Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ પ્રતિ વર્ષ 22 મે ના રોજ જૈવ વિવિધતા ને લગતા પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવા ઉજવવામાં આવે છે.  ગુજરાત સાયન્સ સિટી ખાતે  આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી. યુવા વિજ્ઞાની કાર્યક્રમ -YUVIKAના રાજસ્થાન, લદાખ, જમ્મુ કશ્મીર, દિલ્લી, પંજાબ જેવા  વિવિધ રાજયોના 30  જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ સિટી ખાતે આ ઉજવણીમાં જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દàª
ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ પ્રતિ વર્ષ 22 મે ના રોજ જૈવ વિવિધતા ને લગતા પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવા ઉજવવામાં આવે છે.  ગુજરાત સાયન્સ સિટી ખાતે  આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી. યુવા વિજ્ઞાની કાર્યક્રમ -YUVIKAના રાજસ્થાન, લદાખ, જમ્મુ કશ્મીર, દિલ્લી, પંજાબ જેવા  વિવિધ રાજયોના 30  જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ સિટી ખાતે આ ઉજવણીમાં જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની આ વર્ષની થીમ ‘બધા જીવો માટે સમાન ભવિષ્યનું નિર્માણ’ – ‘Building a shared future for all life’ છે. 
વિદ્યાર્થીઓને વર્તમાન પર્યાવરણીય પ્રશ્નો થી જાગૃત કરવા અને જૈવ વિવિધતા વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખી આ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રોત્સાહિત કરવા ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ (International Biodiversity Day)ની ઉજવણી કરવામાં આવી. ઉજવણી અંતર્ગત યોજાયેલ સેશનમાં વિદ્યાર્થીઓને જૈવ વિવિધતા શું છે ! અને આદતોમાં નાના ફેરફારોથી આ જૈવવિવિધતા ને કેવી રીતે સાચવી શકાય તે વિષે જાણકારી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ આ અંતર્ગત પ્રતિજ્ઞા પણ લીધી. આ ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ રોબોટિક્સ ગેલેરી,એક્વેટિક ગેલેરી, અને લાઈફ સાયન્સ પાર્કની મુલાકાત લઈ વિવિધ જીવો અને વનસ્પતિઓ વિશે જાણકારી મેળવી. 
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર (Science popularization) માટે કટિબદ્ધ છે. આત્મનિર્ભર ભારતની દિશાને વેગ આપવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી થકી દેશના સામાજિક વિકાસમાં યોગદાન માટે પ્રોત્સાહિત કરવા વિવિધ  કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જ્ઞાન વિજ્ઞાનના વિવિધ વિષયો માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા  5 મે થી 5 જૂન 2022 દરમિયાન સાયન્સ સિટી ખાતે સમર સાયન્સ પ્રોગ્રામ 2022 ચાલી રહ્યો છે જેમાં વિવિધ વિષયો પર વર્કશોપ યોજાઇ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.