ગુજરાતમાં સૌ પ્રથમ જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલા
સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ આ સારવાર બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલમાં  શરૂ કરવામા આવી છે. જેનો 500થી વધુ દર્દીએ લાભ લઇને દર્દમુક્ત બન્યાં હોવાનુ તબીબો જણાવી રહ્યા છે.  તેમજ છે. આ ટેકનીક જાપાનીઝ વેરિકોઝ વેઇનની સારવાર તાજેતરમાં બોલીવુડની હિરોઇન તાપસી પન્નુએ કરાવ્યાં બાદ વધુ પ્રચલિત થઇ છે, પરંતુ, અમે આ સારવાર ઘણાં વર્ષોથી કરીએ છીએ અને ઘણાંય દર્દીને સારવારથી સ્વસ્થ કર્યા છે. સર્જરી કરતાં જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલાથી થતી સારવારનો ખર્ચ 50 ટકા જેટલો ઓછો થતાં હોવાથી દર્દીના સમય અને નાણાંનો બચાવ થતો હોવાનુ તબીબો જણાવે છે. તેમજ વેરીકોઝ વેઇનની તકલીફમાં કોઇ પણ કાપો કે ટાંકા વિના અત્યાધુનિક ટેકનીક ઉપલબ્ધ છે.  આ સંદર્ભમાં 20 નવેમ્બરના રોજ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ દ્વારા હેલ્થ ઓન હોસ્પિટલ ખાતે મેજીકલ ફોર્મ્યુલા-2022 કોન્ફરન્સ યોજાશે. જેમાં વિશ્વ વિખ્યાત જાપાનના ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ ડો. કેઇશી ફુઝીકાવા સહિત નિષ્ણાત ડોકટરો ઉપસ્થિત રહેવાના છે. 
20 નવેમ્બરે મેજીકલ ફોર્મ્યુલા-2022 કોન્ફરન્સ યોજાશે
કોન્ફરન્સમાં જોઇન્ટ પેઇન અને વેરીકોઝ વેઇન્સ વિષે વિવિધ વિભાગના ડોકટર્સને જાણકારી આપવામાં આવશે. પુરુષોમાં થતી પ્રોસ્ટેટની તકલીફમાં પ્રોસ્ટેટની લેસર કે રોબોટીક સર્જરી કરાય છે. પરંતુ,મેજીકલ ફોર્મ્યુલાથી કરાતી સારવારથી સર્જરી ટાળી શકાય છે, તેમજ દર્દી એક જ દિવસમાં ઘરે જઇ શકે છે. એટલું જ નહિ, સર્જરી કરતાં ત્રીજા ભાગના ખર્ચમાં સારવાર થઇ શકે છે, જેથી દર્દીના સમય અને નાણાં બચાવ થાય છે તેવુ તબીબો જણાવી રહ્યા છે. તબીબોના મતે સામાન્ય રીતે થતી પ્રોસ્ટેટની સર્જરીમાં પ્રોસ્ટેટને બહાર કાઢી નાંખવામાં આવે છે. જયારે અમારી આ ટેકનીકમાં પ્રોસ્ટેટને લોહી પહોંચાડતી લોહીની નળીને તેમાંથી કેટલીક લોહીની નળીને બ્લોક કરી નંખાય છે, જેથી પ્રોસ્ટેટની સાઇઝ નાની થઇ જાય છે, અને દર્દીને ફરીથી તકલીફ થતી નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.