રાજ્યમાં BZ Ponzi scheme જેવી ઠગાઈની આશંકા, Ahmedabad ની યુનિક મર્કેન્ટાઈલ પર આક્ષેપ
- રાજ્યમાં BZ પોન્ઝી સ્કીમ જેવી ઠગાઈની આશંકા
- Ahmedabad ની યુનિક મર્કેન્ટાઈલ પર આક્ષેપ
- રોકાણ કારો અમદાવાદ ઓફિસે આવી પહોંચ્યાં
BZscam :અમદાવાદમાં BZ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીએ ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા આ કંપનીમાં રોકાણ કરેલું છે એવા જામનગરના 30 જેટલા લોકો અમદાવાદ ખાતે કંપનીની ઓફિસે આવી પહોંચ્યા હતા.
યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે લાલચ આપી લોકો પાસે રોકાણ કરાવ્યું
અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે 6 વર્ષે નાણા ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે લખો રૂપિયાની રોકાણ કરવાની આ નાણા ચાઉ કર્યાના આક્ષેપ થયા છે. રોકાણકારોની FD પાકી ગયાના 3 વર્ષ વીતી ચુક્યા હોવા છતાં કંપનીએ રોકાણકારોને કાણી પાઈ આપી નથી.
6 વર્ષમાં જ રૂપિયા ડબલ આવી Scheme થી બચીને રહેજો! | GujaratFirst#FinancialFraud #StayAlert #DoubleMoneyScam #SafeInvestments #MoneyMatters #BewareOfScams #GujaratFirst pic.twitter.com/ygtvuNqntG
— Gujarat First (@GujaratFirst) December 16, 2024
પોન્ઝી સ્ક્રીમ
ગુજરાતમાં હાલમાં પોન્ઝી સ્કીમ ચર્ચાના કેન્દ્રમાં છે કારણકે ભૂપેન્દ્ર સિંહ ઝાલાના નામના માસ્ટર માઈન્ડે એજન્ટો રાખીને લોકોને તગડું વ્યાજ આપવાની લાલચ આપીને રૂપિયા 6000 કરોડની ઠગાઈ કરી છે. ત્યારે આજે આપણે જાણીશું કે પોન્ઝી સ્કીમ શું છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી અને શા માટે પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે શું છે તે પાછળનું કારણ..
આ પણ વાંચો -Morbi Accident: હચમચાવી દે તેવી ઘટના, ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોના મોત
રોકાણકારો અમદાવાદ ઓફિસે આવી પહોંચ્યાં
જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ પણ બંધ કરી દેવતા જામનગરના 30 જેટલા રોકાણકારો અમદાવાદ ખાતે આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની મુખ્ય ઓફિસે આવી પહોંચ્યા હતા અને હોબાળો કાર્યો હતો. રોકાણકારોએ આક્ષેપ લગાવ્યો હતો કે જયારે જયારે અમે નાણા લેવા માટે આવીએ છીએ ત્યારે કંપની દ્વારા નાણા નહીં પણ નાણા મળી જશે એવું આશ્વાસન આપવામાં આવે છે અને અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે.
આ પણ વાંચો -VADODARA : પૂરમાં પાણી નથી ભરાયા ત્યાં વરસાદી કાંસ બનાવવા તંત્ર તત્પર બન્યું
રોકાણકારોએ અમદાવાદની ઓફિસે હોબાળો કર્યો
રોકાણકારોએ અમદાવાદની ઓફિસે હોબાળો કર્યા બાદ કંપનીના ડાયરેક્ટર મીડિયા સામે આવ્યા હતા અને ખુલાસાઓ કરતા કહ્યું હતું કે રોકાણકારો પાસેથી કાયદામાં રહીને નાણા લેવામાં આવ્યા છે, તેમના નાણા અમારી પાસે સલામત છે અને આવનારા 6 મહિનામાં તમામ રોકાણકારોને તેમના નાણા પરત કરી દેવામાં આવશે. ઉત્કર્ષ રાયે કહ્યું કે કોરોના પછી કંપનીની સ્થિતિ થોડીક બગડેલી જોવા મળી હતી. અમે હોટલના ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ અને કોરોના સમયમાં હોટલો બંધ કરવાનો વારો આવ્યો હતો. હાલ કંપનીની પરિસ્થિતિ સારી છે અને કંપની મજબૂત સ્થિતિમાં આવી રહી છે.