Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નહીં મળે હાલના DGPને એક્સટેન્શન, જાણો કોણ હશે નવા DGP

IPS અધિકારીઓના પ્રમોશન અપાશેનવા ડીજીપીની જાહેરાત પહેલા જ આઈપીએસ અધિકારીઓએ અપાઈ શકે છે પ્રમોશનવર્ષ 1991 થી 1995 બેચના આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાશેગત અઠવાડિયે જ પ્રમોશન માટે ડીપીસી બેઠક યોજાઈ ગઈ હતી1991 બેચમા શમશેરસિંઘ અને મનોજ અગ્રવાલને આવી શકે છે પ્રમોશન1992 બેન્ચ ના ડો કે એલ એન રાવ ને અપાય શકે છે પ્રમોશન1993 ના બેન્ચના નિરજા ગોટરુ અને એચ એન પટેલને અપાશે પ્રમોશન1995 બેન્ચના રાજુ ભાર્ગવ, અનà
નહીં મળે હાલના dgpને એક્સટેન્શન  જાણો કોણ હશે નવા dgp
  • IPS અધિકારીઓના પ્રમોશન અપાશે
  • નવા ડીજીપીની જાહેરાત પહેલા જ આઈપીએસ અધિકારીઓએ અપાઈ શકે છે પ્રમોશન
  • વર્ષ 1991 થી 1995 બેચના આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાશે
  • ગત અઠવાડિયે જ પ્રમોશન માટે ડીપીસી બેઠક યોજાઈ ગઈ હતી
  • 1991 બેચમા શમશેરસિંઘ અને મનોજ અગ્રવાલને આવી શકે છે પ્રમોશન
  • 1992 બેન્ચ ના ડો કે એલ એન રાવ ને અપાય શકે છે પ્રમોશન
  • 1993 ના બેન્ચના નિરજા ગોટરુ અને એચ એન પટેલને અપાશે પ્રમોશન
  • 1995 બેન્ચના રાજુ ભાર્ગવ, અને આર બી બ્રહ્મભટ્ટ ને અપાઇ શકે છે પ્રમોશન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાઇ હતી તે પહેલા પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પૂર્વે સરકારે IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપ્યું હતું. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં નવી સરકાર બની ગઇ છે જે બાદ હવે IPS અધિકારીઓના પ્રમોશન માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. જોકે, આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
આ IPS અધિકારીઓને અપાઈ શકે છે પ્રમોશન
રાજ્યના DGP આશિષ ભાટિયા નજીકના સમયમાં રિટાયર્ડ થવાના છે, તે પહેલા જ IPS અધિકારીઓના પ્રમોશન અંગે તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરતમાં વર્ષ 1991થી 1995ની બેચના અધિકારીઓને પ્રમોશન મળે તેવી શક્યતાઓ છે. ગત અઠવાડિયે પ્રમોશન માટે DCP ની બેઠક યોજાઇ હતી જેમાં આ બાબતે ચર્ચા થઈ હોવાનું સૂત્રો માહિતી આપી હતી. રાજ્યના DGP રિટાયર્ડ થાય તે પહેલા  સૂત્રો જણાવી રહ્યા છે કે, 1991 બેચના શમશેરસિંહ, મનોજ અગ્રવાલ, 1992 બેચના ડૉ.કે.એલ.એન રાવ, 1993 બેચના નીરજા ગોટરું, એચ.એન પટેલ, 1995 બેચના રાજુ ભાર્ગવ અને આર.બી બ્રહ્મભટ્ટને પ્રમોશન આપવામાં આવી શકે છે.  મહત્વનું છે કે, શંમશેરસિંઘનું ગુજરાત પોલીસમાં બહુ મોટું નામ છે.  

રાજ્યના નવા DGP મા કોનું નામ છે સૌથી ચર્ચામાં
રાજ્યના પોલીસ વડા થોડા દિવસોમાં રિટાયર્ડ થાય તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. ત્યારે તેમના રિટાયર્ડ બાદ કોણ નવા પોલીસ વડા બનશે તે સવાલ પણ ચર્ચામાં આવ્યો છે. સૂત્રોની માનીએ તો નવા DGP તરીકે તાજેતરના અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જોકે, માહિતી મુજબ સંજય શ્રીવાસ્તવ આ વર્ષમાં જ નિવૃત્ત થાય છે. વળી એવું પણ ચર્ચામાં છે કે, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. DGP આશિષ ભાટિયાને બે વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે ત્યારે શું એકવાર ફરી તેમને એક્સટેન્શન આપવામાં આવે છે કે કેમ તે પણ આવનારા સમયમાં જોવું રહ્યું. જોકે, તેમને ફરી એકવાર એક્સટેન્શન મળે તેની સંભાવના ઓછી જ છે. જો તેઓ નજીકના ભવિષ્યમાં નિવૃત્ત થાય છે તો અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ઉપરાંત અજય તોમર, વિકાસ સહાય અને અતુલ કરવાલના નામની પણ ચર્ચાઓ થઇ રહી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.