Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરી; દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું

આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ સામાજિક સંરક્ષણ નિયામક અને ગુજરાત સ્ટેટ હેન્ડિકેપ્ડ (દિવ્યાંગ) ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ, ગુજરાત સરકાર સાથે જોડાણમાં સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (CEDA–દિવ્યાંગ સશક્તિકરણ કેન્દ્ર)ની સ્થાપના કરી છે. આજે EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સફ
04:03 PM Dec 03, 2022 IST | Vipul Pandya
આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ સામાજિક સંરક્ષણ નિયામક અને ગુજરાત સ્ટેટ હેન્ડિકેપ્ડ (દિવ્યાંગ) ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ, ગુજરાત સરકાર સાથે જોડાણમાં સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (CEDA–દિવ્યાંગ સશક્તિકરણ કેન્દ્ર)ની સ્થાપના કરી છે. આજે EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સફળ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું હતું અને તમામ માટે એકસમાન તકો ધરાવતા સર્વસમાવેશક સમાજની જરૂરિયાત વિશે પ્રસિદ્ધ વ્યવસાયિકોએ સંવાદ કર્યો હતો. 
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગજનોના સશક્તિકરણ વિભાગના સચિવ, IAS, રાજેશ અગ્રવાલ મુખ્ય અતિથિ હતા. વળી આ પ્રસંગે આ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના અંડર સેક્રેટરી, ગુજરાત સરકારના પંચાયત વિભાગના અંડર સેક્રેટરી યુવરાજ સિદ્ધાર્થ, માઇક્રોસાઇન પ્રોડક્ટ્સના સ્થાપક અને CEO શ્રી નિશીથ મહેતા (દિવ્યાંગજનોને જ નોકરી આપે છે), ગુજરાત સરકારના સામાજિક ન્યાય નિયામક કચેરીના ડેપ્યૂટી ડિરેક્ટર શ્રી કલ્પેશ વાણિયા અને ચંદીગઢની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચના પ્રોફેસર  જે એસ સાઇની.
દિવ્યાંગ સશક્તિકરણ પર ધ્યાન
આ પ્રસંગે  રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે, “સમાજે દિવ્યાંગજનો પ્રત્યેના અભિગમમાં સંવેદના દાખવવી જોઈએ. તેમાં તાલીમ, કૌશલ્ય નિર્માણ અને માર્ગદર્શન દ્વારા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના માટે નવી તકો ઊભી કરવાની જરૂર છે અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા જોઈએ. સરકાર EDII જેવી સંસ્થાઓના સાથસહકાર સાથે આ ક્ષેત્રમાં કામ કરી રહી છે.”
આગામી પાંચ વર્ષ મહત્વના
શ્રી કિશોરે ભાર મૂક્યો હતો કે, દિવ્યાંગતાથી વ્યક્તિની ઇચ્છાશક્તિ ન ગુમાવવી જોઈએ અને તેમના લક્ષ્યાંકને પાર પાડવા આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, “કોઈ પણ વ્યક્તિએ અવરોધો પાર પાડવા જોઈએ તથા ધૈર્ય અને ખંત સાથે અગ્રેસર થવું જોઈએ. દિવ્યાંગજનોની સામાજિક સર્વસમાવેશકતા માટે વિભાગે કેટલીક નવી પહેલો હાથ ધરી છે અને મને ખાતરી છે કે, આ પહેલો આગામી પાંચ વર્ષમાં દિવ્યાંગજનોના જીવનમાં મોટો ફેરફાર લાવશે.”
EDIIની પ્રશંસા
શ્રી યુવરાજ સિદ્ધાર્થે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાની EDIIની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે EDIIની યોજનાઓ અને નીતિઓને દિવ્યાંગજનો સુધી પહોંચવા વિશે વાત કરી હતી તથા સંસ્થાએ તેમના માટે લીધેલા આ પગલાંની શ્રેષ્ઠ ખાસિયતો અંગે દિવ્યાંગજનોની જાણકારી આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
દિવ્યાંગો વિશિષ્ટ ક્ષમતાઓ ધરાવે છે
EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હુતં કે, “દિવ્યાંગજનો વિશિષ્ટ ક્ષમતાઓ ધરાવે છે. આ ક્ષમતાઓને ઓળખવાની અને સર્વાંગી રીતે ખીલવવાની જરૂર છે. EDIIનું સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ફોર ડિફરન્ટલી એબલ્ડ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો મારફતે 8,000 સંભવિત ઉદ્યોગસાહસિકો સુધી પહોંચ્યું તથા માર્ચ, 2022 સુધી દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોએ 683 ઉદ્યોગસાહસોની સ્થાપના કરી છે. અમે દિવ્યાંગજનો દ્વારા વધુ ઉદ્યોગસાહસો વિકસાવવા અને સર્વસમાવેશક સમાજની રચના કરવા આતુર છીએ.”
દિવ્યાંગોનું પુનર્વસન જરૂરી
આ કાર્યક્રમને લોકોને સંબોધન કરતાં દિવ્યાંગજનોને જ નોકરી આપતા ઉદ્યોગસાહસિક શ્રી નિશીથ મહેતાએ પણ કહ્યું હતું કે, “દિવ્યાંગજનો માટે વિવિધ પ્રકારના અવરોધો દૂર કરવાની અને તેમનું પુનર્વસન કરવાની જરૂર છે. જ્યારે દિવ્યાંગજનો અને સામાન્ય લોકો એકમંચ પર આવશે, ત્યારે આ વિચાર સાકાર કરશે. આ રીતે જે લોકો દિવ્યાંગજનોની ભરતી કરી શકે છે કે તેમને શ્રેષ્ઠ જીવન આપી શકે છે, તેઓ દિવ્યાંગજનોની ક્ષમતાઓને વધારે સારી રીતે સમજી શકશે.”
દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોના સમ્માન
આ પ્રસંગે પ્રસિદ્ધ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને તેમની મર્યાદાઓથી પર થઈને સફળતા મેળવવા બદલ એવોર્ડ એનાયત થયા હતા. આ એવોર્ડવિજેતાઓમાં સામેલ હતાઃ સીએ. વિપિન જૈન (મનોજ વિપિન એન્ડ કંપની),  કેતનકુમાર આર પટેલ (શ્રી વેલ્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ), અમિતકુમાર એમ પટેલ (નેક્સસલિન્ક સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ),  હેમેન્દ્ર એન જન્સારી (વાય એચ આર મલ્ટિપ્લ સપ્લાય એન્ડ સર્વિસીસ) અને સુશ્રી નિશા સાલેટ (સત્વ પેકેજિંગ). દરેકને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ એનાયત થયું હતું. 
વિવિધ સ્પર્ધાનું આયોજન
આ એક-દિવસીય કાર્યક્રમમાં દિવ્યાંગજનોની સમસ્યાઓનું સમાધાન કરવા અને દુનિયાને તેમના માટે વધારે સુવિધાસંપન્ન બનાવવા કેટલીક પેનલ ચર્ચાઓ પણ થઈ હતી. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસના ભાગરૂપે દિવ્યાંગજનો માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાં શુક્રવારે કેરમ, ચેસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ તથા ચિત્ર સ્પર્ધા (બહેરા અને મૂંગા બાળકો માટે)નું આયોજન થયું હતું અને આ કાર્યક્રમમાં શનિવારે વિજેતાઓને એવોર્ડ એનાયત થયા હતા.
આ પણ વાંચો - બીજા તબક્કમાં પણ મતદારો ઉત્સાહથી મતદાન કરે: CR Patil

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCEDAEDIIGujaratGujaratFirstInternationalHandicappedDay
Next Article