Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રૂ. 1400થી માંડી 5 હજારમાં IMEI નંબર બદલવાનું કૌભાંડ, પોલીસ ટ્રેસ ના કરી શકે તે માટે નંબર બદલી દેવાતો, આવી રીતે પકડાયું Scam

માત્ર રૂપિયા રૂપિયા 1400માં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોનના IMEI નંબર બદલવાનું કૌભાંડ પકડાયું છે. નહેરુનગર જનપથ કોમ્પ્લેક્ષમાં મોબાઈલ રીપેરિંગની દુકાન ધરાવતા અને ધોરણ - 10 પાસ યુવાન કે જેણે કોમ્પ્યુટરમાં યુએમટી સોફટવેર ની મદદથી ચોરી કરેલા કે ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે આઈએમઈઆઈ નંબર બદલી દેતો હતો.પોલીસે છટકું ગોઠવી ઝડપ્યોઅબ્દુલ ખાલીદ મોહંમદ વસીમ શેàª
12:56 PM Feb 15, 2023 IST | Vipul Pandya
માત્ર રૂપિયા રૂપિયા 1400માં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોનના IMEI નંબર બદલવાનું કૌભાંડ પકડાયું છે. નહેરુનગર જનપથ કોમ્પ્લેક્ષમાં મોબાઈલ રીપેરિંગની દુકાન ધરાવતા અને ધોરણ - 10 પાસ યુવાન કે જેણે કોમ્પ્યુટરમાં યુએમટી સોફટવેર ની મદદથી ચોરી કરેલા કે ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે આઈએમઈઆઈ નંબર બદલી દેતો હતો.
પોલીસે છટકું ગોઠવી ઝડપ્યો
અબ્દુલ ખાલીદ મોહંમદ વસીમ શેખ જે નહેરૂનગર ખાતે જનપથ કોમ્પલેક્ષમાં મન્નત કોમ્યુનિકેશન નામની મોબાઈલ ફોન રિપેરિંગની દુકાન ધરાવે છે. આરોપી 1400થી માંડી ત્રણથી પાંચ હજાર જેવી નજીવી કિંમતમાં ચોરાયેલા કે ગુમ થયેલા ફોનનો IMEI નંબર બદલી આપતો હોવાની બાતમી સાઇબર ક્રાઈમને (Cyber Crime) મળી હતી. પોલીસે બોગસ ગ્રાહક દ્વારા છટકુ ગોઠવી તેની પાસે એક ફોનનો નંબર બદલાવી તેને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી રૂ.1400થી માંડી પાંચ હજાર રૂપિયા આ કામના બદલામાં લેતો હતો. જેને લઇને સાયબર ક્રાઇમે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે..
રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ
અબ્દુલ ખાલીદે અત્યાર સુધી કેટલા મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલ્યા તે દિશામાં સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે, જેના માટે તેનું કોમ્પ્યુટર તેમજ યુટીએમ ટૂલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ કરાઈ છે.
200થી વધારે ફોનના IMEI નંબર બદલ્યા
બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અબ્દુલ ખાલીદે ધોરણ -10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે રીલિફ રોડ પર આવેલી મોબાઈલ દુકાનમાં રિપેરિંગનું કામ શીખવા જતો હતો. આરોપીએ ટેકનિકલ કોર્સ કરેલો છે અને તેને સોફ્ટવેરનું જ્ઞાન પણ હતું. 15 વર્ષથી તેણે નહેરુનગર જનપથ કોમ્લેક્ષમાં ભાડાની દુકાનમાં મોબાઈલ રીપેરિંગનું કામ શરૂ કર્યું હતું તો છેલ્લા ઘણા સમયથી તેણે આ કામ કર્યું હોવાથી આશરે 200થી વધુ ફોનના IMEI નંબર બદલ્યા હોવાની પોલીસને શંકા છે.
પોલીસે આગળની તપાસ આદરી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે IMEI નંબર બદલાતા ફોન માલિકને નુક્શાન થાય છે ત્યારબાદ પોલીસ તે ચોરાયેલો કે ગુમ થયેલો ફોન ન શોધી શકે તે એક નુક્શાન છે અને બાદમાં આ ફોન સેકન્ડ હેન્ડ વેચી દેવાતા નવા ગ્રાહકને આ બાબતની જાણ ન હોવાથી તેને પણ નુક્શાન થતું હોય છે ત્યારે હવે આવા ડેટા અને નંબરો શોધવા તથા મુળ માલિકને શોધવા પોલીસ કામે લાગી છે સોફ્ટવેરના ડેટા પર પણ પોલીસ તપાસ કરી રહી વધુ ગુના હશે તો તેમાં પણ આ આરોપીની ધરરપકડ કરાશે.
આ પણ વાંચો - જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લો ખરેખર શું છે વાસ્તવિકતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabadPoliceChangingIMEInumberCrimeCrimeNewsGujaratFirstIMEI
Next Article