Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ મનપાનો સરાહનીય નિર્ણય, ગરીબ બાળકો ફ્રી મોબાઇલ બસ સેવા શરૂ

અમદાવાદ શહેરમાં બેરોજગારી અને ગરીબી હેઠળ અનેક લોકો જીવી રહ્યા છે. તેવામાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરના ભિક્ષુક બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ માટે ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. શિક્ષણએ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. પરંતુ મેટ્રો સિટી એવા અમદાવાદ શહેરના દરેક ચાર રસ્તા પર બાળકો ભિક્ષા માંગતા નજરે પડે છે, ત્યારે આવà
11:34 AM Feb 08, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં બેરોજગારી અને ગરીબી હેઠળ અનેક લોકો જીવી રહ્યા છે. તેવામાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરના ભિક્ષુક બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ માટે ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. શિક્ષણએ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. પરંતુ મેટ્રો સિટી એવા અમદાવાદ શહેરના દરેક ચાર રસ્તા પર બાળકો ભિક્ષા માંગતા નજરે પડે છે, ત્યારે આવા વંચિત બાળકો માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફ્રી મોબાઇલ બસ સેવા શરૂ કરાઇ છે. આપને થશે કે, બસમાં શિક્ષણ કેવી રીતે અપાશે તો આવો જાણીએ કેવી રીતે કોર્પોરેશનની બસો ગરીબ બાળકોને ભણાવશે.
નવતર પ્રયોગ દ્વારા બાળકો માટે આકર્ષણ ઉભુ કરાશે
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબ અને વંચિત બાળકો કે, જે રોડ-રસ્તા પર ભીખ માગીને પોતાનું બાળપણ ગુમાવે છે. સાથે જ પૈસાની તંગી અને સામાજીક કારણોસર આવા બાળકો શાળાએ ભણવા પણ જઇ શકતા નથી. તે બાળકો માટે કોર્પોરેશનની બસો શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇને આવા ગરીબ બાળકોને ભણાવશે. ગરીબ બાળકો માટે અનેક શાળાઓ તો ખુલી છે, પરંતુ એ શાળાઓમાં બાળકો જતા નથી અથવા જઇ નથી શકતા. ત્યારે કોર્પોરેશના નવતર પ્રયોગથી બાળકોને આકર્ષીને બસમાં ભણવા જશે.જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાળકોને શિક્ષણ આપશે.
કેવી હશે આ બસ?
શરૂઆતમાં આવી 10 બસો તૈયાર કરવામાં આવી છે. આ બસો અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ  હશે. આ બસમાં CCTV કેમરા, બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે માટે LED ટીવી, પુસ્તકો અને નોટબુક મુકવા માટે કબાટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બસમાં એક સાથે 15 બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા છે. બસમાં લાઈટ, પંખા, પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ પર ભિક્ષા માંગતા બાળકો શિક્ષિત થાય તે હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ ભિક્ષા નહિ શિક્ષાનો છે. જેમાં 6 વર્ષથી 14 વર્ષના બાળકોને ભણાવામાં આવશે.
 
વિદ્યાર્થીને મળશે શિષ્યવૃત્તિ યોજનાનો લાભ
આ યોજના અંતર્ગત દરેક બસમાં 2 શિક્ષક અને 1 હેલ્પરની વ્યવસ્થા રખાશે.આ સિવાય બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્ય પુસ્તક, MDM, શિષ્યવૃત્તિ યોજનાઓ વગેરેનો લાભ પણ આપવામાં આવશે. હાલમાં પ્રથમિક ધોરણે  20 જેટલા જાહેર રસ્તા પરના 139 વિદ્યાર્થીઓને આ બસના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે.
Tags :
AhmedabadahmedabadmanpaGujaratFirst
Next Article