અમદાવાદમાં રોગચાળો વકર્યો, ટાઇફોઇડ અને કમળાના કેસમાં વધારો
એક તરફ ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ લગ્ન સિઝન ચાલી રહી છે અને તેની સાથે જ અમદાવાદ (Ahmedabad) શહેરમાં રોગચાળો (Epidemic) વકરી રહ્યો છે. જેની વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનાના 3 જ દિવસમાં ટાઈફોડના 60 કેસ નોંધાયા છે તો બીજી તરફ કમળાના 56 કેસ નોંધાયા છે.સ્વાઇન ફ્લૂનો 1 કેસ સામાન્ય ઝાડા ઉલ્ટીના 47 કેસ નોંધાયા છે. ઠંડી નો ચમકારો વધી રહ્યો છે પરંતુ સ્વાઈનફલૂ જેવા રોગ
એક તરફ ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ લગ્ન સિઝન ચાલી રહી છે અને તેની સાથે જ અમદાવાદ (Ahmedabad) શહેરમાં રોગચાળો (Epidemic) વકરી રહ્યો છે. જેની વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનાના 3 જ દિવસમાં ટાઈફોડના 60 કેસ નોંધાયા છે તો બીજી તરફ કમળાના 56 કેસ નોંધાયા છે.
સ્વાઇન ફ્લૂનો 1 કેસ
સામાન્ય ઝાડા ઉલ્ટીના 47 કેસ નોંધાયા છે. ઠંડી નો ચમકારો વધી રહ્યો છે પરંતુ સ્વાઈનફલૂ જેવા રોગ માં રાહત ના આંકડા સામે આવ્યા છે.સ્વાઈનફલૂનો એક સપ્તાહ માં માત્ર એક જ કેસ નોંધાયો છે.
સેમ્પલની તપાસ
પાણીજન્ય રોગચાળો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશન એ એક સપ્તાહમાં પાણીના સેમ્પલ લઇને તપાસ માટે મોકલ્યા છે. જેમાં 25 સેમ્પલમાં ક્લોરીન મળી આવ્યું હતું. તો બીજી તરફ 13 સેમ્પલમાં બેકટેરિયા ની હાજરી મળી આવી છે.
મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો
આ સાથે મચ્છરજન્ય રોગચાળામાં પણ પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડેન્ગ્યુના 38 કેસ એક જ સપ્તાહમાં નોંધાયા છે, ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે, તો ઝેરી મેલેરિયાના 2 અને સાદા મલેરિયાનો એક કેસ સામે આવ્યો છે..મચ્છરજન્ય રોગચાળા માટે લોહીના 3480 નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ ડેન્ગ્યુના રોગ માટે 153 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા..
પાણીજન્ય રોગચાળાના વધુ કેસ
એક તરફ ખરાબ પાણીને કારણે સતત સ્લમ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવે છે પરંતુ દાણીલીમડા, સરસપુર, રખિયાલ જેવા વિસ્તારમાંથી સતત પાણીજન્ય રોગચાળાના વધુમાં વધુ કેસ નોંધાય છે.
ઓરી અછબડાના પણ કેસ
તો હાલમાં બાળકોમાં પણ ઓરી અછબડાના સતત કેસ સામે આવી રહ્યા છે. બાળકોને પણ તકેદારી માટે રસી આપવામાં આવી રહી છે જેમાં 10 હાજર થી પણ વધુ બાળકોને ઓરીની રસી આપવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement