Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં યોજાયો ડોગ શો, વિદેશી 25 બ્રીડના ડોગની નિહાળો તસવીરો

અમદાવાદમાં કેનાઇલ કલબ દ્વારા ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ડોગ શોમાં 160  જેટલા દેશ-વિદેશના શ્વાનો રાખતા અમદાવાદીઓ સહીત અન્ય રાજ્યના લોકોએ  ભાગ લીધો હતો. ડોગ શો માં વિદેશી 25 અલગ-અલગ બ્રીડના શ્વાન આકર્ષણ કેન્દ્ર બન્યા હતા.યે જલવા ફેશન કા હૈ,અરે ભાઇ આ કોઇ મોડલનો ફેશન શો નહી પરંતુ  શ્વાન કરી રહ્યાં છે, કેટવોક. જી હા અમદાવાદના  કેનાઇલ કલબ દ્વારા ડોગ શો ની કોમ્પિટીશન યોજાઇ છે, જેમાં અàª
અમદાવાદમાં યોજાયો ડોગ શો  વિદેશી 25 બ્રીડના ડોગની નિહાળો તસવીરો
અમદાવાદમાં કેનાઇલ કલબ દ્વારા ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ડોગ શોમાં 160  જેટલા દેશ-વિદેશના શ્વાનો રાખતા અમદાવાદીઓ સહીત અન્ય રાજ્યના લોકોએ  ભાગ લીધો હતો. ડોગ શો માં વિદેશી 25 અલગ-અલગ બ્રીડના શ્વાન આકર્ષણ કેન્દ્ર બન્યા હતા.
યે જલવા ફેશન કા હૈ,અરે ભાઇ આ કોઇ મોડલનો ફેશન શો નહી પરંતુ  શ્વાન કરી રહ્યાં છે, કેટવોક. જી હા અમદાવાદના  કેનાઇલ કલબ દ્વારા ડોગ શો ની કોમ્પિટીશન યોજાઇ છે, જેમાં અલગ-અલગ બ્રીડના શ્વાને ભાગ લીધો હતો.  બુલ મેસ્ટીફ, બુવલ ટેરીર, અકિતા, ચાઉંચાઉં, ગ્રેટ ડેન, ફ્રેન્ચ બુલ ડોગ, પગ, બોરઝોય, પશ્મી, સલુકી, અફઘાન હાઉંડ, ડોબર મેન, બોક્સર, મેસ્ટીફ, લાસા એપ્સો, ગોલ્ડન રીટરીવર, સિત્ઝુ જેવી ૩૫ અલગ-અલગ બ્રીડના શ્વાને ભાગ લીધો છે.
 આ ડોગ શોમાં શ્વાનની કવોલીટી અને બ્યુટી ચેક કરવામાં આવી જેમાં તેમની ચાલ, દાંત, વાળ, નખ, હાઇટ ચેક કરવામાં આવી.આ ડોગ શોમાં કેટલાક શ્વાન પ્રેમીઓએ તો પોતાના શ્વાનને આકર્ષક ડ્રેસીસ સાથે લાવ્યાં.જો કે અહીં દરેક શ્વાનની આગવી અદા અહીં જોવા મળી.તો બીજી તરફ સેનામાં કામ કરતા ડોગ એ પણ પોતાનું શક્તિપ્રદર્શન કરી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.  
આ કોમ્પિટીશનમાં વર્કિંગ ડોગ, ટોપ બ્રિડ, હોન્ડસ બ્રિડ જેવી દસ કેટેગરીમાં એકથી ત્રણ નંબર આપવામાં આવશે.જો કે આ ડોગ શોમાં યુવાનો સાથે નાના ભુલકાંઓએ પણ ખુબ મજા માણી હતી. 
Advertisement
Tags :
Advertisement

.