Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસે વેશપલટો કરીને લેડી ડ્રગ્ઝ માફિયાને ફિલ્મી સ્ટાઈલથી ઝડપી

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર વિસ્તારમાંથી મહિલા ડ્રગ્ઝ ડીલર અમીનાબાનું અને તેના સાગરિત સમીર ઉદીન ઉર્ફે બોન્ડ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. છેલ્લા દોઢેક મહિનાથી અમદાવાદ SOG ક્રાઈમ અમીનાબાનું ઉપર બાજ નજર રાખીને બેઠું હતું. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે સૌપ્રથમ મહિલા ડ્રગ્ઝ ડીલરની ધરપકડ કરીને અમદાવાદમાં ડ્રગ્સ પેડલરની સિન્ડીકેટની કમર તોડી નાખી છે.અમીનાબાનું મુંબઈ અન્ડરવર્
પોલીસે વેશપલટો કરીને લેડી ડ્રગ્ઝ માફિયાને ફિલ્મી સ્ટાઈલથી ઝડપી
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર વિસ્તારમાંથી મહિલા ડ્રગ્ઝ ડીલર અમીનાબાનું અને તેના સાગરિત સમીર ઉદીન ઉર્ફે બોન્ડ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. છેલ્લા દોઢેક મહિનાથી અમદાવાદ SOG ક્રાઈમ અમીનાબાનું ઉપર બાજ નજર રાખીને બેઠું હતું. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે સૌપ્રથમ મહિલા ડ્રગ્ઝ ડીલરની ધરપકડ કરીને અમદાવાદમાં ડ્રગ્સ પેડલરની સિન્ડીકેટની કમર તોડી નાખી છે.
અમીનાબાનું મુંબઈ અન્ડરવર્લ્ડ એટલે કે ડી ગેંગ સાથે પણ સંપર્કમાં હોવાની વિગતો હાલ તપાસ એજન્સી ને મળી આવી છે ત્યારે મુંબઈ ડ્રગ્ઝ કાર્ટીલ સાદબ બટાકા સાથે પણ અમીના ખુબ નજીકનો ઘરબો ધરાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત થોડાક વર્ષો અગાઉ અશફાક બાવા નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારકોટીક્સના કેસમાં ધરપકડ કરી હતી તેની સાથે પણ અમીનાબાનુંના સંબંધ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે ત્યારે સાદાબ બટાકા અને અફાક બાવા આ બંને નામ મુંબઈ અન્ડરવલ્ડ સાથે સંકળયેલા છે.
અમીનાબાનું લતીફના સમયથી દારૂનો વેપલો ચલાવતી હતી અને બાદમાં વર્ષ 2003ની સાલમા બ્રાઉન સુગરના કેસમાં 10 વર્ષની સજા પણ કાપી ચુકી હતી. છેલ્લા થોડાંક વર્ષોથી અમીનાબાનુંંએ એમ.ડી ડ્રગ્ઝનો ધંધો શરૂ કર્યો હતો અને ઘણા મહિનાઓથી SOG ક્રાઈમ બ્રાન્ચ આ મહિલા ડ્રગઝ ડિલર પર બાજ નજર રાખીને બેઠું હતું. મહત્વનું છે કે આ મહિલા ડ્રગઝ ડીલર તેના વિસ્તારમાં ડોન તરીકે ઓળખાતી હતી. 
ગુનાહિત ઈતિહાસ
અમીનાબાનું ઉપરાંત દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 07 જેટલા અલગ અલગ ગુના અમીનાબાનું પર નોંધાઈ ચુક્યા છે...બીજી તરફ સમીર ઉર્ફે બોન્ડ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં એમ.ડી ડ્રગઝનો ગુનો નોંધાયેલ છે તથા ચેઇન સ્નેચિંગના 30 જેટલા ગુના પણ નોંધાઈ ચુક્યા છે. તેમજ અમીના બાનુએ આજથી ત્રણેક વર્ષ અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
ફિલ્મી સ્ટાઈલથી ધરપકડ
અમીનાબાનુંને પોલીસની વોચની ખબર પડી જતી હોવાથી SOG ક્રાઇમ બ્રાન્ચે અમીનાબાનુંને દબોચી લેવા માટે વેશપલટો પણ કરી ફિલ્મી સ્ટાઈલે ધરપકડ કરી હતી. 23મી તારીખના સવારે 9 વાગ્યાથી SOGની ટીમ વોચમાં લાગી ગઈ હતી. SOGના કેટલાંક અધિકારીઓએ પાણીપુરીવાળા તો કોઈક ભીખારી બનીને ઝડપી લીધી હતી.
ડ્રગ્સ વેચવાની મોડ્સ ઓપરેંડી
અમીનાબાનુંની ડ્રગ્સ વેચવાની એક ખાસ મોડ્સઓપરેંડી હતી જેમાં અજાણ્યા કોઈ વ્યક્તિને અમીનાબાનું ડ્રગ્ઝ આપતી ના હતી. અમીનાબાનું પોતાના ઘરમાંથી બહાર ઓછી નીકળતી હતી. 05 ગ્રામ અને 10 ગ્રામની એમ.ડી ડ્રગ્સની પડીકીઓ બનાવી વેચતી હતી. અમીનાબાનું ઓવરહેડ ટાંકી અને આસપાસ ના પાડોશીના ઘરે ડ્રગ્ઝનો જથ્થો રાખી હતી.
મહિલા ડ્રગ ડીલર અમીનાબાનું ઉર્ફે ડોન મુંબઈની સાદબ બટાકા ગેંગ સાથે હતી સંપર્કમાં હતી અને મુંબઈથી અમીનાબાનું ડ્રગ્ઝનો જથ્થો મંગાવતી હતી મુંબઈ થી બાય રોડ એમ.ડી ડ્રગ્સ મંગાવી હતી અમીના બાનું અને ત્યાર બાદ મુંબઈથી ગુજરાત સુધી એક વેહિકલ અને ગુજરાતમાં આવ્યા બાદ બીજા વ્હીકલ એમ અલગ અલગ વ્હીકલમાં અમદાવાદ પોતાના ઘર સુધી માલ મંગાવતી હતી. પોલીસના હાથમાં વધુ મુદ્દામાલ ન લાગે એ માટેથી અમીનાબાનું પોતાના ઘરે 100 ગ્રામથી વધુ એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો રાખતી ન હતી ત્યારે વધુ આર્થિક ફાયદા માટે હોલસેલમાંજ એમ.ડી ડ્રગ્સ વેચતી હતી એક દિવસમાં 400 થી 500 ગ્રામ એમ.ડી ડ્રગઝ વેચતી હતી અને ગ્રાહક પાસે થી એક ગ્રામ એમ.ડી ના  2000 થી 2500 રૂપિયા લેતી હતી.
અમીનાબાનું ડ્રગ્સના વેચાણ કરવા માટે અને પોલીસ ના હાથ ન આવે એ માટેથી ગ્રાહક અને અમીનાબાનું વચ્ચે અમુક કોર્ડવર્ડ રાખેલા હતા. જેમાં ડ્રગ્સને મન્ચુરિયન, માલ એવા અલગ અલગ નામથી  બોલાવતા હતા. હાલ તો અમદાવાદ SOGએ  મહિલા આરોપી અમીના પાસેથી 31.31 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું છે. જેની ઇન્ટરનૅશન બજાર મુજબ અંદાજીત કિંમત ₹3.31 લાખ થવા પામી  છે ત્યારે SOGએ હાલ અમીનાબાનું નો ડ્રગ્સ ડીલનું નેટવર્ક ક્યાં ક્યાં પથરાયેલ છે તે દિશામાં તપાસ શરુ કરી છે.
Advertisement

Tags :
Advertisement

.