અમદાવાદ શહેરની 22 NGO સાથે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકએ શાહીબાગ ખાતે બેઠક યોજી
લોકો માટે સરળ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત સેવા સહિત NGO સાથે પુરવઠા નિયંત્રકની બેઠક થઈ, NGOઓએ નવા બારકોડ રેશનકાડઁ બનાવવા NFSA યોજના હેઠળ શ્રમિક તેમજ બાંધકામ યોજના સાથે સંકડાયેલ અને વિસ્થાપિત જરુરિઆતમંદ પરિવારો ને તાકીદે અન્ન સુરક્ષા યોજના હેઠળ સરળતા થી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યા.ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાંવધુમાં સંસ્થાઓએ જણાવ્યું કે જે NFSA રેશનકાર્ડ સાયલન્ટ થયા હોય અà
04:31 PM Feb 17, 2023 IST
|
Vipul Pandya
લોકો માટે સરળ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત સેવા સહિત NGO સાથે પુરવઠા નિયંત્રકની બેઠક થઈ, NGOઓએ નવા બારકોડ રેશનકાડઁ બનાવવા NFSA યોજના હેઠળ શ્રમિક તેમજ બાંધકામ યોજના સાથે સંકડાયેલ અને વિસ્થાપિત જરુરિઆતમંદ પરિવારો ને તાકીદે અન્ન સુરક્ષા યોજના હેઠળ સરળતા થી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યા.
ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
વધુમાં સંસ્થાઓએ જણાવ્યું કે જે NFSA રેશનકાર્ડ સાયલન્ટ થયા હોય અને ત્રણ માસ કે તેથી વધુ સમયથી બંધ રહેલા રેશનકાર્ડ ચાલુ કરાવવા, રેશનકાર્ડ ધારકો ને કોઈ હાડમારી ના પડે તે માટે પુરવઠા વિભાગ હકારાત્મક અભિગમ દાખવે તેવી માગણી અને લાગણી સંસ્થાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર ના એડીશનલ કલેક્ટર અને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક જશવંત જેગોડા તેમજ નાયબ નિયંત્રક મૃણાલદેવી ગોહિલ તેમજ મદદનીશ નિયંત્રક ની સાથે મદદનીશ પુરવઠા નિયામકો અને ઝોનલ ઓફિસરો તેમજ રાજ્ય સરકાર અન્ય વિભાગો ના અધિકારીઓ સાથે ગાંધીનગર ના ઉચ્ચ અધિકારી ઓ આ બેઠક મા હાજર રહ્યા હતા.
કેમ્પ યોજવા રજૂઆતો
મહાનગર ની NGO ના પ્રતિનિધિઓએ શહેરના તમામ ઝોન મા બારકોડ રેશનકાર્ડ તેમજ NFSA યોજના હેઠળ ના કેમ્પ પુરવઠા વિભાગ સાથે સંકલન કરી યોજવા પણ રજુઆતો કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સસ્તા અનાજની દુકાનોમાં સડેલા અનાજ અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં રેસિંગની દુકાનમાં મળતી તુવેરની દાળ સડેલી હાલતમાં, જીવાત સાથે મળતા ગ્રાહકોમાં રોશ ફેલાયો હતો ત્યારે હવે પુરવઠા તંત્ર હરકતમાં આવ્યા બાદ ફરી પુરવઠા તંત્ર દ્વારા હવે NGOને નવા બારકોડ રેશનકાડઁ બનાવવા NFSA યોજના હેઠળ શ્રમિક તેમજ બાંધકામ યોજના સાથે સંકડાયેલ અને વિસ્થાપિત જરુરિઆતમંદ પરિવારો ને તાકીદે અન્ન સુરક્ષા યોજના હેઠળ સરળતા થી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યા.
જણાવી દઈએ કે, ખોખરા વિસ્તારના સામાજિક કાર્યકર નરેન્દ્ર ગોસ્વામીએ આઠ મહિના અગાઉ ઘઉમાં જીવાત અને કચરો પુષ્કળ આવતો હોવાની ફરિયાદ કરી હતી. જેમાં ઘઉંમાં પુષ્કળ કચરો અને જીવાત આવી રહી છે પરંતુ તેનું સોલ્યુશન થયું નહીં. ખોખરાના રહેવાસી નરેન્દ્ર ગોસ્વામી દ્વારા કરવામાં આ ફરિયાદ કરવામાં આવી હતી તેના આઠ મહિના બાદ પણ અનાજમાં કચરો આવતો હોવાનું સામે આવ્યું છે. તુવેરમાં જીવાત અને પુષ્કળ કચરો આવતા ફરીવાર પુરવઠા વિભાગ વિવાદમાં આવ્યું છે. તેમનું કહેવું છે કે અવારનવાર રજૂઆત છતાં ભ્રષ્ટ અધિકારીઓ સડેલું અનાજ મોકલી રહ્યા છે. જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો અને કલાકોમાં જ તેની ધારદાર અસર જોવા મળી. સડેલી જીવાત વાળી તુવેર દાળ ના અહેવાલ બાદ પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article