Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર ગુજરાતની 53 બેઠકો માટે કોંગ્રેસનું મંથન, મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય પર બેઠક

વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ રાજકીય પક્ષો સક્રિય થયા છે. ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક્ટ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ચાલી રહ્યા છે. તો સામે કોંગ્રેસે પણ મેરા બુથ મેરા ગૌરવ અભિયાન અંતર્ગત ઝોન વાઇઝ બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે મિશન ૨૦૨૨ અંતર્ગત બેઠકોના દોર શરૂ થયા છે. બુથ મેનેજમેન્ટ અને આગામી કાર્યક્રમો માટે આજે ઉત્તર ગુજરાત ક
ઉત્તર ગુજરાતની 53 બેઠકો માટે કોંગ્રેસનું મંથન  મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય પર બેઠક
વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ રાજકીય પક્ષો સક્રિય થયા છે. ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક્ટ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ચાલી રહ્યા છે. તો સામે કોંગ્રેસે પણ મેરા બુથ મેરા ગૌરવ અભિયાન અંતર્ગત ઝોન વાઇઝ બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે મિશન ૨૦૨૨ અંતર્ગત બેઠકોના દોર શરૂ થયા છે. 
બુથ મેનેજમેન્ટ અને આગામી કાર્યક્રમો માટે આજે ઉત્તર ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકની અંદર ઉત્તર ગુજરાતના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને પ્રભારી બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાંત તાલુકા પ્રમુખ, પ્રભારી અને વિધાનસભા બેઠકના નિરીક્ષકો પણ બેઠકમાં હાજર હતા. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ૧૨૫ બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે ઉત્તર ગુજરાતની 53 બેઠકો માટે નેતાઓએ મંથન કર્યું છે. જે વિશે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતું કે બેઠક દિઠ ૩ નિરીક્ષકો નિમણૂક કરાશે. જે લોકો ગુજરાત અને ગુજરાત બહારના પણ હશે. જેમાં એક ગુજરાત બહારથી, એક ગુજરાતના અને એક જે તે બેઠકની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે. મારું બુથ મારું ગૌરવ અભિયાન માટે જવાબદારીની વહેચણી થશે .
રઘુ શર્માએ વધુમાં જણાવ્યુ હતું કે તમામ 4 ઝોનમાં કોંગ્રેસની સંગઠન બેઠકો ચાલી રહી છે. ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરોને મળવા વિધાનસભાના પ્રવાસ કરશે. કોંગ્રેસના જનતા મેનિફેસ્ટો અંગે 1 હજાર બેઠકો કરીશું. તમામ વર્ગના લોકોને મળી તેમની માગનો મેનિફેસ્ટો તૈયાર થશે. તેમણે આગળ કહ્યું કે ભાજપ ચૂંટણી સમયે લાવેલા મેનિફેસ્ટો કચરાપેટીમાં નાંખી દે છે. કોંગ્રસે 125થી વધુ બેઠકો પર લક્ષ્યાંક રાખ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે અત્યારથી બુથ પર ભાર મુકવા માટે તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા તમામ બુથ સુધી પહોંચવા કમર કસી છે.
Advertisement
Tags :
Advertisement

.