Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાઈ પર હુમલો થતા બચાવવા વચ્ચે પડેલી યુવતીને ચપ્પુ વાગતા મોત

અમદાવાદનાં દૂધેશ્વર વિસ્તારમાં ભાઈ પર હુમલો થતા બચાવવા વચ્ચે પડેલી યુવતીને ચપ્પુ વાગતા તેનું મોત થયુ હોવાની ધટના બની છે. શાહરુખ મોવર નામનાં 24 વર્ષીય યુવકે 5-6 મહિના પહેલા દૂધેશ્વર ખાતે રહેતા તેનાં મિત્રો અકરમ મોવર અને આરીફ મોવર પાસેથી ઉછીના એક લાખ રૂપિયા તેમજ દેવજીપુરામાં રહેતા અબ્બાસ અલ્લારખા ભટ્ટી પાસેથી એક લાખ રૂપિયા એક કુલ બે લાખ રૂપિયા ઉછીનાં લીધા હતા. જેમાં અકરમ મોવર અને અ
11:40 AM Jun 28, 2022 IST | Vipul Pandya
અમદાવાદનાં દૂધેશ્વર વિસ્તારમાં ભાઈ પર હુમલો થતા બચાવવા વચ્ચે પડેલી યુવતીને ચપ્પુ વાગતા તેનું મોત થયુ હોવાની ધટના બની છે. શાહરુખ મોવર નામનાં 24 વર્ષીય યુવકે 5-6 મહિના પહેલા દૂધેશ્વર ખાતે રહેતા તેનાં મિત્રો અકરમ મોવર અને આરીફ મોવર પાસેથી ઉછીના એક લાખ રૂપિયા તેમજ દેવજીપુરામાં રહેતા અબ્બાસ અલ્લારખા ભટ્ટી પાસેથી એક લાખ રૂપિયા એક કુલ બે લાખ રૂપિયા ઉછીનાં લીધા હતા. જેમાં અકરમ મોવર અને અબ્બાસ ભાટ્ટી પાસેથી લીધેલા 1 લાખ રૂપિયા શાહરુખે પરત પણ આપી દીધા હતા.જોકે આરીફ મોવર પાસેથી લીધેલા 60 હજાર તેને પરત આપવા માટે અકરમ મોવર અવારનવાર માંગણી કરતો હતો.જેથી યુવકે ટુકડે ટુકડે 60 હજાર રૂપિયા આપવાનું જણાવવા છતાં આરોપી દ્વારા પૈસાની માંગણી કરી દબાણ કરવામાં આવતું  હતું.
ભાઈ પર હુમલો થતા બહેન વચ્ચે પડી 
27મી જૂનનાં રોજ શાહરુખ મોવર ઘરમાં માતાપિતા અને બહેન સાથે બેઠો હતો ત્યારે ત્રણેય આરોપીઓ હાથમાં છરી લઈને તેનાં ઘરે આવ્યા હતા અને 60 હજાર રૂપિયાની માંગણી કરી હતી.જોકે શાહરુખે પૈસા આપવા માટેનો સમય માંગતા આરોપીઓએ ઉશ્કેરાઈ છરીથી હુમલો કર્યો હતો. તે સમયે શાહરુખની 22 વર્ષીય બહેન રેહાના મોવર તેને બચાવવા વચ્ચે પડતા તેને અકરમે છાતીનાં ભારે છરી મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.તે સમયે બુમાબુમ થતા આસપાસનાં લોકો ભેગા થઈ જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સારવાર દરમિયાન યુવતીનું થયુ મોત
આ ધટના બાદ ઈજાગ્રસ્ત યુવતીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજતા આ મામલે શાહરુખ મોવરે હત્યા અને પૈસાની માગ કરવા મામલે માધવપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.આ મામલે માધવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Tags :
DeathbystabbingGujaratFirstmiddleofrescuingyoungwoman
Next Article