Bribe Case : 15 લાખની લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારના રિમાન્ડ મંજૂર
- આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર દ્વારા લાંચ લેવાનો મામલો (Bribe Case)
- આરોપીને અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો
- ACB દ્વારા 7 વિવિધ મુદ્દાને આધારે 7 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી
- કોર્ટે તમામ દલીલો બાદ આરોપીનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
Ahmedabad : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના (Health and Family Welfare Department) અધિક સચિવ દિનેશ પરમારની લાંચ કેસમાં (Bribe Case) ACB દ્વારા ધરપકડ કરાયા બાદ આરોપીને અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં (Ahmedabad City Civil and Sessions Court) રજૂ કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા આરોપીની વધુ પૂછપરછ માટે 7 દિવસનાં રિમાન્ડની માંગ કરાઈ હતી. કોર્ટે આરોપીનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
7 વિવિધ મુદ્દાને આધારે આરોપીઓના 7 દિવસનાં રિમાન્ડની માંગ કરાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની (Dinesh Parmar) રૂ. 15 લાખનાં લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે, એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. માહિતી અનુસાર, ACB એ આરોપી અધિક સચિવ દિનેશ પરમારને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. ACB દ્વારા 7 વિવિધ મુદ્દાને આધારે આરોપીઓના 7 દિવસનાં રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. એસીબી તરફથી કોર્ટમાં દલીલ કરાઈ કે આ કેસમાં અન્ય કોઈ કર્મચારીને લાંચની રકમમાંથી હિસ્સો આપવાનો હતો કે નહીં ? તે અંગે તપાસ કરવી ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો - Bhavnagar: ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મામલો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી લગાવ્યા આક્ષેપો
કોર્ટે આરોપીનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
ઉપરાંત, એસીબીએ જણાવ્યું કે, લાંચની રકમ ભેગી કરીને કેટલી મિલકતો ક્યાં-ક્યાં વસાવી ? કેટલા બેંક ખાતાનો ઉપયોગ થયો ? અને આરોપી લોકર ધરાવે છે કે કેમ ? તેની તપાસ કરવી જરૂરી છે. ACB નાં છટકાં દરમિયાન સંવાદો, સ્ક્રિપ્ટો અને ઓડિયો ક્લિપ્સ પોતે જ કરેલા સંવાદની છે કે નહીં તે તપાસ જરૂર છે. તમામ દલીલો બાદ કોર્ટે આરોપીનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : લાંચ કેસમાં ફરાર આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ACB એ કરી ધરપકડ
લાંચ કેસમાં અગાઉ ડેન્ટલ કોલેજનાં નિવૃત્ત ડીન ગીરીશ પરમારની ધરપકડ થઈ હતી
કેસની વાત કરીએ તો, બોગસ મેડિકલ પ્રેક્ટિસ (Bogus Medical Practice) બાબતે ડેન્ટલ કોલેજનાં નિવૃત ડીન ગિરીશ પરમારે ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ માગી હતી. જો કે, ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી ACB માં ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને ગિરીશ પરમારને લાંચ લેતા ઝડપી લીધા હતા. આ કેસમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર પણ સામેલ હોવાથી તપાસ હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો - Amreli : એવું તો શું થયું ? કે SP સંજય ખરાતે એક ઝાટકે 14 પોલીસકર્મીઓને કરી દીધા સસ્પેન્ડ