Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AMC દ્વારા ટેસ્ટીંગ પણ વધારવામાં આવશે, દરરોજ સરેરાશ આટલા કોરોના ટેસ્ટ થાય છે

દેશભરમાં ફરીએકવાર કોરોના પગપેસારો કરી રહ્યો છે તેવામાં રાજ્યમાં અને શહેરમાં પણ સતત ટેસ્ટીંગ વધારવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્રારા ટેસ્ટીંગ પણ વધારવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો પહેલા 100 જેટલા જ ટેસ્ટ થતા હતા. પરંતુ જ્યારેથી બીજા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારથી અમદાવાદમાં પણ રોજના આશરે 1000 જેટલા ટેસ્ટીંગ કરવામાં આવે છે.હાલમાં કેસમાં સà
06:20 PM Dec 28, 2022 IST | Vipul Pandya
દેશભરમાં ફરીએકવાર કોરોના પગપેસારો કરી રહ્યો છે તેવામાં રાજ્યમાં અને શહેરમાં પણ સતત ટેસ્ટીંગ વધારવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્રારા ટેસ્ટીંગ પણ વધારવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો પહેલા 100 જેટલા જ ટેસ્ટ થતા હતા. પરંતુ જ્યારેથી બીજા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારથી અમદાવાદમાં પણ રોજના આશરે 1000 જેટલા ટેસ્ટીંગ કરવામાં આવે છે.
હાલમાં કેસમાં સામાન્ય રીતે વધારો નોંધાઈ રહ્યો છે. પરંતુ જો શહેરમાં સતત કેસમાં વધારો નોંધાશે તો એસટી અને રેલ્વે સ્ટેશન ખાતે પણ ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવશે. હાલમાં ફક્ત એરપોર્ટ પર બહારથી આવતા લોકો માટે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે. એરપોર્ટ પર 187 જેટલા કેસ કરવામાં આવ્યા છે.
છેલ્લા પાંચ દિવસના આંકડા
રોજના કોર્પોરેશનમાં સતત ટેસ્ટીંગ માં વધારો કરવામાં આવી રહ્યો છે.
23.12.22 ના રોજ 1 કેસ 
24.12.22 ના રોજ  9 કેસ 
25.12.22 ના રોજ 1 કેસ 
26.12.22 ના રોજ 2 કેસ 
27.12.22 ના રોજ 0 કેસ
28.12.22 ના રોજ 6 કેસ
માર્ચ 2020થી અત્યાર સુધી નોંઘાયેલા કોવિડના કુલ કેસ તેમજ મરણ અને કુલ ડિસ્ચાર્જના આંકડા
કુલ કેસ 3,94,307 
કુલ ડિસ્ચાર્જ 3,90,719 
કુલ મરણ  3572 
કુલ એક્ટીવ કેસ 16
કોરોનાની સંભવીત લહેર પહેલા જ વેક્સીનેશન પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. જેમાં પ્રથમ ડોઝ 18 થી વધુ ઉમંરના 51,59,683 લોકોએ રસી લીધી છે. 15 થી 18 વર્ષના 2,27,447 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. 12 થી 14 વર્ષના 1,49,554 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. બીજા ડોઝની વાત કરીએ તો 18 થી વધુના 47,16,615 લોકોએ રસી લીધી છે. 15 થી 18 વર્ષના 1,96,433 લોકોએ રસી નો બીજો ડોઝ લીધો છે. 12 થી 14 વર્ષની 1,16,371 લોકોએ રસી લીધે છે. બુસ્ટર ડોઝની વાત કરીએ તો 18 થી વધુ ઉમંરના 10,52,716 લોકોએ રસીનો પ્રિકોશન ડોઝ લીધો છે.
આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાના નવા 06 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 41 એ પહોંચી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAMCCoronaNewsCoronaTestingCoronaVirusGujaratCovid-19GujaratFirst
Next Article