Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સસ્પેન્ડેડ IAS અધિકારી કે.રાજેશની ચાર્જશીટ CBIએ ફાઇલ કરી, ચાર્જશીટમાં થયા મહત્વના ખુલાસા

CBI દ્વારા ગુજરાતના IAS ઓફિસર કે.રાજેશ અને રફીક મેમણ નામના એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં કે.રાજેશ દ્વારા હથિયાર લાયસન્સ આપવાના અવેજમાં ભ્રષ્ટાચાર અને સરકારી જમીન/પ્લોટની ફાળવણી કરી ખાનગી પાર્ટીને ઠરાવવી દેવાનો આરોપ, બિન ખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવા, સરકારી જમીનનું દબાણ નિયમિત કરવાનો પણ આરોપ છે. આ તમામ બાબતોમાં કે. રાજેશ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના
04:33 AM Aug 03, 2022 IST | Vipul Pandya
CBI દ્વારા ગુજરાતના IAS ઓફિસર કે.રાજેશ અને રફીક મેમણ નામના એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં કે.રાજેશ દ્વારા હથિયાર લાયસન્સ આપવાના અવેજમાં ભ્રષ્ટાચાર અને સરકારી જમીન/પ્લોટની ફાળવણી કરી ખાનગી પાર્ટીને ઠરાવવી દેવાનો આરોપ, બિન ખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવા, સરકારી જમીનનું દબાણ નિયમિત કરવાનો પણ આરોપ છે. આ તમામ બાબતોમાં કે. રાજેશ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો અને સુરતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કે.રાજેશે પોતાના પદ, સત્તાનો દુરઉપયોગ કરીને સંપત્તિ (દુકાનો)ખરીદી લેવાનો આરોપ પણ લાગ્યો છે.
મહત્વનું છે કે, CBI દ્વારા જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં આરોપ છે કે, કે.રાજેશ અને તેનો મિત્ર રફીક મેમણ દ્વારા આ ખેલ કરવામાં આવ્યો છે. વિગતવાર વાત કરીએ તો, કે.રાજેશ સામે મથુરભાઈ સાકરીયા નામના ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે તેમને હથિયારના લાયસન્સ માટે 5 લાખ માંગવામાં આવ્યા હતા. જેમાં 4 લાખમાં ડીલ થઈ હતી અને જેમાં 3 લાખ રોકડ આપી દેવામાં આવ્યા હતા અને 1 લાખ માટે કે.રાજેશ દ્વારા એક એકાઉન્ટ નંબર આપવામાં આવેલો જેની એક ચિઠ્ઠીમાં નંબર લખવામાં આવેલ અને જેમાં મથુરભાઈએ રૂપિયા જમા કરાવ્યા હતા. જે રૂપિયા 49,000 કરીને 2 વાર થયા હતા. CBIની તપાસમાં સામે આવ્યું કે, જે એકાઉન્ટ નંબરમાં રૂપિયા જમા થયા છે તે સુરતના રફીક મેમણનું છે અને જે એકાઉન્ટ 1997 થી છે જે જીન્સ કોર્નર નામની દુકાન ધરાવે છે.
ચાર્જશીટમાં જાણવા મળ્યું છે કે, રફીક મેમણ દ્વારા 4 બીલો મથુરભાઈના નામે બનાવવામાં આવેલા જે તેમને ખરીદી કરી છે પરંતુ તપાસ કરતા CBIને જાણવા મળ્યું કે જે બીલો બનાવવામાં આવેલા છે તે બીલો નકલી છે કારણ કે તે બીલો જૂના એટલે કે 2019 અને 21 ના છે અને જે બીલો પરેશભાઈ અને પ્રફુલભાઈના નામે અને એક બિલ સરના નામે બનાવવામાં આવેલ છે. CBIએ પ્રફુલભાઈ અને પરેશભાઈની સાથો સાથ તેમના સગા જે જેતે સમય કપડાં લેવા ગયા હતા એવા જયેશભાઈનું પણ નિવેદન લીધું છે અને જેમને આ સમાન ખરીદી કર્યાનું સ્વીકાર કર્યું છે. મહત્વનું છે કે, ચાર્જશીટમાં ગુજરાત acb માં જે અરજી થઈ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. CBI એ અસલી બીલોની માહિતી પણ ચાર્જશીટમાં નાખી છે અને રફીક અને કે.રાજેશ છેલ્લે જે wahtsapp કોલમાં વાત કરી 1 મિનિટ કરતા વધારે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Tags :
AhmedabadCBIChargeSheetCrimeGujaratGujaratFirstIASOfficerK.Rajesh
Next Article