Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારી દરેક પોસ્ટ પર સાયબર ક્રાઇમની છે બાજ નજર, સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી તો થશે કાર્યવાહી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) જાહેર થઈ ચૂકી છે અને હાલ આચારસંહિતા છે ત્યારે ચૂંટણી વિભાગની સાથો સાથ પોલીસ તેમજ સાઇબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બન્યું છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે અને તેમાં પણ ઉમેદવારો પ્રચારના એક માધ્યમ તરીકે પણ સોશિયલ મીડિયાની (Social Media) ઉપયોગ કરે છે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ અફવાઓ ફેલાઈ નહિ કે કોઈ ઉમેદવારના ખોટા મેસેજ કે બદનામ કરવામાં à
તમારી દરેક પોસ્ટ પર સાયબર ક્રાઇમની છે બાજ નજર  સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી તો થશે કાર્યવાહી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) જાહેર થઈ ચૂકી છે અને હાલ આચારસંહિતા છે ત્યારે ચૂંટણી વિભાગની સાથો સાથ પોલીસ તેમજ સાઇબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બન્યું છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે અને તેમાં પણ ઉમેદવારો પ્રચારના એક માધ્યમ તરીકે પણ સોશિયલ મીડિયાની (Social Media) ઉપયોગ કરે છે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ અફવાઓ ફેલાઈ નહિ કે કોઈ ઉમેદવારના ખોટા મેસેજ કે બદનામ કરવામાં ઇરાદે કોઈ મેસેજ કે પોસ્ટર વાઇરલ થાય નહિ અથવાતો ભડકાઉ ભાષણ આવા દરેક મુદ્દા પર હવે સાઇબર ક્રાઇમ પણ સતર્ક બની સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યું છે. 
બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નજર
હાલના સમયમાં દરેક પક્ષના ઉમેદવારો સૌથી વધુ સોશિયલ મીડિયા થકી પોતાનો પ્રચાર કરી રહ્યા છે અથવાતો લોકો સુધી પહોંચી રહ્યા છે તેવામા સોશિયલ મીડિયાની કોઈ દુરુપયોગ થાય નહિ તેના માટે સાઇબર ક્રાઇમ (Cyber Crime) પણ સતર્ક બન્યું છે અને સાઇબર ક્રાઈમની સોશિયલ મીડિયાની ટીમ પણ અલગ અલગ પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે. 
અફવા, ભડકાઉ ભાષણ ફેલાય નહી તેનુ ધ્યાન
મહત્વનું છે કે હાલ ઉમેદવારો કે પાર્ટી પોતાના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયાને ભરપૂર ઉપયોગ કરી રહી છે તેવા સમયે કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ પક્ષ સોશિયલ મીડિયાને માધ્યમ બનાવી દુષ્પ્રચાર કે પછી કોઈને બદનામ કરવાના ઇરાદે કે પછી અફવાઓ ફેલાવે નહિ અથવાતો ભડકાઉ ભાષણ સહિતના મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખાસ સાઇબર ક્રાઇમનાં ડીસીપીને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે.
સામાન્ય નાગરિક પણ દોરી શકે છે તંત્રનું ધ્યાન
સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવું કોઈ નાગરિકના ધ્યાનમાં આવે અથવા તો સામાન્ય નાગરિક પણ સોશિયલ મીડિયાને લાગતો કોઈ ફરિયાદ કરવા માંગતો હોય તો સાઇબર ક્રાઇમ દ્વારા ખાસ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ ફોન, એસએમએસ કે વોટ્સએપ દ્વારા જણાવી શકે છે. તો બીજી તરફ જો કોઈ ફરિયાદ સાઇબર ક્રાઈમની મળશે તો તેના પર તાત્કાલિક પગલાં પણ ભરવામાં આવશે. ચૂંટણીને લઈને આચારસંહિતા નો ભાગ નો થાય તેને લઈને ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે જેની પણ સાઇબર ક્રાઇમ નજર રાખી રહ્યું છે. 
નોડલ અધિકારી નિમાયા
મહત્વનું છે કે સાઇબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયાની ટીમ અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રસારિત થયેલા મેસેજ, પ્રચાર, ભાષણ, પોસ્ટ સહિત પર નજર રાખવામાં આવી રહીં છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિની ફરિયાદ આવે તો તેના પર પણ ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાઇબર ક્રાઇમ DCP ને અમદાવાદ શહેર અને જિલ્લાના નોડલ ઓફિસર બનાવતા હવે સાઇબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવામાં આવી રહી છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.