Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન શહેરના આ રૂટ રહેશે વાહનો માટે બંધ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી(Pm  Narendra Modi) 29 અને 30મી સપ્ટેમ્બર બે દિવસ ગુજરાતની મુલાકાતે  આવી રહ્યા છે. ત્યારે તેઓ અમદાવાદ અને ભાવનગરમાં અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હોવાથી અમદાવાદમાં તેઓના કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં GMDC ગ્રાઉન્ડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ટીવી ટાવર ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલ
વડાપ્રધાનની  બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન શહેરના આ રૂટ રહેશે વાહનો માટે બંધ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી(Pm  Narendra Modi) 29 અને 30મી સપ્ટેમ્બર બે દિવસ ગુજરાતની મુલાકાતે  આવી રહ્યા છે. ત્યારે તેઓ અમદાવાદ અને ભાવનગરમાં અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હોવાથી અમદાવાદમાં તેઓના કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં GMDC ગ્રાઉન્ડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ટીવી ટાવર ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલીસે કાર્યક્રમ દરમિયાન આસપાસના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
- 29મી એ સાંજે અંધજનથી હેલ્મેટ સુધીનો રસ્તો બંધ
અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડ પર યોજાઈ રહેલા ગરબામાં વડાપ્રધાન  ઉપસ્થિત રહી મા અંબાની આરતી ઉતારવાના છે ત્યારે તેઓની મુલાકાતને પહલે 29મી સપ્ટેમ્બરે સાંજે 5 વાગેથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીને રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે. વાહનચાલકો આ સમયગાળા દરમિયાન અંધજન મંડળ ચાર રસ્તાથી પાંજરાપોળ થઈ વિજય ચાર રસ્તા થઈને AEC તરફ અવરજવર કરી શકશે.
- 29મી એ જનપથ ટી થી સ્ટેડિયમ સુધીનો રસ્તો બંધ
29મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહેલી નેશનલ ગેમ્સનું પણ ઓપનીંગ કરવામા આવશે ત્યારે ઓપનીંગ સેરેમનીને લઈને ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં બપોરે 12 વાગેથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે વાહન ચાલકો તપોવન સર્કલથી વિસત ટી થઈ ONGC ચાર રસ્તાથી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના રસ્તા પર અવરજવર કરી શકશે. 
-30મી એ ટીવી ટાવર પાસેના અનેક રૂટ રહેશે બંધ
શહેરનાં ટીવી ટાવર વસ્ત્રાપુર ખાતે 30મી સપ્ટેમ્બરે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું છે. ત્યારે 30મી સપ્ટેમ્બેર સવારે 8 વાગેથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ NFD સર્કલ સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે તેમજ થલતેજ ચાર રસ્તાથી હિમાલયા મોલ સુધીનો રસ્તો અને  ગુરુદ્વારા ચાર રસ્તાથી NFD સર્કલ થઈ સંજીવની હોસ્પિટલ સુધીનો રસ્તો વાહનો માટે પ્રતિબંધિત રહેશે..
-વાહન ચાલકો આ રૂટ પર કરી શકશે અવરજવર
વાહન ચાલકો આ સમયગાળા દરમિયાન સુરધારા સર્કલ થઈ સત્તાધાર ચાર રસ્તા થઈ ભુયંગદેવ ચાર રસ્તા તઈ મેમનગર ગામ થઈ માનવ મંડળ ટી થઈ હેલ્મેટ ચાર રસ્તા તઈ મેમનગર ગામ થઈ માનવ મંદિર ટી થઈ હેલ્મેટ ચાર રસ્તા થઈ અંધજન મંડળ થઈ વસ્ત્રાપુર તળાવ શહીદ ચોક થઈ માનસી ચાર રસ્તા તઈ પકવાન તરફ જઈ શકશે. તેમજ હેબતપુર ચાર રસ્તા તઈ સત્તાધાર ચાર રસ્તા થઈ ભુયંગદેવ ચાર રસ્તા તઈ મેમનગર ગામ થઈ માનવ મંદિર ટી થઈ હેલ્મેટ તરફ અવરજવર કરી શકશે. સાથે જ પકવાન ચાર રસ્તા થઈ માનસી ચાર રસ્તા થઈ વસ્ત્રાપુર તળાવ શહીદ ચોક થઈ અંધજન મંડળ તરફ અવરજવર કરી શકશે.p
Advertisement
Tags :
Advertisement

.