Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોગસ સરકારી EMail ID બનાવી ભેજાબાજે માલ કમાવવાનો પ્લાન ઘડ્યો

અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી એક ફરિયાદે રાજ્ય સરકારના GSWAN (Gujarat State Wide Area Network) સામે અનેક સવાલ ઉભા કર્યા છે. લગભગ બે દશકથી કાર્યરત જીસ્વાનના નામે એક બોગસ સરકારી ઈમેલ આઈડી (Fake Government email ID) બનાવવામાં આવ્યું છે. આ મામલે સરકાર તરફે નોંધાયેલી ફરિયાદમાં એક ગઠીયો સરકારી અધિકારી બની બનાવટી સરકારી ઈમેલ આઈડી થકી આર્થિક લાભ મેળવવાના હેતુથી લોકોની વ્યક્તિગત માહિતી (Personal Information) મેળà
બોગસ સરકારી email id બનાવી ભેજાબાજે માલ કમાવવાનો પ્લાન ઘડ્યો
અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી એક ફરિયાદે રાજ્ય સરકારના GSWAN (Gujarat State Wide Area Network) સામે અનેક સવાલ ઉભા કર્યા છે. લગભગ બે દશકથી કાર્યરત જીસ્વાનના નામે એક બોગસ સરકારી ઈમેલ આઈડી (Fake Government email ID) બનાવવામાં આવ્યું છે. આ મામલે સરકાર તરફે નોંધાયેલી ફરિયાદમાં એક ગઠીયો સરકારી અધિકારી બની બનાવટી સરકારી ઈમેલ આઈડી થકી આર્થિક લાભ મેળવવાના હેતુથી લોકોની વ્યક્તિગત માહિતી (Personal Information) મેળવતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime Unit) આ કેસમાં સંડોવાયેલા આરોપી સુધી પહોંચી જવાની તૈયારીમાં છે. આરોપીની ધરપકડ બાદ અનેક મોટા ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં.
જાણ કેવી રીતે થઈ
જુદીજુદી લોન એપ્લિકેશન થકી નાગરિકો સાથે છેતરપિંડી આચરી તેમના ડેટા ચોરી (Data Theft) કરવામાં આવતા હોવાની અનેકો અનેક ઘટનાઓ હાલ બની રહી છે. સાયબર એટેક-ફ્રોડ (Cyber Attack Fraud) અને સોશિયલ મીડિયાના માધ્યમથી બનતા ગુનાઓને અટકાવવા તેમજ તેનું નિવારણ લાવવાની કામગીરી કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર વિરજીભાઈનો એક ખાનગી બાતમીદારે સંપર્ક કર્યો હતો. બાતમીદારના જણાવ્યાનુસાર ગુજરાત સરકાર (Gujarat Government) ને ફાળવેલા ઈમેલ આઈડી ps-crm-cyb@gujarat.gov.inના માધ્યમથી એક શખ્સ સરકારી અધિકારી હોવાનું જણાવી વ્યક્તિઓનો પર્સનલ ડેટા જુદા-જુદા લોકો પાસેથી મેળવી ઈમેલનો દુરઉપયોગ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.
આરોપીની શોધખોળ શરૂ
બાતમીદાર પાસેથી મળેલી હકિકત કોન્સ્ટેબલ અશ્વિનકુમારે તેમના અધિકારીને જણાવતા બનાવટી ઈમેલ આઈડીની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બીજી તરફ આ મામલે સરકાર તરફે ફરિયાદ પણ નોંધી દેવામાં આવી. સાયબર ક્રાઈમની ટીમે બનાવટી સરકારી ઈમેલનું ટેકનિકલ એનાલીસીસ ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આર્થિક લાભ મેળવવા બોગસ સરકારી ઈમેલ આઈડીમાં મંજૂરી વિના ઘૂસણખોરી કરી (Unauthorized Access) આરોપીએ ગેરકાયદેસર રીતે વ્યક્તિઓના ડેટા મેળવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઈમની ટીમે આઈપી એડ્રેસ (IP Address) સુધીની માહિતી મેળવી લઈને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
શું છે જીસ્વાન
ગુજરાત સરકારના જુદાજુદા વિભાગોને એક ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) પર લાવવા માટે લગભગ બે દશક પહેલા ખુદનું GSWAN (Gujarat State Wide Area Network) શરૂ કરવામાં આવ્યું હતું. આ નેટવર્ક થકી એકબીજા વિભાગો-અધિકારીઓ તેમના સત્તાવાર ઈમેલ આઈડીથી માહિતીની આપ-લે કરે છે. આ નેટવર્કને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે અને આની તમામ જવાબદારી ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ (Science and Technology Department Gujarat) સંભાળી રહ્યો છે. સરકારના અલગ અલગ વિભાગો અને તેની કચેરીઓના ઈમેલ આઈડી બનાવવા હોય તો સત્તાવાર રીતે જે-તે વિભાગમાંથી પત્ર લખાય બાદ જ લોગિન આઈડી (Login ID) અને પાસવર્ડ (Password) તૈયાર થાય છે.
આરોપી સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ ?
જીસ્વાનમાં બનેલું બોગસ ઈ-મેલ આઈડી કોણે બનાવ્યું છે તેની માહિતી મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. અતિ સુરક્ષિત મનાતા GSWAN (Gujarat State Wide Area Network) માં બનાવટી ઈમેલ આઈડી સરકારી બાબુએ બનાવ્યું છે કે ખાનગી વ્યક્તિએ તે જાણવા પોલીસ મથી રહી છે. કોઈ ખાનગી વ્યક્તિએ જો જીસ્વાનને હેક કરીને બોગસ ઈમેલ આઈડી બનાવ્યું હોય તો આ ખૂબ ગંભીર વાત સાબિત થશે અને GSWAN ની સુરક્ષા પર પણ સવાલો ઉભા થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.