Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રામોલમાં સગા ભાઈએ જ મોટી બહેનની કરી હત્યા, જાણો શું છે મામલો

અમદાવાદના રામોલમાં મિલકતના ઝઘડાની અદાવતમાં એક યુવકે તેની જ મોટી બહેનની હત્યાને અંજામ આપ્યો છે. મકાન બાબતના ચાલી રહેલા ઝગડા વચ્ચે રાત્રીના સમયે સુઈ રહેલી બહેન પર ચપ્પુથી આડેધડ હુમલા કરતા યુવતીનું મોત નીપજ્યું. જે મામલે રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.રામોલ પોલીસે બહેનની હત્યા અને પિતાના હત્યાના પ્રયાસના ગુનામાં મદનસિંગ ઉર્ફે મહેન્દ્ર સિંહ ચાવડાની ધરપકડ કરી છે. આરોપીએ તેની
01:04 PM Jun 10, 2022 IST | Vipul Pandya
અમદાવાદના રામોલમાં મિલકતના ઝઘડાની અદાવતમાં એક યુવકે તેની જ મોટી બહેનની હત્યાને અંજામ આપ્યો છે. મકાન બાબતના ચાલી રહેલા ઝગડા વચ્ચે રાત્રીના સમયે સુઈ રહેલી બહેન પર ચપ્પુથી આડેધડ હુમલા કરતા યુવતીનું મોત નીપજ્યું. જે મામલે રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
રામોલ પોલીસે બહેનની હત્યા અને પિતાના હત્યાના પ્રયાસના ગુનામાં મદનસિંગ ઉર્ફે મહેન્દ્ર સિંહ ચાવડાની ધરપકડ કરી છે. આરોપીએ તેની જ બહેનને ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા રામોલ પોલીસે તેની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે રામોલમાં રહેતા શેતાનસિંગ ચાવડાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં દીકરી મનહરબહેનને પતિ સાથે મનમેળ ન રહેતા પિતા સાથે રહેતી હતી અને પિતાના મકાનને લઈને ભાઈ બહેન વચ્ચે તકરાર ચાલતી હતી.જે અદાવતમાં ભાઈએ બહેન પર હુમલો કરી હત્યા કરી નાખી.
થોડા દિવસો પહેલા હત્યારા મદનસિંગએ બહેન મનહરને ઘર ખાલી કરી જતા રહેવાની ધમકી પણ આપી હતી.છતાંય પણ બહેને ઘર ખાલી ન કરતા 9 જૂનના રાતના બે વાગ્યાની આસપાસ આરોપીએ મહિલાને આડેધડ છરીના ઘા માર્યા હતા. જોકે તે સમયે પિતા જાગી જતા તેઓએ પણ આરોપીની રોકવાનો પ્રયાસ કર્યો હતો.તેમજ ભાણેજ એ પણ પ્રયાસ કરતા તેને પણ આરોપીએ ચપ્પુ થી હુમલો કર્યો હતો.જે બાદ બુમાબુમ થતા આરોપી ફરાર થઇ ગયો હતો.જેની હાલ રામોલ પોલીસે ધરપકડ કરી છે.
શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે ક્યાંક શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે.છેલ્લા થોડા દિવસમાં ચારથી પાંચ હત્યાના બનાવ સામે આવતા પોલીસ આવા બનાવો રોકવા ખાસ શુ એક્શન લે છે તે જોવું રહ્યું.
Tags :
Brotherkillselderfather'shouseinRamolGujaratFirstpolicearrest
Next Article
Home Shorts Stories Videos