Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દારૂ પીને માતા- પુત્ર સાથે મારામારી કરનાર પતિ સામે પત્ની ફરિયાદ

બોડકદેવમાં રહેતી મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન 2017 માં થયા હતાં. લગ્ન બાદ પતિ દારૂ પીને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો, પતિ દોઢ વર્ષના દીકરાને પણ માર મારતો હતો.લગ્નના બે વર્ષ બાદ પતિ દારૂ પીવાની લત લાગી.પતિના આ ટેવના કારણે દંપતીનું લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે.લગ્નના બે વર્ષ બાદ પતિ દારૂ પીવાની લત લાગીબોડકદેવમાં રહેતી 41 વર્ષીય ફરિયાદી àª
08:28 AM Feb 16, 2022 IST | Vipul Pandya
બોડકદેવમાં રહેતી મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન 2017 માં થયા હતાં. લગ્ન બાદ પતિ દારૂ પીને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો, પતિ દોઢ વર્ષના દીકરાને પણ માર મારતો હતો.લગ્નના બે વર્ષ બાદ પતિ દારૂ પીવાની લત લાગી.પતિના આ ટેવના કારણે દંપતીનું લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે.

લગ્નના બે વર્ષ બાદ પતિ દારૂ પીવાની લત લાગી
બોડકદેવમાં રહેતી 41 વર્ષીય ફરિયાદી મહિલાના લગ્ન 2017માં પરિવારની સંમતિથી  ગોમતીપુરમાં રહેતાં વ્યક્તિ સાથે થયાં હતાં. બંન્ને પતિ પત્ની એક વર્ષ ગોતા અને દોઢ વર્ષ ઓગણજ ખાતે ભાડેથી રહેતા હતાં. બે વર્ષ સુધી તેમનું લગ્ન જીવનમાં બધું સારુ ચાલ્યું. દંપતીને બે દીકરાઓ છે. જેમાં એક અઢી વર્ષની દીકરો અને બીજો દોઢ વર્ષનો દીકરો છે. લગ્નના બે વર્ષ બાદ પતિ દારૂ પીવાની લત લાગી હતી. પતિ અવાર-નવાર દારૂ પીને તેની સાથે મારઝૂડ કરતો હતો પણ પોતાનું લગ્ન જીવન બચાવવા મહિલા સતત આ બધું સહન કરતી હતી. પરંતું એક દિવસ દારુના નશામાં ચૂર પિતાએ  દીકરા દીકરી સાથે મારઝૂડ કરી હતી. આ બાબતે  મહિલા અને તેના પતિ વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો. મહિલા પોતાના નાના બાળકો સાથે તેના પિયર બોડકદેવ આવી ગઈ હતી, પરંતુ પરિવારની સમજાવટ બાદ મહિલા ફરી પોતાના પતિના ઘરે ગઈ હતી.
દોઢ વર્ષના દીકરાને પકડીને ગાદી પર પછાડ્યો
જોકે થોડો સમય બધું બરાબર ચાલ્યા બાદ ફરી પતિ દારૂની લતે ચઢ્યો હતો.ગત પહેલી ફેબ્રુઆરીએ મહિલાના પતિએ દારૂ પીને દોઢ વર્ષના દીકરાને પકડીને ગાદી પર પછાડ્યો હતો. આ અંગે મહિલાએ તેના પતિના આવું કેમ કર્યું તેમ પૂછતા તેનો પતિએ વધારે ગુસ્સો કરી અપશબ્દો બોલીને તેની સાથે ઝઘડો કર્યો હતો. જેથી મહિલા તેના બંને બાળકો સાથે ઘરની નજીક આવેલ અંબે માના મંદિરે પહોંચી હતી. સમજાવટ માટે મહિલાએ તેના પિતાને બોલાવ્યાં હતાં, જોકે ત્યાં પણ તેના પતિએ ગુસ્સામાં પત્ની પર હાથ ઉપાડ્યો હતો.આખરે કંટાળીને મહિલા તેના બંને બાળકો સાથે તેના પિતાના ઘરે જતી રહ્યી હતી.વારંવારની સમજાવટ બાદ પણ પતિની વર્તણૂક ન સુધરતા તેમજ વારંવાર મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતાં આખરે મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
Tags :
CrimeAginstWomenGujaratFirstliqurehabitspoilwomenlife
Next Article