Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાકાળ બાદ શહેરમાં યોજાશે અનોખો ફ્લાવર શો, જોવા મળશે આ વિશેષતા

કોરોનાકાળ બાદ બે વર્ષ પછી શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2.50 કરોડના ખર્ચે સુંદર ફ્લાવર શો (Ahmedabad Flower Show) બનાવામાં આવશે. જેમાં 1 કરોડથી વધુના પ્રજાતિના ફ્લાવરથી અદ્ધભૂત સ્કલ્પચર બનાવામાં આવશે. આઝાદી અમૃત મોહોત્સવ તેમજ G20, સ્પોર્ટ્સ અને ભગવાન અને ઋષિમુનિના સ્કલ્પ્ચર પણ તૈયાર કરવામાં આવશે.ફ્લાવર શૉમાં બહારના દેશમાંથી લાવેલા એમરન ફર્સ્ટ એન્ડ કેલાલીલીના ફ્લાવરનું બિયારણ
કોરોનાકાળ બાદ શહેરમાં યોજાશે અનોખો ફ્લાવર શો   જોવા મળશે આ વિશેષતા
કોરોનાકાળ બાદ બે વર્ષ પછી શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2.50 કરોડના ખર્ચે સુંદર ફ્લાવર શો (Ahmedabad Flower Show) બનાવામાં આવશે. જેમાં 1 કરોડથી વધુના પ્રજાતિના ફ્લાવરથી અદ્ધભૂત સ્કલ્પચર બનાવામાં આવશે. આઝાદી અમૃત મોહોત્સવ તેમજ G20, સ્પોર્ટ્સ અને ભગવાન અને ઋષિમુનિના સ્કલ્પ્ચર પણ તૈયાર કરવામાં આવશે.
ફ્લાવર શૉમાં બહારના દેશમાંથી લાવેલા એમરન ફર્સ્ટ એન્ડ કેલાલીલીના ફ્લાવરનું બિયારણ લાવી અહીં ઉગાડવામાં આવ્યા છે. જેના વિવિધ કલર પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. બીજી તરફ 2 વર્ષ બાદ શરુ થતા ફ્લાવર શૉનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. તમામ લોકોને પ્રવેશ માટે 30 રૂપિયાની ફી રાખવામાં આવી છે. 31 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
શું શું વેશેષતાઓ હશે આવો જાણીએ...
  • મહેંદી માંથી બનાવેલ ઓલમ્પિકનું સંક્લ્પચર 
  • જી20 થીમ આધારિત સ્કલ્પચર 
  • આઝાદી અમૃત મોહોત્સવ થીમ બેઝ શૉ 
  • 200 ફૂટ લાંબી ગ્રીન વોલ 
  • ફ્લાવર લવ પોટ 
  • 20 વધુ સેલ્ફી પોઇન્ટ 
  • જુદી જુદી સાઈઝમાં ફ્લાવર ટાવર 
  • વાઈલ્ડ લાઈફ પર સ્કલ્પચર 
  • વેજિટેબલ એન્ડ ફ્રુટ્સના રોપા 
  • હનુમાનજીની પ્રતિકૃતિ, ઋષિ ના સ્કલ્પચર 
  • ફૂલોથી બનેલ આકર્ષણ ગેટ 
આ તમામ પ્રકાર ના આકર્ષણના કેન્દ્રો લોકો માટે ઉભા કરવામાં આવશે. બે વર્ષ બાદ લોકોને નવા નજરાણા જોવા મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.