Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માતાના પ્રેમ સંબંધની જાણ થતા યુવતી અને તેના મિત્રએ મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ શહેરની વાત હોય કે રાજ્યની, અપરાધની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલા અપરાધો અને હત્યાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારનો જ એક બનાવ અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં બનેલા આ બનાવની ચોંકાવનારી વાત એ છે કે એક યવતીએ પોતાની માતાની પ્રામીની હત્યા કરી છે. યુવતીને માતાના પ્રેમ સંબંધ વિશે જાણ થતા પોતà
05:37 PM May 16, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરની વાત હોય કે રાજ્યની, અપરાધની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલા અપરાધો અને હત્યાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારનો જ એક બનાવ અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં બનેલા આ બનાવની ચોંકાવનારી વાત એ છે કે એક યવતીએ પોતાની માતાની પ્રામીની હત્યા કરી છે. યુવતીને માતાના પ્રેમ સંબંધ વિશે જાણ થતા પોતાના મિત્ર સાથે મળીને માતાના પ્રેમીને મોતના ઘાટ ઉતાર્યો છે.
આ કેસની મળતી માહિતી પ્રમાણે સરસપુર વિસ્તારમાં રહેતા મધુબેન દંતાણીના પુત્રને એક મહિલા સાથે પ્રેમ સબંધ હતો. આ પ્રેમ સબંધ વિશે તે યુવકની પત્નીને જાણ થતા પાંચ વર્ષ પહેલ જ તે પિયરમાં જતી રહી હતી. તેવામાં હવે આ યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યા તેની મહિલા પ્રેમિકાની દીકરી તથા તેના મિત્રએ મળીને કરી હોવાની વાત પણ સામે આવી છે. આ અંગે તે બંને સામ પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ છે.
જે પ્રાથમિક વિગત સાામે આવી છે તે પ્રમાણે રવિવારે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ મધુબેનના દીકરાની પ્રેમિકા તેમના ઘરે આવી હતી. તેણે જણાવ્યું હતું કે તેની દીકરી તથા દીકરીનો મિત્ર તેમના પુત્રને શોધી રહ્યા છે. ઉપરાંત તે મહિલા પણ તેને શોધી રહી છે પરંતુ તેની કોઇ ભઆલ મળી નથી તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ સવારે છ વાગ્યાની આસપાસ ફરિયાદીની પડોશમાં રહેતા રોહિત અને સુનીલ તેમના ઘરે આવ્યા હતા. તેમણે મધુબેનને કહ્યું હતું કે તેમનો દીકરો હરિભાઈ ગોદાણી સર્કલ પાસેના જાહેર શૌચાલયની સામે રોડ ઉપર બેભાન હાલતમાં પડ્યો છે.
મધુબેને આ બંને યુવકો સાથે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે તેમનો દીકરો બેભાન હાલતમાં રોડ પર પડયો હતો અને તેને આંખ તેમજ માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેને લઇને તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા. આસપાસના રહેવાસીઓને આ બાબતની જાણ થતા તેઓ પણ તેમના ઘરે પહોંચ્યા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. યુવકને વધુ સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.
આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકની પ્રેમિકાની યુવતી અને તેના મિત્રની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને બન્ને આરોપીઓને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.
Tags :
AmhedabadGujaratFirstmother'sloverMurderઅમદાવાદમાતાનાપ્રેમીનીહત્યા
Next Article