રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની સંભાવના
રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રમાણ વધ્યું આગામી અઠવાડિયાથી ઠંડીમાં હજુ પણ વધારો થશે સાથે જ હવામાન વિભાગે શિયાળામાં માવઠાની કરી આગાહી ડિસેમ્બરના બીજા સપ્તાહથી વાદળછાયું વાતાવરણ રેહશે 11 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી માવઠું થવાનું અનુમાન બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરની અસર થશે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પાડવાનું અનુમાન કમોસમી માવઠાથી ખેડૂતો શિયાળા પાકને લàª
- રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રમાણ વધ્યું
- આગામી અઠવાડિયાથી ઠંડીમાં હજુ પણ વધારો થશે
- સાથે જ હવામાન વિભાગે શિયાળામાં માવઠાની કરી આગાહી
- ડિસેમ્બરના બીજા સપ્તાહથી વાદળછાયું વાતાવરણ રેહશે
- 11 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી માવઠું થવાનું અનુમાન
- બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરની અસર થશે
- સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પાડવાનું અનુમાન
- કમોસમી માવઠાથી ખેડૂતો શિયાળા પાકને લઇ ચિંતિત
રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. વળી આગામી દિવસોમાં ઘાતક ઠંડીની આશંકા છે. તેવામાં જ હવામાન વિભાગે માવઠું થવાની આગાહી આપી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે આગામી 11 થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
એક તરફ માવઠાના અનુમાનથી શિયાળાની પાક પર પણ તેની અસર થતા ખેડૂતો માટે માઠા સમાચાર છે. ખેડૂતો પણ શિયાળા પાકને નુકશાન થવાની ભીતિ છે. વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં જ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 24 કલાક બાદ પવનની દિશા બદલાવવાની છે. છેલ્લા 3 દિવસમાં તાપમાન અનેક શહેરોમાં 15 ડિગ્રીને નીચે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. હવામાન સુકૂં રહેશે સાથે આગામી 24 કલાકમાં આ જ તાપમાન યથાવત રહેશે. નોંધનીય છે કે, નલિયાનું લઘુત્તમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું હતુ.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ નોંધાઈ શકે છે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડીનો પણ લોકોએ સામનો કરવો પડશે. જેની વચ્ચે ડિસેમ્બરમાં જ માવઠાની આગાહી આપવામાં આવી છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગોમાં ઠંડીનો ચમકારો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement