Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરાઈવાડીમાં મહિલાને પરિણીત પુરુષ સાથે થયો પ્રેમ, પ્રેમીએ લગ્નની ના પાડતા દુષ્કર્મની ફરિયાદ

અમરાઇવાડીમાં રહેતી એક મહિલાએ તેની પાડોશમાં રહેતા એક પરિણીત યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે ૪૪ વર્ષીય મહિલાને તેની બાજુમાં રહેતા પરિણીત પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને અવાર નવાર ચોરીછૂપીથી મળતા હતા. જેમાં યુવકે લગ્ન કરવાની લાલચ આપીને અવાર નવાર મહિલા સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. જો કે બાદમાં યુવકે લગ્ન કરવાાની ના પાડતા મહિલાએ àª
અમરાઈવાડીમાં મહિલાને પરિણીત પુરુષ સાથે થયો પ્રેમ  પ્રેમીએ લગ્નની ના પાડતા દુષ્કર્મની ફરિયાદ
અમરાઇવાડીમાં રહેતી એક મહિલાએ તેની પાડોશમાં રહેતા એક પરિણીત યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે ૪૪ વર્ષીય મહિલાને તેની બાજુમાં રહેતા પરિણીત પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને અવાર નવાર ચોરીછૂપીથી મળતા હતા. જેમાં યુવકે લગ્ન કરવાની લાલચ આપીને અવાર નવાર મહિલા સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. જો કે બાદમાં યુવકે લગ્ન કરવાાની ના પાડતા મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
44 વર્ષિય મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે પોતાની માત સાથે અમરાઇવાડીમાં રહે છે. 1998ના વર્ષમાં મહિલાના લગ્ન થયા હતા. લગ્નજીવનથી તેને એક દીકરી પણ છે. જો કે બાદમાં પતિ સાથે મનદુ:ખ થતા 2012ના વર્ષમાં મહિલાના છુટાછેડા થયા હતા. ત્યારથી તે મહિલા પોતાના માતા-પિતા સાથે અમરાઇવાડી વિસ્તારમાં જ રહે છે. ત્યારબાદ આ મહિલાની ઓળખાણ તેની ચાલીની બાજુમાં રહેતા એક પરિણીત યુવક સાથે થઇ અને બંનેમાં પ્રેમ સંબંધ બંધાયો.
મહિલા અને યુવક ચોરીથી અકબીજાને અવાર નવાર મળતા હતા. જે દરમિયાન તે યુવકે મહિલા સાથે લગ્ન કરી તેની દીકરીને પણ અપનાવવાનું વચન આપ્યું હતું. લગ્નની લાલચ આપીને યુવકે મહિલા સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મહિલા જ્યારે પણ લગ્નનું કહેતી તો યુવક થોડા સમયમાં લગ્ન કરી લેશે તેમ કહીને બળ જબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. 
એક દિવસ મહિલા તેના પિતાના ઘરેથી કપડાં લઈને નીકળી અને પ્રેમી યુવકને ફોન કર્યો. જેમાં મહિલાએ તેને સાથે રાખવાની વાત કરી. તો યુવકે સાથે રાખવાની ના પાડી દીધી અને જો તેના ઘરે આવશે કે ફરિયાદ કરશે તો પોતે મરી જશે તેવી ધમકી મહિલાને આપી હતી. આમ વારંવારની ધમકી અને વાયદાથી કંટાળી પ્રેમી યુવક વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરીયાદ નોંધાવી છે.
Advertisement
Tags :
Advertisement

.