Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવનારા હરિભક્તો માટે AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

હરિભક્તો અને સ્વયંસેવકોને મળશે રહેવાની સુવિધાડ્રો થવાના બાકી મકાનો હંગામી ધોરણે રહેવા અપાશેઆજે AMCની સ્ટેન્ડિંગ કમિટિમાં લેવાયો નિર્ણયઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જેમાં આવાસના મકાનોના બાકી હપ્તા નહી ભરનાર લાભાર્થીઓને નોટિસ પાઠવાશે. તેમજ એ સિવાય અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમ
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવનારા હરિભક્તો માટે amcનો મહત્વપૂર્ણ નિર્ણય
  • હરિભક્તો અને સ્વયંસેવકોને મળશે રહેવાની સુવિધા
  • ડ્રો થવાના બાકી મકાનો હંગામી ધોરણે રહેવા અપાશે
  • આજે AMCની સ્ટેન્ડિંગ કમિટિમાં લેવાયો નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જેમાં આવાસના મકાનોના બાકી હપ્તા નહી ભરનાર લાભાર્થીઓને નોટિસ પાઠવાશે. તેમજ એ સિવાય અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવનારા હરિભક્તોને રહેવાની વ્યવસ્થા થઈ શકે તે માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શતાબ્દી મહોત્સવમાં આવનારા હરભક્તો માટે મહત્વપૂર્ણ નિર્ણય
આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવમાં આવનાર સ્વયંસેવકો અને હરિભક્તો માટે ખાલી મકાનો હંગામી ધોરણે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હરિભક્તો માટે રહેવાની વ્યવસ્થા
જણાવી દઈએ કે, શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો આવ્યા છે ત્યારે તેમના રહેવા જમવાની વ્યવસ્થા થઈ શકે તે માટે કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે. કોર્પોરેશનના 1000 જેટલા મકાનો તૈયાર થઈ ચૂક્યા છે અને જેનો ડ્રો હજુ બાકી છે તેવા મકાનો હરિભક્તો અને સ્વયંસેવકોને હંગામી ધોરણે રહેવા અપાશે.
હપ્તો નહી ભરનારાને નોટિસ
આ સિવાય સ્ટેન્ડિંગ કમિટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસના મકાનો નજીવા ભાવમાં બનાવી લોકોના ઘરના ઘરનું સ્વપ્નું પૂરું કરવા કરોડો રૂપિયા ખર્ચી આવાસ બનાવામાં આવે છે. તેમ છત્તા 5000થી પણ વધુ લોકો એવા છે જેમને ઘરનો ડ્રો થઇ ગયો છતા હજુ ઘરના હપ્તા ભર્યા નથી. ઘરનું પઝેશન આપી દીધું હોવા છતા 2 હપ્તા બાદ પણ કોઈ પૈસા ભર્યા નથી તેવા લોકોને AMC દ્વારા નોટિસ આપવામાં આવશે. આશરે 4 કરોડથી પણ વધુ રકમ AMC વિભાગે ઘર ફાળવી દીધા બાદ વસૂલવાની બાકી છે. આજે મળેલી સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે, આવા તમામ ઘર ધારકો પાસેથી પૈસા વસુલવામાં આવશે જો વધુ ના હપ્તા કોઈ નહિ ભારે તો ઘર બીજાને ફાળવી દેવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.