ધોરણ 01માં પ્રવેશ માટે 6 વર્ષની યોગ્યતાનો સર્જાયો વિવાદ, હાઈકોર્ટમાં થઈ અરજી
શું છે સમગ્ર મામલો
રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટની નવી જોગવાઈને લઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં નિયમ મૂજબ 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનારને જ ધોરણ 01 માં પ્રવેશ મળે છે. અરજદાર 6 વર્ષ પૂર્ણ થવામાં 21 દિવસ બાકી હોવાથી એડમિશન ન અપાઈ રહ્યાંની અરજદારના વકીલ દિલીપ કુમાર પ્રજાપતિ દ્વારા રજુઆત કરાઈ છે.
શું છે RTE ની જોગવાઈ
બાળકના વાલી પ્રિયંકા પ્રજાપતિ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. બાળકના 21 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જ્યારે નિયમ 01 જુનનો હોવાથી બાળકને પહેલા ધોરણમાં એડમિશન મળી શકે તેમ નથી. તેને પહેલા ધોરણમાં પ્રવેશ માટે વધુ એક વર્ષ રાહ જોવી પડે તેમ છે. RTE ના આ નિયમને હાઇકોર્ટમાં પડકારાયો છે.અરજદારની અરજી પર રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે આદેશ કર્યો છે. આ મુદ્દે ઉનાળુ વેકેશન બાદ 12 જૂનના વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે આ કેસ મુદ્દે સરકારનો જવાબ અને કોર્ટનો નિર્ણય અનેક બાળકોના વાલીઓને અસર કરશે.
સુનાવણી વેકેશન બાદ એટલે કે 21મી જૂને યોજાશે
ધોરણ-1ના પ્રવેશ સંદર્ભે વાલીઓમાં અસમંજસ હતું કે, પાંચ વર્ષે બાળકને શાળામાં પ્રવેશ મળશે કે નહી જેને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂનના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી છે તેવું પરિપત્રમાં જણાવ્યું હતું. આ બાબતને લઈને હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નોટીસ પાઠવી છે અને આગામી સુનાવણી વેકેશન બાદ એટલે કે 21મી જૂને યોજાશે.
આપણ વાંચો- ગુજરાતના પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો આજથી પ્રારંભ, વાહન માલિકને SMS થી અપાશે નોટિસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ -કલ્પીન ત્રિવેદી, અમદાવાદ