AMCએ પેપર કપ પર પ્રતિબંધ મુકતા હજારો લોકો બેરોજગાર થવાની ભીતિ, પેપર કપ પર પ્રતિબંધ પર મોટા પ્રશ્નો
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેપર કપ પર પ્રતિબંધ મુકતા પેપર કપ એસોસિયેશન દ્વારા અમદાવાદ કોર્પોરેશનના મેયર કિરીટ પરમારને આવેદન આપતા જણાવ્યું હતું કે પેપર કપથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી તે 100ટકા રીસાઇકલ બિન તથા બયોડીગ્રેબલ કેબલ છે. આ પ્રતિબંધ લાગતા અમદાવાદ શહેરમાં 1000 યુનિટ બંધ થશે તો હજારો કાર્યકરો બેરોજગાર બને તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરà«
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેપર કપ પર પ્રતિબંધ મુકતા પેપર કપ એસોસિયેશન દ્વારા અમદાવાદ કોર્પોરેશનના મેયર કિરીટ પરમારને આવેદન આપતા જણાવ્યું હતું કે પેપર કપથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી તે 100ટકા રીસાઇકલ બિન તથા બયોડીગ્રેબલ કેબલ છે. આ પ્રતિબંધ લાગતા અમદાવાદ શહેરમાં 1000 યુનિટ બંધ થશે તો હજારો કાર્યકરો બેરોજગાર બને તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના લીધે અલગ અલગ જગ્યાએ તપાસ કરીને અનેક લોકો ઉપર દંડ પણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કોર્પોરેશન માને છે કે પેપર કપના કારણે શહેરમાં પ્રદૂષણ થાય છે અને તેનો યોગ્ય નિકાલ ન થતા ડ્રેનેજ માં જાય છે જેના કારણે ડ્રેનેજ બ્લોક થવાના કેસ સામે આવે છે. જેને લઇ પેપર કપ એસોસિએશન દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું હતું.
હજારો કારીગર બેરોજગાર થશે
વેપારી અભય ભાઈએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસ્પોસબલ પેપર કપની ગ્લાસનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. જેને પરિણામે અમે લોકો પેપર ગ્લાસ અને કપનું વ્યવસાય શરૂ કર્યો છે.બેંકલોન અને બહારથી વ્યાજ પેટે પૈસા લાવીને આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પેપર કપ બંધ કરવાનો હુકમ કર્યો છે. જેનાથી અમારી રોજગારી બંધ થઈ જશે તેમજ કારીગર વર્ગને જે એક મશીન પર કારીગરની જરૂર પડે છે. અમદાવાદમાં 1000થી પણ વધુ યુનિટ આવેલા છે. જેના કારણે હજારો કારીગરો બેરોજગાર થાય તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે.
પેપર કપ પ્રદૂષણ થતું નથી
વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન કચરો કલેક્શનની કામગીરી બરાબર કરી શકતા નથી તેને માટે પેપર ક્ષમતાડે છે તેમના આ નિર્ણયથી હજાર લોકોને રોજગારી સિવાય છે. સાથે કમિશનના અન્યથી કોઈપણ પ્રકારનું તથ્ય જોવા મળતું નથી કારણ કે પેપર કપ થી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કે નુકસાન થતું નથી તેથી અમારી માગણી છે કે લિસ્ટ કલેક્શન કરવા વાળાને સક્રિય કરે અને તમારો તમે નિર્ણય લીધો છે. તે પરત લેવામાં આવે તેવી અપીલ કરી છે.
નાની કીટલી વાળાને જ કેમ દંડ
બધા માં જણાવ્યું હતું કે કોર્પોરેશન અધિકારીઓ ફક્ત નાની કીટલીવાળાને કેમ દંડ કરે છે મોટા વેપારીઓ આઈસ્ક્રીમ કે પછી મોટી રેસ્ટોરન્ટ વાળાને પણ છાવરે છે. હેમોર આઇસ્ક્રીમ, અમુલ આઈસ્ક્રીમ, વાડીલાલ આઈસ્ક્રીમ,શંભુ કાફી કે ટી પોસ્ટ આવા અને મોટા મોટા કાફી પણ સામેલ છે.જેમની પાસે હજુ સુધી કોઈ પણ જાતનો દંડ વસૂલવામાં આવ્યો નથી. આ બધી મલ્ટી નેશનલ કંપની પણ પેપર પ્રોડક્ટ વાપરે છે કે જે નાની કંપની ચા ની કેટલી વાર પણ વાપરે છે. તેથી સમાન માપન રાખી નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement