ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

શહેરમાં રોગચાળાએ ભરડો લીધો, સ્વાઇન ફ્લુ, મેલેરિયા અને કમળાના દર્દીઓનો વધારો

વરસાદી ઋતુમાં અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં આ ઋતુમાં શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જુલાઈ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લાં એક મહિનાની અંદર AMC ના ચોપડે સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા વધી છે. આજે  અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે.  પાણીજન્ય અને મચ્છરજન્ય રોગàª
12:19 PM Aug 02, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
વરસાદી ઋતુમાં અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં આ ઋતુમાં શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જુલાઈ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લાં એક મહિનાની અંદર AMC ના ચોપડે સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા વધી છે. આજે  અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે.  
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો
જુલાઈ માસમાં સાદા મેલેરિયાના 98 અને ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા છે.  સાથે જ ડેન્ગ્યુના જુલાઇ માસમાં 43 અને ચિકનગુનીયાના 12 કેસ નોંધાયા છે.  શેહરમાં દૂષિત પાણીને કારણે ઝાડા ઉલ્ટીના જુલાઈ માસમાં 916 કેસ નોંધાયા હતાં. કમળાના જુલાઈ માસમાં 245 કેસ નોંધાયા છે. શહેરમાં પૂર્વ અમદાવાદમાં વટવા,લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસ નોંધપાત્ર જોવા મળ્યાં છે. ટાઈફોઈડના 258 કેસ જુલાઈ માસમાં નોંધાયા છે
સાથે જ વિશ્વ ભરમાં કહેર મચાવનાર કોરોનાના કેસમાં પણ છેલ્લાં 2 મહિનામાં વધારો થયો છે. જેમાં પાછલાા થોડા સમયથી કેસમાં નોંઘપાત્ર વધારો થતાં AMC એ હાલમાં દૈનિક સેમ્પલ કલેક્શનમાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 2500 જેટલા સેમ્પલ  લેવાઇ રહ્યાં છે. જેમાં 2500 પૈકી 9 ટકા કેસ પોઝિટિવ આવતા હોવાની પરિસ્થિતિ છે. 
Tags :
EpidemicssweptthecityGujaratFirstincreasingcasesMalariaandJaundiceSwineflu