Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોના બનશે કાળ, કોરોના ગયો પણ આડઅસર ની ભયાનકતા ચોંકાવનારી

વિશ્વભરમાં જીવલેણ કોરોનાએ (Covid-19) ભયાનતા ફેલાવી હતી. હાલ કોરોના (Corona Virus) ગાયબ થઈ ગયો છે. પરંતુ કોરોનાની ભયાનક આડ અસરો જોવા મળી રહી છે. અમેરીકાના (America) વિશ્વવિખ્યાત ઓન્કોલોજીસ્ટ (Oncologist) ડો. કશ્યપ પટેલે અમદાવાદમાં (Ahmedabad) નેચર મેડીસીન જર્નલમાં રીપોર્ટ (Report) રજુ કરાયો હતો. જે રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે જે લોકોને કોરોના થયો હતો તે પૈકીના 80 ટકા લોકોમાં આડઅસરો (Side Effect) જોવા મળી છે.કોરોનાના દર્દીઓ પર વà«
કોરોના બનશે કાળ  કોરોના ગયો પણ આડઅસર ની ભયાનકતા ચોંકાવનારી
વિશ્વભરમાં જીવલેણ કોરોનાએ (Covid-19) ભયાનતા ફેલાવી હતી. હાલ કોરોના (Corona Virus) ગાયબ થઈ ગયો છે. પરંતુ કોરોનાની ભયાનક આડ અસરો જોવા મળી રહી છે. અમેરીકાના (America) વિશ્વવિખ્યાત ઓન્કોલોજીસ્ટ (Oncologist) ડો. કશ્યપ પટેલે અમદાવાદમાં (Ahmedabad) નેચર મેડીસીન જર્નલમાં રીપોર્ટ (Report) રજુ કરાયો હતો. જે રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે જે લોકોને કોરોના થયો હતો તે પૈકીના 80 ટકા લોકોમાં આડઅસરો (Side Effect) જોવા મળી છે.
કોરોનાના દર્દીઓ પર વૈજ્ઞાનીક સંશોધન કરાયા હતા
  • 58% - લોકો થાક
  • 17% - લોકોને વધુ પડતો પરસેવો
  • 44%  - માથાનો દુખાવો
  • 27%  - એટેન્શન ડીસઓર્ડર
  • 12%  - વજન ઘટાડો
  • 19% - સાંધાનો દુખાવો
  • 12% - પાચન શક્તિ નબળી પડવી
  • 16% - છાતીમાં દુખાવો
  • 16% - યાદ શક્તિ નબળી પડવી
  • 19% - ખાંસી થતી હોવાનું બહાર આવ્યું છે.
કેન્સરમાં વધારો
અમેરીકાના ઓન્કોલોજીસ્ટ ડો.કશ્યપ પટેલ ચેતવણી આપતાં કહે છે કે, 30 થી 50 વર્ષની ઉંમરના યુવાનોમાં કેન્સરમાં વધારો થયો છે.કોરોનાના કારણે અનિન્દ્રા,ચિંતા,તનાવ સહિતના રોગોના કારણે કેન્શર થવાની શક્યતાઓ વધી રહી છે.ઉપરાંત ફાસ્ટ ફુડ, જંક ફુડ, ફ્રોઝન ફુડ, મોડી રાત સુધીના ઉજાગરા જેવા કારણોને લીધે પણ કેન્સર થવાની શક્યતાઓ વધી રહી છે.
આવનારા 10 વર્ષ બાદ સૌથી વધારે કેન્સરના દર્દીઓ ભારતમાં હશે
અમેરીકા માં 10 હજાર લોકો પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેમાં ચોંકાવનારી બાબત એ પણ કહી હતી કે ભારત આવતા 10 વર્ષમં કેન્સરનું હબ બનશે.10 વર્ષ બાદ વિશ્વમાં સૌથી વધારે કેન્શરના દર્દીઓ ભારતમં હશે.દશ વર્ષ બાદ ભારતમાં સૌથી વધારે મોતનું કારણ કેન્સર બનશે, વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મોત ભારતમાં થશે.યુએસએના કોરોલીનના વિખ્યાત કેન્સર સર્જન ડો.કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી છે કે જો ભારતના નાગરીકો પશ્ચિમિ સંસ્ક્રુતિ પ્રમાણેની જીવન શૈલીનો મોહ,પ્રદુષિત હવા અને આધુનિક ખોરાક લેવાનું ચાલુ રાખશે તો દશવર્ષ બાદ વિશ્વમાં કેન્સરના સૌથી વધુ દર્દી ભારતમાં હશે.
ભારતમાં માં સૌથી વધુ મોત કેન્સરથી થશે
ડો.કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી છે કે દશ પંદર વર્ષ બાદ વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મ્રુત્યુ ભારતમાં થશે.ભારતના લોકોમાં પશ્ચિમી સંસ્ક્રુતીનું આધળું અનુકરણ કરવાનું ગાંડપણ ઉપડ્યું છે.પરંપરાગત સ્વાદિષ્ટ-પૌષ્ટીક આહારને છોડી ભાારતના લોકોન જંકફુડ,ફાસ્ટફુડ,પેકેટ ફુડ અને કેમીકલયુકત્ ફુડ લઈ રહ્યા છે. જે કેન્સરનો નોંતરે છે. ડો.કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ભારતના લોકો જેમની આધુનિક જીવન શૈલી,આધુનિક ખોરાક અને પ્રદુષિત હવાને ચોડશે નહીં તો આગામી 10-15 વર્ષમાં વિશ્વમાં કેન્સરના કારણે મોતની ઘટનાઓ સૌથી વધારે ભારતમાં બનશે.
આદ્યાત્મિકતાના આધાર પર સંશોધન
ડો.કશ્યપ પટેલ કેન્સરના દર્દીઓ પર સંશોધન કરે છે.દર્દીને તાંબાના ડોમમાં બેસાડી તેને મંત્રોચ્ચાર,સાધના અને ધ્યાન કરાવવામાં આવે છે.જેના સારા પરિણામો મળી રહ્યા છે.મંત્ર-ધ્યાન અને યોગ દર્દીઓને ઝડપથી રોગમુક્ત થવામાં મદદ કરે છે.તેમને અમેરીકન સરકાર દ્વારા સંશોધન માટે ફંડ પણ મળી રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.