અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં સાન્તાક્લોઝ સાથે મારામારી બાદ હોબાળો
કાંકરિયા કાર્નિવલમાં સાન્તાક્લોઝ સાથે મારામારીસાન્તાક્લોઝ બનીને આવેલાને દોડાવી દોડાવીને માર્યાખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હોવાનો આરોપલાફાવાળી થતાં જ સાન્તાક્લોઝ બનેલા લોકો ભાગ્યાકાંકરિયા પ્રાણી સંગ્રહાલયના એન્ટ્રી ગેટ પાસેની ઘટનાબજરંગ દળના લોકો દ્વારા મારામારી કરાયાનો આરોપમારામારીની સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામેઅમદાવાદ (Ahmedabad)ના કાંકરીયા કાર્નિવલ (Kankaria Carnival)માં સાન્à
Advertisement
- કાંકરિયા કાર્નિવલમાં સાન્તાક્લોઝ સાથે મારામારી
- સાન્તાક્લોઝ બનીને આવેલાને દોડાવી દોડાવીને માર્યા
- ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હોવાનો આરોપ
- લાફાવાળી થતાં જ સાન્તાક્લોઝ બનેલા લોકો ભાગ્યા
- કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના એન્ટ્રી ગેટ પાસેની ઘટના
- બજરંગ દળના લોકો દ્વારા મારામારી કરાયાનો આરોપ
- મારામારીની સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે
અમદાવાદ (Ahmedabad)ના કાંકરીયા કાર્નિવલ (Kankaria Carnival)માં સાન્તાક્લોઝ સાથે મારામારી થઇ હોવાનો વીડિયો વાયરલ થયો છે. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતાં હોવાની શંકાના આધારે કેટલાક લોકોએ સાન્તાક્લોઝ બનેલા યુવકો સાથે મારામારી કરી હોવાનો આરોપ લગાવાયો છે.
કાંકરિયા કાર્નિવલમાં સાન્તાક્લોઝ બનેલા યુવકો સાથે મારામારી
અમદાવાદમાં કાંકરીયા લેક પર યોજાઇ રહેલા કાંકરિયા કાર્નિવલમાં સાન્તાક્લોઝ બનેલા યુવકો સાથે કેટલાક લોકોએ મારામારી કરી ઉગ્ર બોલાચાલી કરી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એમ કહેતા સાંભળવા મળે છે કે તમે અહીં ધર્મનો ફેલાવો કરવા આવ્યા છો અને તેમ કહી માર માર્યો હતો. લોકોએ દોડાવી દોડાવીને માર માર્યો હોવાનું જાણવા મળે છે. લાફાવાળી થતાં જ સાન્તાક્લોઝ બનેલા યુવકો ભાગ્યા હતા.
પ્રાણી સંગ્રહાલય પાસેના એન્ટ્રીગેટ પાસે આ ઘટના બની
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસેના એન્ટ્રીગેટ પાસે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. બજરંગદળના લોકોએ માર માર્યો હોવાનો આરોપ લગાવાયો છે. લોકોને અહીં ધર્મના પુસ્તકો અપાતા હોવાનો પણ આરોપ લગાવાયો છે. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરાતો હોવાના આરોપ લગાવીને કાંકરિયા કાર્નિવલમાં લાફાવાળી કરવામાં આવી હતી. બજરંગ દળના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરતાં મામલો તંગ બની ગયો હતો અને લોકો ભેગા થઇ ગયા હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે.
આ પણ વાંચો--અમદાવાદમાં હોસ્પિટલમાં આગથી દંપતીનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.