કર્મચારીઓ આનંદો, AMC દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા તમામ કર્મચારીઓ અને પેંશનરોને 3 ટકા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કરાયો છે. 1લી જુલાઇથી ત્રણ ટકાનો વધારો ગણીને કુલ 31 ટકા મોંઘવનારી ભથ્થું ચુકવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કરવામાં આવતાં કર્મચારીઓમાં આનંદ છવાયો છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાતા તેની અસર અમદાવાદ મ્યુનિસીપલ કોર્à
Advertisement
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા તમામ કર્મચારીઓ અને પેંશનરોને 3 ટકા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કરાયો છે. 1લી જુલાઇથી ત્રણ ટકાનો વધારો ગણીને કુલ 31 ટકા મોંઘવનારી ભથ્થું ચુકવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કરવામાં આવતાં કર્મચારીઓમાં આનંદ છવાયો છે.
રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાતા તેની અસર અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન પર પણ પડી છે. મ્યુનિલીપલ કમિશનરે પરિત્ર જાહેર કર્યો છે જેમાં આ જાહેરાત કરવામાં આવી છે. સાતમાં પગાર પંચ મુજબ હાલ રહેલા 28 ટકા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો ગણીને 31 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાશે. મે મહિનાના પગારમાં ગણતરીને કરીને જૂન માસમાં મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવશે.
મોંઘવારી ભથ્થું બે હપ્તામાં ચુકવવામાં આવશે. પહેલો હપ્તો જુલાઇ 2021થી નવેમ્બર, 21નો રહેશે અને તેની ચુકવણી જુન, 2022માં મળનારા પગારમાં થશે. બીજો હપ્તો ડિસેમ્બર, 2021થી એપ્રિલ, 2022 સુધીનો હશે જેની ચુકવણી જુલા,22માં મળનારા પગારમાં કરવામાં આવશે.