Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિતાએ જ કરી પુત્રની હત્યા, માનવ અંગો મળી આવતા ચકચાર, સીસીટીવી ફૂટેજે ભાંડો ફોડ્યો

અમદાવદમાં 22 જુલાઇએ  વાસણા, કલગી ચાર રસ્તા પાસેથી અંગો મળી આવતા ભારે ચકચાર મચી હતી. અમદાવાદ પોલીસ માટે આ કેસ ખૂબ જ ચોંકાવનારો હતો કારણકે આ માનવ અંગો મળી આવતા પોલાસ વિવિધ દિશામાં કામ કરી રહી હતી. આ કેસ  સોલ્વ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આજે પોલીસ અધિકારી પ્રેમવીર સિંગ એડીશનલ CP ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં સી.સી.ટી.વીની àª
પિતાએ જ કરી પુત્રની હત્યા  માનવ અંગો મળી આવતા ચકચાર  સીસીટીવી ફૂટેજે ભાંડો ફોડ્યો
અમદાવદમાં 22 જુલાઇએ  વાસણા, કલગી ચાર રસ્તા પાસેથી અંગો મળી આવતા ભારે ચકચાર મચી હતી. અમદાવાદ પોલીસ માટે આ કેસ ખૂબ જ ચોંકાવનારો હતો કારણકે આ માનવ અંગો મળી આવતા પોલાસ વિવિધ દિશામાં કામ કરી રહી હતી. આ કેસ  સોલ્વ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આજે પોલીસ અધિકારી પ્રેમવીર સિંગ એડીશનલ CP ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં સી.સી.ટી.વીની મદદથી આ કેસના હત્યારા સુધી કેવી રીતે પહોંચી તે બાબતે વધુ માહિતી આપી હતી. 
ડેડ બોડીની ઓળખાણ થાય નહિ તેથી ઇલેક્ટ્રિક કટર વડે ત્રણ ભાગમાં કટ કરી
22 જુલાઈના રોજ વાસણા પો.સ્ટેશન ની હદમાં એક 302 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં બે  અલગ અગલ વિસ્તારમાંથી માનવ અવશેષોને પગ ત્યારબાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં મળેલા હતા. પરંતુ આ લાશ કોની છે તે અંગે કોઇ ઓળખાણ થતી ન હતી. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ તપાસમાં જોડાઈ હતી. જેમાં તપાસના અંતે એવું જાણવા મળેલ છે નિલેશ ભાઈ જોશીનું અને તેમના દીકરાનું મર્ડર કરેલ હતું. ડેડ બોડીની ઓળખાણ થાય નહિ તેથી ઇલેક્ટ્રિક કટર વડે ત્રણ ભાગમાં કટ કરી દીધું હતું અને ત્રણ અલગ અલગ જગ્યાએ અંગોને ફેંકી દીધેલ હતા. આ કેસમાં હત્યારા નિલેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે.  જે હાલમાં એસટીમાં ટ્રાફિક ઇન્ટેપકટર હતા અને તે નિવૃત જીવન ગુજરાત હતા. તેમના નિવેદન મુજબ દીકરો કેજેનું નામ સ્વયંમ હતું જે  નશાના રવાડે ચઢી ગયો હતો. બનાવની રાત્રે 18 તારીખે દીકરાએ જમવાની બાબતે ઝઘડો કર્યો હતો. રસોડામાં રહેલા દસ્તા વડે દીકરાને માથેનાં ભાગે સાતથી આઠ ઘા માર્યા હતા. ત્યાર બાદ લાશ સગેવગે કરવા કાલુપુરથી કટર ખરીધીને પ્લાસ્ટિકની કોથળી ખરીધી હતી. અને લાશના ભાગ અલગ અલગ વિસ્તારમાં નાંખ્યા હતાં. ત્યાર બાદ પોતે  સુરત ગયા, બાદમાં ઉતારપ્રદેશની ગોરખપુર વાળી ટ્રેનમાં બેસીને જતા હતા. ગોરખનાથ દર્શન કરવા જવાના હતા અને ત્યાથી નેપાળ જતા રહેવાના હતા, જો કે પોલીસે તેમને ચાલુ ટ્રેન માંથી ઝડપી પાડ્યાં હતાં. પરિવારમાં નિલેશ ભાઈની પત્ની અને દીકરી છે પત્ની અને દીકરી વિદેશમાં જર્મની રહે છે.
કેવી રીતે પોલીસે કેસ સોલ્વ કર્યો 
આ માનવ અંગો જે બે અલગ અલગ વિસ્તારમાંથી મળી આવ્યા હતાં , પોલીસે બંને જગ્યાની આસપાસના રૂટ પરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું, જેમાં એક સ્કૂટર પર એક વૃદ્ધ પોલિથીન બેગમાં અવશેષો લઈને જતા સ્પષ્ટ દેખાયા હતા. ફૂટેજના આધારે  વાહન નંબર પરથી પોલીસે આંબાવાડીમાં આવેલી સુનિતા સોસાયટીના એક મકાન સુધી પહોંચી હતી. પોલીસે તપાસ કરતા તેમાં નિલેશ જોશી કે જેઓ એસટીના નિવૃત્ત ક્લાસ-2 અધિકારી ત્યાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે  ઘરની તપાસ કરતાં લોહીના ડાઘ મળ્યા
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,નિલેશ જોશીના  ઉપરના માળે તેમના દીકરા હિતેશ સાથે રહેતા હતા. જ્યારે તે જ મકાનના નીચેના માળે તેમનાં બહેન રહેતાં હતાં. પોલીસે ઉપરના માળે તપાસ કરતા લોહીના ડાઘ તેમ જ અન્ય અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે પોલીસે નિલેશ જોશીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે અવશેષો અને ધડ વિશે પોલીસે પૂછતા તે તેમના દીકરાના હોવાનું નિલેશ જોશીએ પોતે કબૂલ્યું હતું. જોકે હત્યામાં બીજું કોઈ સંડોવાયેલું હતું કે કેમ તથા શા કારણે હત્યા કરી તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
CCTVએ સમગ્ર કેસમાં ભાંડો ફોડ્યો 
હત્યારા પિતાએ દારુ પીવા બાબતે ઝઘડો થતા પુત્રની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. અમદાવાદ શહેરમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાસણામાંથી ધડ, ગુજરાત કોલેજ પાસેથી પગના ટુકડા સહિતનાં અંગો મળી આવ્યાં  હતા  જે કેસમાં ખુદ પિતા એ જ પોતાના દીકરાની હત્યા કરીને શરીરના ટુકડા કરીને ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ફૂટેજમાં વૃદ્ધ પોલિથીન બેગ લઈ જતા નજરે પડ્યાં 
સીસીટીવી ફૂટેજમાં આ વૃદ્ધ પ્લાસ્ટિકની થેલીમાં એક્ટિવા પર કશુંક લઇ  જતા દેખાયા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મકાનમાં નિલેશ જોશી તેમના પુત્ર હિતેશ અને તેમની બહેન સાથે રહેતાં હતાં. સાથે જ જાણવા મળ્યું હતું કે, આ પરિવારના સભ્યો માનસિક અસ્વસ્થ હતા, જેના કારણે હત્યા થયાનું જાણવા મળ્યું છે.
દારુ પીવા બાબતે ઝઘડો થતા હત્યા કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિલેશ જોશીની ધરપકડ કરી છે.  આ કેસમાં પુત્ર સાથે દારૂ પીવા બાબતે ઝઘડો થતાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પિતાએ હત્યા કર્યા બાદ લાશના અલગ અલગ ટુકડા કરીને  પ્લાસ્ટિક બેગમાં મૂકીને અલગ અલગ વિસ્તારમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો જ્યાંથી પોલીસે તેને પકડીને અમદાવાદ લઈ આવી છે .  પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.