Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રેડ્યુસનું વિશ્વનું પ્રથમ સુપર સસ્ટેનેબલ બ્લોકચેઇન ટોકન કીચી આજે લોન્ચ

કીચી સસ્ટેનેબલ ક્રેડિટ્સ દ્વારા લોન્ચ પહેલાના પ્રથમ તબક્કામાં 10 મિલિયન રકમના કીચીનું વેચાણ થયા હોવાનો દાવો થયો છે. ક્રેડ્યુસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (CTPL) વિશ્વના પ્રથમ સુપર સસ્ટેનેબલ ટ્રેડેબલ બ્લોકચેઇન ટોકન કીચીને એક્સચેન્જ ઉપર લાઇવ મૂક્યુ  છે. કીચી વ્યક્તિઓ અને વ્યવસાયોને રોકાણની કાર્બન-ન્યુટ્રલ રીત અપનાવવા માટે સક્ષમ કરશે.કીચી ક્રેડિટ વેરિફાઇ કરાયેલા કાર્બન ક્રેડàª
ક્રેડ્યુસનું વિશ્વનું પ્રથમ સુપર સસ્ટેનેબલ બ્લોકચેઇન ટોકન કીચી આજે લોન્ચ
Advertisement
કીચી સસ્ટેનેબલ ક્રેડિટ્સ દ્વારા લોન્ચ પહેલાના પ્રથમ તબક્કામાં 10 મિલિયન રકમના કીચીનું વેચાણ થયા હોવાનો દાવો થયો છે. ક્રેડ્યુસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (CTPL) વિશ્વના પ્રથમ સુપર સસ્ટેનેબલ ટ્રેડેબલ બ્લોકચેઇન ટોકન કીચીને એક્સચેન્જ ઉપર લાઇવ મૂક્યુ  છે. કીચી વ્યક્તિઓ અને વ્યવસાયોને રોકાણની કાર્બન-ન્યુટ્રલ રીત અપનાવવા માટે સક્ષમ કરશે.
કીચી ક્રેડિટ વેરિફાઇ કરાયેલા કાર્બન ક્રેડિટ્સ દ્વારા સમર્થિત ડિજિટલ એસેટ છે, જે કાર્બન ક્રેડિટના 1/10માં ભાગને બરાબર છે તથા તેની ખરીદી, વેચાણ, જાળવણી અથવા બર્ન પણ કરી શકાય છે. મિન્ટિંગના પ્રથમ તબક્કામાં ક્રેડ્યુસે ટોકનમાં નોંધપાત્ર રૂચિ પ્રાપ્ત કરી હતી. ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝ ઉપર 2 મિલિયન ટોકનનું વેચાણ થયું.  CTPLના સ્થાપક શૈલેન્દ્ર સિંઘ રાવે જણાવ્યુ હતુ કે, સંસ્થાકીય ખરીદદારો દ્વારા 5 મિલિયન ટોકન બુક કરાયા જેમાં પ્રથમ તબક્કામાં 10 મિલિયન સાથે તેમણે 40 સંસ્થાઓ અને રિટેઇલ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
કીચી એક કાર્બન, હાઇડ્રો, એનર્જી અને એનવાયર્નમેન્ટ કાર્યક્ષમ ટોકન છે, જે આબોહવા પરિવર્તન (Climate change) સામે લડવાની વ્યક્તિઓ અને સંસ્થાઓની રીતોની પુનઃકલ્પના કરે તે પ્રકારે ડિઝાઇન કરાયું છે. કીચી કાળજીપૂર્વક રીતે તૈયાર કરાયું છે અને તેને સાવચેતીથી બ્લોકચેઇન ટોકનમાં આવરી લેવાયું છે, જે એક એસેટ તરીકે કાર્બન ક્રેડિટ્સ દ્વારા સમર્થિત છે. તેની લોંચ કિંમત 0.90 ડોલર છે અને કંપની આગામી ક્વાર્ટર સુધીમાં એક ટોકન 10 ડોલરની કિંમતે વેચવાનું લક્ષ્ય ધરાવે છે. હાલમાં 40 સંસ્થાકીય ખરીદદારો અને 60 રિટેઇલ ગ્રાહકોએ સુપર સસ્ટેનેબલ બ્લોકચેઇન ટોકનમાં રૂચિ દર્શાવી છે. કીચી હરિયાળી પૃથ્વી માટે તમારી ટીકીટ છે.
UCR દ્વારા અપાયેલી મંજૂરી મૂજબ પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દરેક પ્રવૃત્તિ માટે વ્યક્તિઓને કાર્બન ક્રેડિટ્સ અપાય છે. ક્રેડ્યુસ કાર્બન-ન્યુટ્રાલિટી અને આબોહવામાં પરિવર્તનની અસરોને રોકવા ઉપર કેન્દ્રિત સસ્ટેનેબલ પ્રોજેક્ટ્સ હાથ ધરે છે.
વેબ 3.0 ક્ષેત્રે નવા યુગ, ક્લાઇમેટ અંગે સાવચેતીભર્યા અભિગમને આગળ ધપાવવા વિશે CTPLના સ્થાપક શૈલેન્દ્ર સિંઘ રાવે જણાવ્યું હતું કે, “ડિજિટલ એસેટ ઓનરશીપમાં ઇકોલોજીકલ રીતે સંચાલિત અભિગમને પરિણામે કાર્બન ક્રેડિટ રિવોર્ડ્સનો ઉદ્ભવ થયો છે, જે ક્લાઇમેટ અંગે સાવચેતી, એનવાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી રોકાણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
ઇન્ટરનેટના ડિજિટાઇઝ્ડ, ડિસેન્ટ્રલાઇઝ્ડ અને ડેમોક્રેટાઇઝ્ડ વર્ઝન સાથે ક્રેડ્યુસ ખાતે અમે કીચી જેવા ટોકનની રજૂઆતની જરૂરિયાતને સમજીએ છીએ. કીચી ટોકનથી રોકાણકાર લઘુત્તમ સામેલગીરી સાથે ક્લાઇમેટ ચેન્જને અંકુશમાં રાખવામાં યોગદાન આપી શકે છે, તેમજ ભાવિ પેઢી માટે પર્યાવરણ ઉપર નોંધપાત્ર રીતે સકારાત્મક અસર પેદા કરી શકે છે. કીચીનો ઉદ્દેશ્ય સસ્ટેનેબિલિટી ક્રેડિટને ટોકનાઇઝ કરવાનો તથા ગ્રીન-હાઉસ-ગેસ ઉત્સર્જન, સહકારના નિર્માણ, ટકાઉ અને સુરક્ષિત માહોલની દરેક માટે રચના કરવાનો છે.
Tags :
Advertisement

.

×