Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં ફરી લાગી મોતની આગ, બાળકી મદદ માંગતી રહી પણ કોઈ જીવ ન બચાવી શક્યું, Video

વર્ષની શરૂઆતમાં જ શહેરમાં ત્રીજી મોતની આગનો બનાવ બન્યો છે. શાહીબાગના ગીરધરનગરમાં આવેલા ઓર્ચીડ ગ્રીન ફ્લેટમાં આજે સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. B બ્લોકના સાતમા માળે ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં આગ લાગતા ફાયરની ગાડી તો આગ પર કાબુ મેળવા માટે પોંહચી હતી.ફાયર ફાઈટરની સીડી સમયે જ ના ખુલીપ્રત્યેક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ફાયર ફાઈટર નીચેથી જ પાણીનો છટકાવ કરતી હતી સાથે જ ફાયàª
09:09 AM Jan 07, 2023 IST | Vipul Pandya
વર્ષની શરૂઆતમાં જ શહેરમાં ત્રીજી મોતની આગનો બનાવ બન્યો છે. શાહીબાગના ગીરધરનગરમાં આવેલા ઓર્ચીડ ગ્રીન ફ્લેટમાં આજે સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. B બ્લોકના સાતમા માળે ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં આગ લાગતા ફાયરની ગાડી તો આગ પર કાબુ મેળવા માટે પોંહચી હતી.
ફાયર ફાઈટરની સીડી સમયે જ ના ખુલી
પ્રત્યેક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ફાયર ફાઈટર નીચેથી જ પાણીનો છટકાવ કરતી હતી સાથે જ ફાયર વિભાગના ફાયર ફાઈટરમાં રહેલી સીડી ન ખૂલતા સાતમે માળે ગેલેરીમાં બેઠેલી દિકરીનો જીવ બચાઈ લેવાયો હોત. મહેનત કર્યા બાદ અને લાંબા સમય ગયા બાદ સાતમા માળ સુધી પાણી પહોંચી શક્યું પરંતુ ફ્લેટમાં ફસાયેલી 17 વર્ષની દિકરી નો  જીવ ના બચી શક્યો. માં બાપથી દૂર રહેતી 17 વર્ષની દિકરી આગમાં દાઝી જવાના કારણે જીવ ગુમાવ્યો છે.
12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી
શાહીબાગમાં આવેલા ગિરધરનગરમાં ઓર્ડચીન્ડ ગ્રીન ફ્લેટમાં B બ્લોકમાં સાતમાં માળે પ્રાંજલ જીરાવાલા નામની 17 વર્ષની સગીરા તેના કાકા, કાકી અને તેમના 2 દીકરા સાથે રહતી હતી. પ્રાંજલના માતા પિતા થોડા સમય અગાઉ જ અમદાવાદથી સુરત શિફ્ટ થયા હતા. પ્રાંજલ બારમા ધોરણમાં ભણતી હોવાથી તેના કાકા કાકી સાથે અમદાવાદ રહેતી હતી. પ્રાંજલ માર્ચ મહિનામાં આવનાર બોર્ડની પરીક્ષા માટે તૈયારી પણ કરી રહી હતી.
આગ રૂમમાં લાગતા બાળકી ગેલેરીમાં બેસી ગઈ
સવારે વહેલા સ્કૂલ જવાના સમયે જ ઘરમાં એકાએક આગ લાગી હતી. સવારના 7 વાગ્યાની આસપાસ આગનો બનાવ બન્યો હતો ત્યારબાદ આગ આખા ઘરમાં પ્રસરી હતી અને ઘરનું ફર્નિચર બળીને ખાક થઇ ગયું હતું. પ્રાંજલ જે રૂમમાં હતી તે રૂમમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને બચાવવા માટે તેના ઘર માં હાજર વ્યક્તિઓ એ પણ પ્રયાસ કર્યો હતો. પ્રાંજલ પણ તેનો જીવ બચાવવા માટે રૂમમાં આગ લગતા ગેલેરી માં બેસી ગઈ હતી.
મદદ માટે બુમો મારતી રહી
પ્રાંજલ રૂમની ગેલેરીમાં પહોંચી હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પ્રાંજલ બાલ્કનીમાં જ બેસી ગઈ હતી. મદદ માટે બૂમો પડી તેના હાથમાં પણ ફોન દેખાઈ રહ્યો છે કદાચ તે ફોન થી પણ મદદની માંગ કરી રહી હતી. આસપાસના લોકોએ પણ બુમાં બૂમ કરતા સમગ્ર ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. જોકે પ્રાંજલના કાકી અને તેમના બે દીકરા જીવ બચાવીને નીચે જતા રહ્યા હતા.
ફાયર ટીમ પહોંચે ત્યાં સુધીમાં બાળકી બેભાન થઈ ગઈ
ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પોહચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ આગ સાતમા માળે લાગી હતી જ્યાં સુધી પાણીનો છંટકાવ કરવો શક્ય ન હતો. અહીં જો ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટરમાં રહેલ સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ગેલેરી માં બેઠેલી દીકરીનો જીવ બચાવી શકાત એક બાદ એક 15 ગાડી પહોંચતા અંતે સાતમા માળ સુધી પાણી પહોંચ્યું અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી પ્રાંજલ બેભાન થઈને બાલ્કનીમાં પડી હતી.
108 મારફત હોસ્પિટલમાં ખસેડાઈ
જયારે આગ પર કાબુ મેળવામાં આવ્યો ત્યાં સુધી આગ એ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ઘરને આગની જપેટમાં લઇ લીધું હતું. આગમાં પ્રાંજલ એકલી ગેલેરીમાં ફસાઈ ગઈ હતી. જેનો જીવ બચવાનો પ્રયાસ કરવા છતા તેનો જીવ બચાઈ શક્યા નહિ. તેને ફાયરના જવાનો દ્વારા કપડામાં વીંટીને 108ની મદદ દ્વારા રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી..પરંતુ હોસ્પિટલ પોહ્ચ્તા પેહલા જ તે ઝિંદગી હારી ગઈ હતી...
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત
હોસ્પિટલ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે પ્રાંજલ ને જયારે હોસ્પિટલ લાવવા માં આવી ત્યારે તે આખી  જ બળી ગઈ હતી તેના શરીર ના તમામ અંગ દાજી ગયા હતા..અને હોસ્પિટલ લાવતા પેહલા જ તેને જીવ છોડી દીધો હતો. હાલ માં તો ઘર માં શોક નું મોજુ ફેરવાઈ ગયું છે. પ્રાંજલ ના માતા પિતા પણ રાજસ્થાન થી અમદાવાદ આવા નીકળી ગયા છે..થોડા સમય બાદ પ્રાંજલ નું પોસ્ટમોટર્મ કરી ને પરિવાર ને તેનો મૃતદેહ સોંપવામાં આવશે. ઉલ્લખનીય છે કે અનેક વખત હાઈરાઇઝ બિલ્ડીંગ માં આ પ્રકારે જ આગ નો બનાવ બને છે પરંતુ પૂરતી વ્યવસ્થા ના અભાવે લોકો ને જીવ ગુમાવાનો વારો આવે છે.
આ પણ વાંચો - કાંઝાવાલા કેસઃ અંજલિની મિત્ર નિધિ ગાંજો સપ્લાય કરતી હોવાનો ઘટસ્ફોટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentAhmedabadFireBrokeOutGirdharnagarGujaratFirstGujaratiNewsShahibaug
Next Article