Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાગણીભીનું હ્રદય ખાખીધારી પોલીસકર્મીઓમાં પણ ધબકતું હોય છે...

હમારે સીને મેં ભી એક દિલ હે ઓર વોભી ધડકતા હૈ... આવું કયારેક હિન્દી ફિલ્મોના ડાયલોગમાં સાંભળવા મળ્યું હશે. પણ આવી જ એક વાસ્તવિકતા સામે આવી છે. જણાવી દઇએ કે, પોલીસ વિભાગની નોકરી ખૂબ જ અઘરી હોય છે તે વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ એક પોલીસ કર્મી હંમેશાં પોતાની ફરજને કાયમ અગ્રીમતા આપતો હોય છે અને આવું જ કંઈક બન્યું છે અમદાવાદ શહેરમાં ACP તરીકે ફરજ બજાવતા એક અધિકારી સાથે કે જેમણે પ્રેરણા રૂ
લાગણીભીનું હ્રદય ખાખીધારી પોલીસકર્મીઓમાં પણ ધબકતું હોય છે
હમારે સીને મેં ભી એક દિલ હે ઓર વોભી ધડકતા હૈ... આવું કયારેક હિન્દી ફિલ્મોના ડાયલોગમાં સાંભળવા મળ્યું હશે. પણ આવી જ એક વાસ્તવિકતા સામે આવી છે. જણાવી દઇએ કે, પોલીસ વિભાગની નોકરી ખૂબ જ અઘરી હોય છે તે વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ એક પોલીસ કર્મી હંમેશાં પોતાની ફરજને કાયમ અગ્રીમતા આપતો હોય છે અને આવું જ કંઈક બન્યું છે અમદાવાદ શહેરમાં ACP તરીકે ફરજ બજાવતા એક અધિકારી સાથે કે જેમણે પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ અધિકારી અન્ય કોઈ નહીં પણ 2017ની બેચના અને હાલ ડી ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી હિતેશ ધાંધલ્યાની છે. જેઓના વિસ્તારમાં કાલુપુર અને શહેર કોટડા પોલીસ સ્ટેશન આવે છે. અને શહેર કોટડા પો.સ્ટે. એટલે સરસપુર ભગવાનના મામાનું ઘર જ્યાં પોલીસના માથે મોટી જવાબદારી હોય છે. અહીં જ બંદોબસ્ત ચાલી રહ્યો હતો ત્યારે અચાનક સવારે તેઓનો ફોન આવ્યો. ફોન અન્ય કોઈનો નહીં પણ પરિવારના જ સભ્યોનો હતો. ઉજાગરા હોવાથી હજુ આંખ મસળતા મસળતા એસીપી હિતેશ ધાંધલ્યાએ ફોન ઉપાડતાની સાથે જ તેઓને કહેવામાં આવ્યું કે, થોડા સમયમાં તેમના પત્નીની ડિલિવરી કરવાની છે. સંજોગ કઈંક એવા હતા કે, તાત્કાલિક ડિલિવરી કરવી જરૂરી હોવાનું ડૉકટરોએ જણાવ્યું હતું. આ અધિકારી સીધા જ તૈયાર થયા અને ખુશી સાથે તેઓએ તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી ભાવનગર જવા નીકળી ગયા હતા. તા. 25 જૂનના રોજની આ વાત છે. હજુ તેઓને એક તરફ રથયાત્રાની ચિંતા હતી ત્યાં બીજી તરફ ખુશીનો કોઈ પારો નહતો કેમ કે ઘરે પારણું બંધાવવાનું હતું. આશરે 400 કિ.મી.નો પ્રવાસ ક્યારે જલ્દી પૂરો થાય અને ક્યારે તે તેમના પત્નીને મળે અને બાળકનું મોંઢું જોવે તેવા વિચારો કરતા હતા. 
બસ આ જ વિચારો વચ્ચે ત્યાં એસીપી ધાંધલ્યા ડોકટર પાસે પહોંચ્યા અને તેમની સાથે વાત કરી અને ડોક્ટરે થોડા પ્રોબ્લેમ હોવાનું જણાવી સિઝેરિયન ડિલિવરી કરવાનું કહ્યું અને સર્જરી શરૂ કરી. બસ જે ભાવના, ઈચ્છા અને પ્રેમ સાથે આશા હતી એ એસીપી હિતેશ ધાંધલ્યાની પૂર્ણ થઈ. ખુશીની રાહ જોવાઇ રહી હતી જે પૂર્ણ થઈ અને ડોક્ટરે કહ્યું પુત્રનો જન્મ થયો છે. કોઈ તકલીફ નથી પુત્ર અને તેની માતા સ્વસ્થ અને સારા છે. બસ હિતેશ ધાંધલ્યાએ રાહતનો શ્વાસ લીધો અને થોડા કલાકનો સમય પત્ની અને બાળક સાથે વિતાવી પરત અમદાવાદ આવવા નીકળી ગયા અને 400 કિ.મી.નો પ્રવાસ કરી મોડી રાત્રે અમદાવાદ આવી ડ્યુટી પર લાગી ગયા હતા. તેમનું કહેવું છે કે, બાકી ઘણા એવા પોલીસવાળા છે જેઓ મારી જેમ જઈ પણ નહીં શક્યા હોય જેઓને ધન્ય છે. 
Advertisement
Tags :
Advertisement

.