Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખંડણી માંગી પેટ્રોલ પંપના માલિકનું અપહરણ કરનારા ઝડપાયા

જમીનની લેતી દેતી મામલે પેટ્રોલપંપ માલિકનું અપહરણ કરી 70 લાખની ખંડણી માંગનાર છ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ ભોગ બનનારને ડરાવવા ફાયરિંગ કર્યું હોવાનું પણ તપાસ દરમ્યાન સામે આવ્યું છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ અને અપહરણના ગુનામાં 06 આરોપીઓને ઝડપી લીધા છે. બનાવ અંગેની હકીકત એવી છે કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિà
ખંડણી માંગી પેટ્રોલ પંપના માલિકનું અપહરણ કરનારા ઝડપાયા
જમીનની લેતી દેતી મામલે પેટ્રોલપંપ માલિકનું અપહરણ કરી 70 લાખની ખંડણી માંગનાર છ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ ભોગ બનનારને ડરાવવા ફાયરિંગ કર્યું હોવાનું પણ તપાસ દરમ્યાન સામે આવ્યું છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ અને અપહરણના ગુનામાં 06 આરોપીઓને ઝડપી લીધા છે.
 
બનાવ અંગેની હકીકત એવી છે કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક અતુલ પટેલની 8 જૂનના રોજ સવારે પોતાની કાર લઈ નીકળ્યા હતા. દરમ્યાનમાં કેટલાક અજાણ્યા શખ્સો તેમનો પીછો કરી અપહરણ કરવાના ઇરાદે આવ્યા. બાદમાં માણસા થી વિસનગર રોડ પાસે બિલોદરા ઉમિયાનગર સીમ નજીક એક ખેતરની ઓરડીમાં અતુલ પટેલને અપહરણ કરી લઈ ગયા. જ્યારે આ અંગે ચાંદખેડા પોલીસને જાણ થતાં જ અલગ અલગ ટિમો અપહ્યતને છોડાવવા ટીમો રવાના કરી. જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ અપહરણ કર્તાઓ અંગે માહિતી મળતા જ ઘટના સ્થળેથી આરોપી પિતા પુત્ર મહેન્દ્રસિંહ ગોલ અને ફૂલદીપસિંહ ગોળ સહિત મોહમદ તોફિકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જો કે જગ્યા પરથી પોલિસે 3 મોબાઈલ ફોન, હથિયારના ફૂટેલા કારતુસ અને અપહરણ માટે વપરાયેલ કાર કબ્જે કરી હતી.
પોલીસને પ્રાથમિક તબક્કે 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ અપહરણ કરવા પાછળ ખંડણી માંગવાનું હતું. એટલું જ નહિ પકડાયેલ આરોપીઓની પૂછપરછ એવુ પણ સામે આવ્યું કે અપહ્યત અતુલ પટેલના ભાઈ પાસે ખંડણી માંગવા નરોડા દાસ્તાન સર્કલ પાસે આવવાના છે. જે માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છટકું ગોઠવી રૂપિયા આપવાના બહાને આરોપી રાહુલ મોદી, મોહસીન ફકીર, મોહંમદ અબ્રાર અન્સારીને ઝડપી લીધા. આરોપીઓ પાસેથી એક પિસ્ટલ, એકટીવા અને હથિયાર માટેના 4 જીવતા કારતુસ સહિત 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે  કર્યો.
આરોપીઓએ અતુલ પટેલને ડરાવવા માટે જમીન ઉપર ફાયરિંગ પણ કર્યું અને તેના ભાઇને ફોન કરી ૭૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે આ ખંડણી માંગતા પહેલા આરોપીઓએ 8 મહિના પહેલાં જ તૈયારી કરી હતી જેમાંથી જયદીપસિંહ ગોલે હથિયાર લઇ આવ્યો હતો અને પિતા- પુત્ર સાથે ખંડણી માંગવાનું કાવતરું પણ રચ્યું હતું.
આરોપીની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે અતુલ પટેલે મહેન્દ્ર પાસેથી 2017 ના વર્ષમાં જમીન ખરીદી હતી પરંતુ આ નાણાંની લેવડદેવડ અંગે તકરાર ચાલતી હતી. આ તકરાર જમીન ભાવ વધતા વધુ રૂપિયાની વસુલાત કરવાના ઈરાદે ખંડણી અને અપહરણ થયું હોવાનું સામે આવ્યું.અપહરણ કરવા જયદીપ સિંહ ગોલે રાહુલ મોદીનો સંપર્ક કરી 10 લાખ લેવાનું નક્કી થયું હતું.જ્યારે રાહુલ મોદી એ 50 હજાર માં સહઆરોપીઓને તૈયાર કરેલા.જોકે આ કેસમાં અન્ય ફરાર બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.