Surat : 15 લાખના હીરાનું પાર્સલ જોઈને કોઈનું પણ ઈમાન ડગી જાય પણ....
15 લાખના હીરાનું પાર્સલ જોઈને કોઈ પણ વ્યક્તિનું ઈમાન એક ક્ષણ માટે તો ડગી જ જાય પરંતુ સુરતના કાપડના વેપારીએ માનવતા દાખવી ઈમાનદારીનું એક અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સુરત શહેરના મહિધરપુરા વિસ્તારની આ ઘટના છે. મહિધરપુરા વિસ્તારમાં હીરા બજાર આવેલું છે અને ત્યાં અનેક હીરા વેપારીઓ અને દલાલો હીરાનું કામકાજ કરતા હોય છે મહિધરપુરા હીરા બજારમાં એક વેપારીનું રફ હીરાનું પાર્સલ પડી ગયું હતું જે કાપડના વેપારીને મળતા તે પાર્સલ તેના મૂળ માલિકને પરત કર્યું હતું.
કાપડના વેપારીને હીરાનું પાર્સલ મળ્યું
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરતાં કાપડના વેપારી બીપીન ભોયાણી પોતાના કામ અર્થે મહીધરપુરાથી પસાર થતા હતા તે સમયે અચાનક તેમની નજર હીરાના પાર્સલ ઉપર પડી હતી. હીરાનો પેકેટ તેમને મળતા તેમના તું અંતર જ આપે કે ઉઠાવી લીધું હતું. આ પેકેટમાં હીરા વેપારીનો મોબાઇલ નંબર અને નામ લખાયેલું હતું.
ડાયમંડ એસોશિએશનને વચ્ચે રાખી પરત પહોંચાડ્યું
પાર્સલ પડી ગયા બાદ હીરા વેપારી એ પાર્સલને શોધી રહ્યા હતા પરંતુ આ પાર્સલ સુરતના જ એક કાપડ વ્યાપારીને મળ્યું હતું. કાપડ વેપારીએ 15 લાખના રફ હીરાનું પાર્સલ મળવા છતાં માનવતા દર્શાવી હીરાનું પાર્સલ હીરા વેપારીને પરત મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. સુરત ડાયમંડ એસોસિએશનને વચ્ચે રાખીને તેમણે આ પાર્સલ હીરા વેપારીને પરત પહોંચાડ્યું હતું.
જો કે બીપીન ગોયાણી આ પાર્સલ સીધુ વેપારીને આપવા કરતા સુરત ડાયમંડ એસોસિયેશનનો સંપર્ક કરી વેપારીને પાર્સલ આપવાનું નક્કી કર્યું હતું. બીપીન ગોયાણી તુરતજ સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચી જે તે વેપારીને આ પાર્સલ પરત મળે તેની તૈયારી કરી હતી અને તેઓએ આ પાર્સલ હીરા વેપારીને ડાયમંડ એસોસિએશન થકી પરત આપ્યું
મંદીમાં મોટું નુકસાન પહોંચી શકે તેમ હતું
મહિધરપુરામાં હીરાનો વેપાર કરતાં અનિલભાઈનું આ હીરાનું પેકેટ હતું. અનિલભાઈ હીરાનું પેકેટ ખોવાયા બાદ તેને શોધતા હતા કારણ કે એક તરફ હીરામાં મંદી ચાલી રહી છે અને તેમાં પણ 15 લાખના રફ હીરા ખોવાઈ જવા એ વેપારી માટે મોટું નુકસાન ગણાય એવું હતું. આ નુકસાન ને વેપારી વેચી શકે એમ નહોતા પરંતુ તેમના માટે બિપિન ગોયાણી ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયા તેમણે આ પાર્સલ અનિલભાઈ સુધી પહોંચાડયુ. બિપિન ગોયાણી દ્વારા અનિલભાઈને રફ હીરાનું 15 લાખનું પાર્સલ પરત પહોંચાડવામાં આવતા. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વિપિન ગોયાણીનું સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે હાલ મંદીના સમયમાં પણ આવી માનવતા ખરેખર દિલદાર વ્યક્તિ જ દાખવી શકે.
અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત
આ પણ વાંચો : બુધવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.