Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાના ભાજપ પર આકરા પ્રહાર

દેશની સાંપ્રત સ્થિતિને લઇ કોંગ્રેસ આજે દેશભરમાં પત્રકાર પરિષદ કરી રહ્યું છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતા અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અમદાવાદ પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. હુડ્ડાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે,  દેશના તમામ પ્રદેશની રાજધાનીમાં આજે એક સાથે પ્રેસ વાર્તા કરી રહ્યા છીએ. નફરતની વિચારધારાથી અમે દૂર રહ્યા છીએ. આજે જે સ્થિતિ છે, આંતકીઓ
કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાના ભાજપ પર આકરા પ્રહાર
દેશની સાંપ્રત સ્થિતિને લઇ કોંગ્રેસ આજે દેશભરમાં પત્રકાર પરિષદ કરી રહ્યું છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતા અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અમદાવાદ પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. 
હુડ્ડાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે,  દેશના તમામ પ્રદેશની રાજધાનીમાં આજે એક સાથે પ્રેસ વાર્તા કરી રહ્યા છીએ. નફરતની વિચારધારાથી અમે દૂર રહ્યા છીએ. આજે જે સ્થિતિ છે, આંતકીઓ અને અપરાધીઓ જે રીતે ભાજપ સાથે જોડાયેલા હોવાની વાત એક બાદ એક આવે છે ત્યારે વિપક્ષ તરીકે અમારી ફરજ છે કે દેશના લોકો અને ભાજપ સામે કેટલાક પ્રશ્ન મૂકવા જોઈએ. દુઃખ થાય છે કે અલગ અલગ જગ્યાએ રાષ્ટ્રદ્રોહી, અલગાવવાદી વિચારધારાના લોકોના તાર ભાજપ સાથે જોડાયેલા છે. આવા લોકો ભાજપમાં મોટા પદો પર બેસેલા હોય છે. દેશ અને તમામ માટે દુઃખની વાત છે, પણ ભાજપ માટે આ ચિંતાનો વિષય હોવો જોઈએ. આવા લોકો ભાજપમાં જુદા જુદા પદો પર કેવી રીતે જોડાય છે, એ સવાલ છે. ભાજપે આની ઉપર તપાસ માટે સમિતિ બનાવવી જોઈએ. 
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે પણ બેઠક બોલાવી ચિંતન કરવું જોઈએ. નફરતની રાજનીતિ, રાજદ્રોહની વિચારધારાના લોકો કેવી રીતે ભાજપમાં આગળ વધી રહ્યા છે એ જોવું જોઈએ. ઉદયપુરમાં કનૈયાલાલની હત્યામાં આરોપી મોહમ્મદ  ભાજપનો કાર્યકર નીકળ્યો. રિયાઝ ભાજપમાં નેતાઓની ફેકટરીમાં કામ કરતો હતો. જમ્મુમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પકડાયેલો આતંકી તાલિબ હુસૈન, ભાજપનો સભ્ય નીકળ્યો, ભાજપના અનેક નેતાઓ સાથે ફોટો સામે આવ્યો. આ આતંકી અમરનાથ યાત્રાળુઓ પર હુમલાની યોજના બનવાતો હતો. 2020માં આતંકીઓને હથિયાર આપવા મામલે તરિક અહેમદ મિરને ઝડપવામાં આવ્યો, એણે આતંકીઓને મદદ કરનાર DSP સાથે ઝડપવામાં આવ્યો હતો.
વધુમાં હુડ્ડાએ કહ્યું કે 2017માં મધ્યપ્રદેશમાં આઇટી સેલના ભાજપના નેતાઓને ઝડપ્યો. આસામના ભાજપના નેતાઓને આતંકીઓને મદદ કરવાના આરોપમાં કેદની સજા ફટકારવામાં આવી હતી. આ નામ માત્ર પદાધિકારીઓ સુધી સીમિત નથી, કેટલાકને તો ચૂંટણી પણ લડાવી. મસૂદ અઝહરનાં શાગિર્દને જમ્મુમાં વોર્ડ 23 થી ચૂંટણી પણ લડાવી હતી. ભાજપ બેઠક બોલાવી આ બાબતો પર વિચાર કરે. દેશ તલવારથી નથી તૂટતો, વિચારથી દેશ તૂટે છે. નફરતની વિચારધારાને રાષ્ટ્રપ્રેમથી હરાવી શકાય છે. ભાજપ જ્યારે પોતાનું ઘર સુરક્ષિત નથી રાખી શકતો ત્યારે દેશમાંથી આતંકીઓને કેવી રીતે બહાર કાઢી શકશે.  આ ભાજપ પાસે કોઈ વોશિંગ પાવડર પણ નથી, શું આવો કોઈ પાવડર છે, જેનાથી તમામ આતંકીઓ ભાજપમાં પદાસીન થતા આતંકીઓ નહીં કહેવાય.
હુડ્ડાએ ગુજરાત મામલે વાત કરતા કહ્યું કે, પંજાબ, દિલ્લી, હરિયાણામાં આજે ડ્રગ્સની ચપેટમાં અનેક યુવાનો છે. ભારતમાં જે ડ્રગ્સ આવે છે, જે પકડાય છે એ ગુજરાતના જે પોર્ટ છે. ત્યાં કોઈ નાનો જથ્થો નથી ઝડપાયો. NIA એ તપાસ કરી, કંડલા પોર્ટમાં 350 કિલો હેરોઈન મળ્યું છે. શું થઈ રહ્યું છે. NIA ના માધ્યમથી જે લિંક આવી એમાં પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી સંગઠનો સામે આવ્યા. આ કેવુ સુરક્ષાનું વાતાવરણ આપી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.