કોરોનાકાળમાં દવાઓ, ઇન્જેક્શનનો સંગ્રહ ન કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશનની વોર્નિંગ, હાલ સ્થિતિ નિયંત્રણમાં
ચાઇના અને USAની અંદર મોટા પ્રમાણમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના ગયો નથી તે સ્પષ્ટ છે. સીઝન બદલાય છે તે પ્રમાણે વાયરલ થતા હોય છે ત્યારે સાવચેતી રાખવી જરૂરી બને છે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલનું કહેવું છે પરંતુ પહેલી અને બીજી લહેર વખતે ઇન્જેક્શન અને દવાઓની સંગ્રહ કરી ખૂબ વધી હતી તે ન કરવા લોકોને પ્રમુખે અપીલ કરી છે..ગાઈડલાઈનનું ઉલ્લંઘન ભારે પડી શકેગુજàª
ચાઇના અને USAની અંદર મોટા પ્રમાણમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના ગયો નથી તે સ્પષ્ટ છે. સીઝન બદલાય છે તે પ્રમાણે વાયરલ થતા હોય છે ત્યારે સાવચેતી રાખવી જરૂરી બને છે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલનું કહેવું છે પરંતુ પહેલી અને બીજી લહેર વખતે ઇન્જેક્શન અને દવાઓની સંગ્રહ કરી ખૂબ વધી હતી તે ન કરવા લોકોને પ્રમુખે અપીલ કરી છે..
ગાઈડલાઈનનું ઉલ્લંઘન ભારે પડી શકે
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલ જણાવે છે કે, અનેક દેશોમાં કોરોનાના કેસ વધતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે વેક્સિનેશન સારા પ્રમાણમાં થયું છે. બુસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યા છે તેમને કોરોનાની અસર ઓછી થશે. સરકાર પૂરતા પ્રીકોશનના પગલાં લઈ રહી છે તેટલી જ પબ્લિકે પણ સાથ આપવાની જરૂર છે નહિતર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવું ભારે થઈ પડશે.
દવાનો સંગ્રહ નહી કરવા અપીલ
ઓલ ઇન્ડિયા કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન પાસે નવ લાખ ચાલીસ હજાર મેમ્બર છે. કંપનીના ગોડાઉનમાં ત્રણ મહિનાનો દવાનો સ્ટોક છે અને રિટેલર પાસે પણ એક થી દોઢ મહિનાનો સ્ટોક હોય છે. જશુભાઈ નું કહેવું છે કે ગઈ વખતે પણ દવાની અછત ન હતી પરંતુ લોકો સંગ્રહખોરી કરતા હતા અને કાળાબજારી કરતા લોકો પણ પકડાયા હતા. પૂરતો જથ્થો છે તેથી સંગ્રહ ન કરવા એસોસિયેશન દ્વારા અપીલ કરાઈ છે. આખી દુનિયાને હિન્દુસ્તાન દવા પૂરી પાડે છે તેથી તેની અછત નથી પરંતુ સંગ્રાહકોની ન કરવા અશોષણ દ્વારા કહેવામાં આવ્યું છે..
સરકાર સાથે એસોસિએશન
જશુભાઈ એ કહ્યું છે કાળા બજારીયા અને દવાનું ડુપ્લિકેશન કરતા લોકોને ઉઘાડા પાડવા એસોસિયેશન કટિબદ્ધ છે અને સરકારને પણ જ્યાં જરૂર પડશે ત્યાં એસોસિયેશન ખડે પગે ઊભું રહેશે. રેમિડસેવર જેવા ઇન્જેક્શન નો ખોટો વેપાર નહીં ચલાવી લેવાય. તેથી ખોટી રીતે સંગ્રહ ન કરવો દવા અંતે એક્સપાયર પણ થતી હોય છે અને નુકસાન પણ વેપારીએ ભોગવવું પડે છે. અને ત્યાં સુધી જરૂરિયાતમંદ લોકોએ ભોગવવું પડે છે.
લોકો નિયમનું પાલન કરે
સીઝન બદલાય છે તે મુજબ વાયરલ ઇન્ફેક્શન ના કેસો વિશેષ થઈ રહ્યા છે. એટલે કોરોના છે કે કેમ તે ખ્યાલ ન આવે એટલે તપાસ કરાવવી જેથી અન્ય લોકોને ચેપ ન લાગે. સંક્રમણ અટકે અને સરકારી ગાઈડલાઈનનું પાલન લોકો કરે તે ખૂબ જરૂરી છે. જશુબેન નું કહેવું છે કે ડરવાની જરૂર નથી પરંતુ ગાઈડલાઈનનું પાલન કરે લોકો તે ઘણું મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો - જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછા ખર્ચમાં થશે સાકાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement