ગુજરાતમાં pesa એક્ટના અમલના મુદ્દે કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહાર
Panchayats Extension to Scheduled Areas Act એટલે કે Pesa એક્ટને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ શરુ થયું છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાજપ સરકાર પ્રહાર કર્યા હતા.અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે કોંગ્રેસની સરકાર છે ત્યાં pesa એકટને સંબધિત એરિયામા લાગુ કર્યો છે. દેશમાં આઝાદીના લાડવૈયા આદિવાસીઓની ચિંતા વ્યક્ત કરી હતી. વર્ષોથી આદિવાસી પ્રજા જંગલ વિસ્તારમાં
Advertisement
Panchayats Extension to Scheduled Areas Act એટલે કે Pesa એક્ટને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ શરુ થયું છે.
આ મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાજપ સરકાર પ્રહાર કર્યા હતા.અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે કોંગ્રેસની સરકાર છે ત્યાં pesa એકટને સંબધિત એરિયામા લાગુ કર્યો છે. દેશમાં આઝાદીના લાડવૈયા આદિવાસીઓની ચિંતા વ્યક્ત કરી હતી. વર્ષોથી આદિવાસી પ્રજા જંગલ વિસ્તારમાં રહે છે.તેમને આ જોગવાઈઓ હવે ઉપયોગી બનશે.
તેમણે કહ્યું કે આ એક્ટ મુજબ આદિવાસીઓને અધિકાર મળશે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે આદિવાસીની ચિંતા વ્યક્ત કરી છે અને આદિવાસીના અધિકારો જળવાઈ રહે તેવા પ્રયત્ન કર્યા હતા. જંગલમાં રહેતા લોકો માટે જમીન ખેડતા હતા તેની જ મર્યાદા માં જમીનનો કટકો અપાયો છે પણ વર્ષ 2009માં કેન્દ્ર સરકારે વર્ષ 2006ના જુના કાયદા મુજબ જ અમલ કર્યો હતો.
છત્તીસગઢના pesa એકટ મુજબ જ કાયદો કોંગ્રેસના રાજમાં અમલ થયો હતો. જેમા છત્તીસગઢમાં 11 પ્રકારની જવાબદારી ગ્રામસભાને સોપાઈ છે. જેનાથી હવે સ્થાનીક લોકોને તેનો સીધો ફાયદો મળશે ત્યારે ગુજરાતમાં માત્ર અભિપ્રાય લેવાનો નિયમ છે પણ સ્થાનીકોના હાથમા કોઈ સતા નથી. ગુજરાતમાં pesa એક્ટ દાખલ થાય તો આદિવાસી અને બિન આદિવાસીના હકો જળવાઈ રહેશે. 50 ટકા કરતા વધુ વસ્તી છે જેને હકથી વંચિત નહીં રાખી શકાય. પર્યાવરણને નુકશાન કરતા પ્રોજેકટ હોય તેને ફોરેન્સ કલીયરન્સનો નિયમ pm મોદીએ લાગુ કર્યો છે જેમાં ઇઝ ઓફ લિંવિંગનો હક આદિવાસીઓનો છીનવી લેવાયો છે .
તેમણે કહ્યું કે અમારી કોંગ્રેસની સરકાર આવશે તો અમે તેમનો હક પરત આપીશું. Pesa કાનૂનનું અમલીકરણ ગુજરાતમાં થાય તેવો અમે પ્રયત્ન કરીશું.
બીજી તરફ સુખરામ રાઠવાએ જણાવ્યું કે રાહુલ ગાંધી આદિવાસીઓ માટે વિશેષ ચિંતિત છે. આદિવાસીઓના હક મળી રહે તેવો એક્ટ છત્તીસગઢમાં લાગુ કર્યો છે. ગુજરાતમાં pesa એક્ટ લાગુ છે પરંતુ ગુજરાતમાં તેનો અમલ થતો નથી જે સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં આદિવાસીઓ સાથે છે તે આદિવાસીઓને કાંઈ ફાયદો. નથી.