Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસી જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું. પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મ અને તખ્તાના સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી મનોજ જોષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગત સાથે સંકળાયેલા આમંત્રિતો આ લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યà
ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસી જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું. પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મ અને તખ્તાના સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી મનોજ જોષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગત સાથે સંકળાયેલા આમંત્રિતો આ લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આ સિનેમેટીક ફિલ્મ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ક્હ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમાં દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિશ્વના રોકાણકારો, વયસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણથી આત્મ નિર્ભર ભારત માટે આ પોલિસી ઉપયુક્ત બનશે. તેમણે કહ્યું કે, આ પોલિસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે. તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે. આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ. 1022 કરોડના ચાર એમઓયુ પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમઓયુ કર્યા હતા.
Advertisement

Tags :
Advertisement

.